Moksha Marg Prakashak (Gujarati).

< Previous Page   Next Page >


Page 231 of 370
PDF/HTML Page 259 of 398

 

background image
સાતમો અધિકારઃ જૈનમતાનુયાયી મિથ્યાદ્રષ્ટિઓનું સ્વરૂપ ][ ૨૪૧
પ્રશ્નઃએમ છે તો હવે ભાષારૂપ ગ્રંથ શામાટે બનાવો છો?
ઉત્તરઃકાળદોષથી જીવોની મંદબુદ્ધિ જાણી કોઈ કોઈ જીવોને ‘જેટલું જ્ઞાન થશે તેટલું
તો થશે,’ એવો અભિપ્રાય વિચારી ભાષાગ્રંથ કરીએ છીએ. માટે ત્યાં જે જીવ વ્યાકરણાદિનો
અભ્યાસ ન કરી શકે તેણે તો આવા ગ્રંથો વડે જ અભ્યાસ કરવો.
પરંતુ જે જીવ નાનાપ્રકારની યુક્તિપૂર્વક શબ્દોના અર્થ કરવા માટે વ્યાકરણ અવગાહે
છે, વાદાદિકવડે મહંત થવા માટે ન્યાય અવગાહે છે, તથા ચતુરપણું પ્રગટ કરવા માટે કાવ્ય
અવગાહે છે, ઇત્યાદિ લૌકિક પ્રયોજનપૂર્વક તેનો અભ્યાસ કરે છે તે ધર્માત્મા નથી, પણ તેનો
બને તેટલો થોડોઘણો અભ્યાસ કરી
આત્મહિત અર્થે જે તત્ત્વાદિકનો નિર્ણય કરે છે તે
જ ધર્માત્મા પંડિત સમજવો.
વળી કેટલાક જીવ પુણ્ય-પાપાદિ ફળનાં નિરૂપક પુરાણાદિ શાસ્ત્ર, પુણ્ય-પાપક્રિયાનાં
નિરૂપક આચારાદિ શાસ્ત્ર, તથા ગુણસ્થાન, માર્ગણા, કર્મપ્રકૃતિ અને ત્રિલોકાદિકનાં નિરૂપક
કરણાનુયોગનાં શાસ્ત્રોનો અભ્યાસ કરે છે, પણ જો તેનું પ્રયોજન પોતે વિચારે નહિ તો એ
પોપટ જેવો જ અભ્યાસ થયો. અને જો તેનું પ્રયોજન વિચારે છે તો ત્યાં પાપને બૂરું જાણવું,
પુણ્યને ભલું જાણવું, ગુણસ્થાનાદિક સ્વરૂપ જાણી લેવું. તથા તેનો જેટલો અભ્યાસ કરીશું તેટલુુંં
અમારું ભલું થશે
ઇત્યાદિ પ્રયોજન વિચાર્યું છે; તેનાથી નરકાદિનો છેદ અને સ્વર્ગાદિની
પ્રાપ્તિ એટલું તો થશે, પરંતુ તેનાથી મોક્ષમાર્ગની પ્રાપ્તિ તો થાય નહિ.
પહેલાં સાચું તત્ત્વજ્ઞાન થાય તો પછી તે પુણ્ય-પાપના ફળને સંસાર જાણે, શુદ્ધો-
પયોગથી મોક્ષ માને, ગુણસ્થાનાદિરૂપ જીવનું વ્યવહારનિરૂપણ જાણે,ઇત્યાદિ જેમ છે તેમ
શ્રદ્ધાન કરી તેનો અભ્યાસ કરે તો સમ્યગ્જ્ઞાન થાય.
હવે તત્ત્વજ્ઞાનનું કારણ તો અધ્યાત્મરૂપ દ્રવ્યાનુયોગના શાસ્ત્ર છે; અને કેટલાક જીવ
એ શાસ્ત્રોનો પણ અભ્યાસ કરે છે પરંતુ જ્યાં જેમ લખ્યું છે તેમ પોતે નિર્ણય કરી
પોતાને પોતારૂપ, પરને પરરૂપ તથા આસ્રવાદિને આસ્રવાદિરૂપ શ્રદ્ધાન કરતા નથી.
કદાપિ મુખથી તો યથાવત્ નિરૂપણ એવું પણ કરે કે જેના ઉપદેશથી અન્ય જીવ સમ્યગ્દ્રષ્ટિ
થઈ જાય; જેમ કોઈ છોકરો સ્ત્રીનો સ્વાંગ કરી એવું ગાયન કરે કે જે સાંભળીને અન્ય પુરુષ-
સ્ત્રી કામરૂપ થઈ જાય, પણ આ તો જેવું શીખ્યો તેવું કહે છે પરંતુ તેનો ભાવ કાંઈ તેને
ભાસતો નથી તેથી પોતે કામાસક્ત થતો નથી; તેમ આ જેવું લખ્યું છે તેવો ઉપદેશ દે છે
પરંતુ પોતે અનુભવ કરતો નથી, જો પોતાને તેનું શ્રદ્ધાન થયું હોત તો અન્યતત્ત્વનો અંશ
અન્યતત્ત્વમાં ન મેળવત પણ તેને તેનું ઠેકાણું નથી, તેથી સમ્યગ્જ્ઞાન થતું નથી.
એ પ્રમાણે તો તે અગીઆર અંગ સુધી ભણે તોપણ તેથી સિદ્ધિ થતી નથી.