૨૪૬ ][ મોક્ષમાર્ગપ્રકાશક
સાચા ધર્મની તો આ આમ્નાય છે કે – જેટલા પોતાના રાગાદિક દૂર થયા હોય તે
અનુસાર જે પદમાં જે ધર્મક્રિયા સંભવે તે બધી અંગીકાર કરે, જો થોડા રાગાદિક મટ્યા હોય
તો નીચા જ પદમાં પ્રવર્તે, પરંતુ ઉચ્ચપદ ધરાવી નીચી ક્રિયા ન કરે.
પ્રશ્નઃ – સ્ત્રીસેવનાદિનો ત્યાગ ઉપરની પ્રતિમામાં કહ્યો છે તો નીચલી અવસ્થાવાળો
તેનો ત્યાગ કરે કે ન કરે?
ઉત્તરઃ — નીચલી અવસ્થાવાળો તેનો સર્વથા ત્યાગ કરી શકતો નથી, કોઈ દોષ લાગે
છે તેથી ઉપરની પ્રતિમામાં તેનો ત્યાગ કહ્યો છે, પણ નીચલી અવસ્થામાં જે પ્રકારથી ત્યાગ
સંભવે તેવો ત્યાગ નીચલી અવસ્થાવાળો પણ કરે, પરંતુ જે નીચલી અવસ્થામાં જે કાર્ય સંભવે
જ નહિ તેવો ત્યાગ કરવો તો કષાયભાવોથી જ થાય છે. જેમ કોઈ સાત વ્યસન તો સેવે
અને સ્વસ્ત્રીનો ત્યાગ કરે એ કેમ બને? જોકે સ્વસ્ત્રીનો ત્યાગ કરવો એ ધર્મ છે, તોપણ પહેલાં
સાત વ્યસનનો ત્યાગ થાય ત્યારે જ સ્વસ્ત્રીનો ત્યાગ કરવો યોગ્ય છે. એ જ પ્રમાણે અન્ય
પણ સમજવું.
વળી સર્વપ્રકારથી ધર્મના સ્વરૂપને નહિ જાણતા એવા કેટલાક જીવો, કોઈ ધર્મના
અંગને મુખ્ય કરી અન્ય ધર્મોને ગૌણ કરે છે. જેમ કોઈ જીવદયા ધર્મને મુખ્ય કરી પૂજા –
પ્રભાવનાદિ કાર્યોને ઉથાપે છે, કોઈ પૂજા – પ્રભાવનાદિ ધર્મને મુખ્ય કરી હિંસાદિકનો ભય
રાખતા નથી, કેટલાક તપની મુખ્યતા કરી આર્તધ્યાનાદિ કરીને પણ ઉપવાસાદિક કરે છે વા
પોતાને તપસ્વી માની નિઃશંક ક્રોધાદિક કરે છે, કેટલાક દાનની મુખ્યતા કરી ઘણાં પાપ કરીને
પણ ધન ઉપજાવી દાન આપે છે, કેટલાક આરંભત્યાગની મુખ્યતા કરી યાચના આદિ કરવા
લાગી જાય છે, તથા કેટલાક જીવહિંસા મુખ્ય કરી જળવડે સ્નાન – શૌચાદિક કરતા નથી વા
લૌકિક કાર્ય આવતાં ધર્મ છોડીને પણ ત્યાં લાગી જાય છે, ઇત્યાદિ પ્રકારથી કોઈ ધર્મને મુખ્ય
કરી અન્ય ધર્મને ગણતા નથી વા તેને આશ્રયે પાપ પણ આચરે છે. જેમ કોઈ અવિવેકી
વ્યાપારીને કોઈ વ્યાપારના નફા અર્થે અન્ય પ્રકારથી ઘણો તોટો થાય છે તેવું આ કાર્ય થયું.
જેમ વિવેકી વ્યાપારીનું પ્રયોજન નફો છે તેથી તે સર્વ વિચાર કરી જેમ નફો ઘણો
થાય તેમ કરે; તેમ જ્ઞાનીનું પ્રયોજન વીતરાગભાવ છે, તેથી તે સર્વ વિચાર કરી જેમ
વીતરાગભાવ ઘણો થાય તેમ કરે, કારણ કે મૂળધર્મ વીતરાગભાવ છે.
એ પ્રમાણે અવિવેકી જીવ અન્યથા ધર્મ અંગીકાર કરે છે તેથી તેમને તો સમ્યક્-
ચારિત્રનો આભાસ પણ હોતો નથી.
વળી કોઈ જીવ અણુવ્રત – મહાવ્રતાદિરૂપ યથાર્થ આચરણ કરે છે તથા આચરણાનુસાર
જ પરિણામ છે, કોઈ માયા – લોભાદિક અભિપ્રાય નથી; એને ધર્મ જાણી મોક્ષ અર્થે તેનું સાધન