સાતમો અધિકારઃ જૈનમતાનુયાયી મિથ્યાદ્રષ્ટિઓનું સ્વરૂપ ][ ૨૩૯
દુઃખ જ છે; એટલા માટે તેની અને આની એક જાતિ નથી. વળી સ્વર્ગસુખનું કારણ તો
પ્રશસ્તરાગ છે ત્યારે મોક્ષસુખનું કારણ વીતરાગભાવ છે તેથી કારણમાં પણ ભેદ છે;
પરંતુ એવો ભાવ તેને ભાસતો નથી.
તેથી મોક્ષનું પણ તેને સાચું શ્રદ્ધાન નથી.
એ પ્રમાણે તેને સાચું તત્ત્વશ્રદ્ધાન નથી, તેથી શ્રી સમયસાર ગા. ૨૭૬-૭૭ની ટીકામાં
પણ કહ્યું છે કે – ‘અભવ્યને તત્ત્વશ્રદ્ધાન થવા છતાં પણ મિથ્યાદર્શન જ રહે છે’૧ તથા શ્રી
પ્રવચનસારમાં કહ્યું છે કે – આત્મજ્ઞાનશૂન્ય તત્ત્વાર્થશ્રદ્ધાન કાર્યકારી નથી.’૨
વળી વ્યવહારદ્રષ્ટિથી સમ્યગ્દર્શનનાં આઠ અંગ કહ્યાં છે તેને તે પાળે છે, પચીસ દોષ
કહ્યા છે તેને ટાળે છે, તથા સંવેગાદિગુણ કહ્યા છે તેને ધારે છે, પરંતુ જેમ બીજ વાવ્યા વિના
ખેતીનાં બધાં સાધન કરવા છતાં પણ અન્ન થતું નથી તેમ સત્યતત્ત્વશ્રદ્ધાન થયા વિના
સમ્યગ્દર્શન થતું નથી. શ્રી પંચાસ્તિકાયની વ્યાખ્યામાં અંતમાં જ્યાં વ્યવહારાભાસવાળાનું વર્ણન
કર્યું છે ત્યાં પણ એવું જ કથન કર્યું છે.
એ પ્રમાણે તેને સમ્યગ્દર્શન અર્થે સાધન કરવા છતાં પણ સમ્યગ્દર્શન થતું નથી.
✾ સમ્યગ્જ્ઞાનનું અન્યથારુપ ✾
શાસ્ત્રમાં સમ્યગ્જ્ઞાન માટે શાસ્ત્રાભ્યાસ કરવાથી સમ્યગ્જ્ઞાન થવું કહ્યું છે તેથી તે
१ अभव्यो हि नित्यकर्मफलचेतनारूपं वस्तु श्रद्धत्ते, नित्यज्ञानचेतनामात्रं न तु श्रद्धत्ते, नित्यमेव
भेदविज्ञानानर्हत्वात् । ततः स कर्ममोक्षनिमित्तं ज्ञानमात्रं भूतार्थं धर्मं न श्रद्धत्ते, भोगनिमित्तं शुभकर्ममात्रभूतार्थमेव
श्रद्धत्ते ।। तत एवासौ अभूतार्थधर्मश्रद्धानप्रत्ययनरोचनस्पर्शनैरुपरितनग्रैवेयकभोगमात्रमारकंदन्न पुनः कदाचनापि विमुच्यते,
ततोऽस्य भूतार्थधर्मश्रद्धानाभावात् श्रद्धानमपि नास्ति । एवं सति तु निश्चयनयस्य व्यवहारनयप्रतिषेधोे युज्यत एव ।।
અર્થઃ – અભવ્ય જીવ નિત્યકર્મફલચેતનારૂપ વસ્તુનું શ્રદ્ધાન કરે છે. પરંતુ નિત્યજ્ઞાનચેતનામાત્ર
વસ્તુનું શ્રદ્ધાન કરતો જ નથી; કારણ અભવ્ય જીવ સદાય સ્વ-પરના ભેદજ્ઞાનને યોગ્ય જ નથી તેથી
તે અભવ્ય જીવ જ્ઞાનમાત્ર સત્યાર્થધર્મ કે જે કર્મક્ષયનો હેતુ છે તેને શ્રદ્ધાન કરતો નથી પરંતુ શુભકર્મમાત્ર
અસત્યાર્થધર્મ કે જે ભોગનો હેતુ છે તેનું જ શ્રદ્ધાન કરે છે તેથી તે અભવ્યજીવ અભૂતાર્થ ધર્મના
શ્રદ્ધાન-પ્રતીતિ-રુચિ અને સ્પર્શન એ વડે અંતિમગ્રૈવેયક સુધીના ભોગમાત્રને પ્રાપ્ત થાય છે. પરંતુ કર્મથી
કદી પણ છૂટતો નથી તેથી તેને સત્યાર્થધર્મના શ્રદ્ધાનનો અભાવ હોવાથી સત્યાર્થ શ્રદ્ધાન પણ નથી.
એમ હોવાથી નિશ્ચયનયથી વ્યવહારનયનો નિષેધ યોગ્ય જ છે ( શ્રી સમયસાર ગા. ૨૭૫ની વ્યાખ્યા.) – અનુવાદક.
२ अत आत्मज्ञानशून्यमागमज्ञानतत्त्वार्थश्रद्धानसंयतत्वयौगपद्यमप्यकिंचिंत्करमेव
અર્થઃ – આત્મજ્ઞાનથી શૂન્ય પુરુષને આગમજ્ઞાન, તત્ત્વાર્થ શ્રદ્ધાન અને સંયમભાવોની એકતા પણ
કાર્યકારી નથી. (શ્રી પ્રવચનસાર અ. ૩ ગા. ૨૩૯ની વ્યાખ્યામાંથી.) – અનુવાદક.