સાતમો અધિકારઃ જૈનમતાનુયાયી મિથ્યાદ્રષ્ટિઓનું સ્વરૂપ ][ ૨૪૩
હસ્તામલકવત્ જાણે છે, તથા એમ પણ જાણે છે કે – ‘આનો જાણવાવાળો હું છું’ પરંતુ ‘હું
જ્ઞાનસ્વરૂપ છું’ – એવો પોતાને પરદ્રવ્યથી ભિન્ન કેવળ ચૈતન્યદ્રવ્ય અનુભવતો નથી,
માટે આત્મજ્ઞાનશૂન્ય આગમજ્ઞાન પણ કાર્યકારી નથી.
એ પ્રમાણે તે સમ્યગ્જ્ઞાન અર્થે જૈનશાસ્ત્રોનો અભ્યાસ કરે છે તોપણ તેને સમ્યગ્જ્ઞાન નથી.
✾ સમ્યક્ચારિત્ર અર્થે થતી પ્રવૃત્તિમાં અયથાર્થતા ✾
હવે તેને સમ્યક્ચારિત્ર અર્થે કેવી પ્રવૃત્તિ છે તે કહીએ છીએ —
બાહ્યક્રિયા ઉપર તો તેને દ્રષ્ટિ છે પણ પરિણામ સુધારવા-બગાડવાનો વિચાર નથી;
જો પરિણામોનોે પણ વિચાર થાય તો જેવો પોતાનો પરિણામ થતો દેખે તેના જ ઉપર દ્રષ્ટિ
રહે છે; પરંતુ તે પરિણામોની પરંપરા વિચારતાં અભિપ્રાયમાં જે વાસના છે તેને વિચારતો
નથી, અને ફળ તો અભિપ્રાયમાં વાસના છે તેનું લાગે છે. તેનું વિશેષ વ્યાખ્યાન
આગળ કરીશું ત્યાં તેનું સ્વરૂપ બરાબર ભાસશે.
એવી ઓળખાણ વિના તેને માત્ર બાહ્ય આચરણનો જ ઉદ્યમ છે.
ત્યાં કોઈ જીવ તો કુળક્રમથી વા દેખાદેખી વા ક્રોધ-માન-માયા-લોભાદિથી આચરણ
આચરે છે તેમને તો ધર્મબુદ્ધિ જ નથી તો સમ્યક્ચારિત્ર તો ક્યાંથી હોય? એ જીવોમાં કોઈ
તો ભોળા છે તથા કોઈ કષાયી છે. હવે જ્યાં અજ્ઞાનભાવ અને કષાય હોય ત્યાં સમ્યક્ચારિત્ર
હોતું જ નથી.
કોઈ જીવ એવું માને છે કે – જાણવામાં શું છે, કંઈક કરીશું તો ફળ પ્રાપ્ત થશે; એવું
વિચારી તેઓ વ્રત-તપાદિ ક્રિયાના જ ઉદ્યમી રહે છે પણ તત્ત્વજ્ઞાનનો ઉપાય કરતા નથી; હવે
તત્ત્વજ્ઞાન વિના મહાવ્રતાદિકનું આચરણ પણ મિથ્યાચારિત્ર નામ જ પામે છે તથા તત્ત્વજ્ઞાન
થતાં કાંઈ પણ વ્રતાદિક ન હોય તોપણ તે અસંયતસમ્યગ્દ્રષ્ટિ નામ પામે છે; માટે પહેલાં
તત્ત્વજ્ઞાનનો ઉપાય કરવો, પછી કષાય ઘટાડવા અર્થે બાહ્યસાધન કરવાં. શ્રી યોગેન્દ્રદેવકૃત
શ્રાવકાચારમાં પણ કહ્યું છે કે –
दंसणभूमिह बाहिरा जिय वयरुक्ख ण होंति।
અર્થઃ – હે જીવ! આ સમ્યગ્દર્શનભૂમિ વિના વ્રતરૂપી વૃક્ષ ન થાય. અર્થાત્ — જે
જીવોને તત્ત્વજ્ઞાન નથી તેઓ યથાર્થ આચરણ આચરતા નથી.
વાત સિદ્ધ થાય છે કે-વીતરાગનિર્વિકલ્પસમાધિરૂપ આત્મજ્ઞાનથી શૂન્ય પુરુષની આગમજ્ઞાન, તત્ત્વાર્થશ્રદ્ધાન
અને સંયમભાવની એકતા પણ કિંચિત્ કાર્યકારી નથી.
(શ્રી પ્રવચનસાર અ. ૩ ગા. ૩૯ની વ્યાખ્યા.) – અનુવાદક.