૨૪૪ ][ મોક્ષમાર્ગપ્રકાશક
એ જ અહીં વિશેષ દર્શાવીએ છીએ —
કોઈ જીવ પહેલાં તો મોટી પ્રતિજ્ઞા ધારણ કરી બેસે છે પણ અંતરંગમાં વિષય-
કષાયવાસના મટી નથી તેથી જેમતેમ કરી પ્રતિજ્ઞા પૂર્ણ કરવા ઇચ્છે છે; ત્યાં તે પ્રતિજ્ઞાથી
પરિણામ દુઃખી થાય છે. જેમ કોઈ ઘણા ઉપવાસ આદરી બેઠા પછી પીડાથી દુઃખી થતો
રોગીની માફક કાળ ગુમાવે છે પણ ધર્મસાધન કરતો નથી; તો પ્રથમ જ સાધી શકાય તેટલી
જ પ્રતિજ્ઞા કેમ ન લઈએ? દુઃખી થવામાં તો આર્ત્તધ્યાન થાય અને તેનું ફળ ભલું ક્યાંથી
આવશે? અથવા એ પ્રતિજ્ઞાનું દુઃખ ન સહન થાય ત્યારે તેની અવેજ (અવેજીમાં-બદલામાં)
વિષય પોષવા અર્થે તે અન્ય ઉપાય કરે છે, જેમકે – તરસ લાગે ત્યારે પાણી તો ન પીએ પણ
અન્ય અનેક પ્રકારના શીતલ ઉપચાર કરે છે, વા ઘી તો છોડે પણ અન્ય સ્નિગ્ધવસ્તુ ઉપાય
કરીને પણ ભક્ષણ કરે, એ પ્રમાણે અન્ય પણ જાણવું.
હવે જો પરીષહ સહ્યા જતા નથી તથા વિષયવાસના છૂટી નથી તો એવી પ્રતિજ્ઞા
શામાટે કરી કે સુગમ વિષય છોડી વિષમ વિષયના ઉપાય કરવા પડે! એવું કાર્ય શા માટે
કરો છો? ત્યાં તો ઊલટો રાગભાવ તીવ્ર થાય છે.
અથવા પ્રતિજ્ઞામાં દુઃખ થાય ત્યારે પરિણામ લગાવવા માટે કોઈ આલંબન વિચારે છે;
જેમ કોઈ ઉપવાસ કરી પછી ક્રીડા કરવા લાગે છે, કોઈ પાપી જુગારાદિ કુવ્યસનમાં લાગે
છે, તથા કોઈ સૂઈ રહેવા ઇચ્છે છે, એ એમ જાણે છે કે કોઈ પણ પ્રકારથી વખત પૂરો
કરવો. એ જ પ્રમાણે અન્ય પ્રતિજ્ઞામાં પણ સમજવું.
અથવા કોઈ પાપી એવા પણ છે કે પહેલાં તો પ્રતિજ્ઞા કરે પણ પછી તેનાથી દુઃખી
થાય ત્યારે તેને છોડી દે, પ્રતિજ્ઞા લેવી – મૂકવી એ તેને ખેલ માત્ર છે. પણ પ્રતિજ્ઞા ભંગ કરવાનું
તો મહાપાપ છે, એ કરતાં તો પ્રતિજ્ઞા ન લેવી જ ભલી છે.
એ પ્રમાણે પહેલાં તો વિચાર સિવાય પ્રતિજ્ઞા કરે અને પાછળથી એવી દશા થાય.
હવે જૈનધર્મમાં પ્રતિજ્ઞા ન લેવા બદલ દંડ તો છે નહિ, જૈનધર્મમાં તો એવો
ઉપદેશ છે કે – પહેલાં તત્ત્વજ્ઞાની થાય, પછી જેનો ત્યાગ કરે તેના દોષ ઓળખે;
ત્યાગ કરવાથી જે ગુણ થાય તેને જાણે અને પોતાના પરિણામોનો વિચાર કરે;
વર્તમાન પરિણામોના જ ભરોસે પ્રતિજ્ઞા ન કરી બેસે પરંતુ ભવિષ્યમાં તેનો નિર્વાહ
થતો જાણે તો પ્રતિજ્ઞા કરે, વળી શરીરની શક્તિ વા દ્રવ્ય – ક્ષેત્ર – કાળ – ભાવાદિકનો પણ વિચાર
કરે, આ પ્રમાણે વિચાર કર્યા પછી પ્રતિજ્ઞા કરવી યોગ્ય છે; તે પણ એવી પ્રતિજ્ઞા કરવી કે
જે પ્રતિજ્ઞા પ્રત્યે નિરાદરભાવ ન થાય પણ ચઢતાભાવ રહે, એવી જૈનધર્મની આમ્નાય છે.
પ્રશ્નઃ — ચાંડાળાદિકોએ પ્રતિજ્ઞા કરી તેમને આટલો બધો વિચાર ક્યાં હોય છે?