સાતમો અધિકારઃ જૈનમતાનુયાયી મિથ્યાદ્રષ્ટિઓનું સ્વરૂપ ][ ૨૪૭
કરે છે, કોઈ સ્વર્ગાદિકના ભોગોની ઇચ્છા રાખતો નથી, પરંતુ પ્રથમ તત્ત્વજ્ઞાન ન થયેલું
હોવાથી પોતે તો જાણે છે કે ‘હું મોક્ષનું સાધન કરું છું’ પણ મોક્ષનું સાધન જે છે તેને જાણતો
પણ નથી. કેવળ સ્વર્ગાદિકનું જ સાધન કરે છે. સાકરને અમૃત જાણી ભક્ષણ કરે છે પણ
તેથી અમૃતનો ગુણ તો ન થાય; પોતાની પ્રતીતિ અનુસાર ફળ થતું નથી પણ જેવું સાધન
કરે છે તેવું જ ફળ લાગે છે.
શાસ્ત્રમાં એમ કહ્યું છે કે – ચારિત્રમાં જે ‘सम्यक्’ પદ છે, તે અજ્ઞાનપૂર્વકના આચરણની
નિવૃત્તિ અર્થે છે, માટે પહેલાં તત્ત્વજ્ઞાન થાય તે પછી ચારિત્ર હોય તે જ સમ્યક્ચારિત્ર
નામ પામે છે. જેમ કોઈ ખેડૂત બીજ તો વાવે નહિ અને અન્ય સાધન કરે તો તેને અન્ન
પ્રાપ્તિ ક્યાંથી થાય? ઘાસફૂસ જ થાય; તેમ અજ્ઞાની તત્ત્વજ્ઞાનનો તો અભ્યાસ કરે નહિ અને
અન્ય સાધન કરે તો મોક્ષપ્રાપ્તિ ક્યાંથી થાય? દેવપદાદિક જ થાય.
તેમાં કેટલાક જીવ તો એવા છે કે જેઓ તત્ત્વાદિકનાં નામ પણ બરાબર જાણતા નથી
અને માત્ર વ્રતાદિકમાં જ પ્રવર્તે છે, તથા કેટલાક જીવ એવા છે કે જેઓ પૂર્વોક્ત પ્રકારે
સમ્યગ્દર્શન – જ્ઞાનનું અયથાર્થ સાધન કરી વ્રતાદિકમાં પ્રવર્તે છે; જો કે તેઓ વ્રતાદિક યથાર્થ
આચરે છે તોપણ યથાર્થ શ્રદ્ધાન – જ્ઞાન વિના તેમનું સર્વ આચરણ મિથ્યાચારિત્ર જ છે.
શ્રી સમયસાર – કળશમાં પણ કહ્યું છે કે —
क्लिश्यंतां स्वयमेव दुष्करतरैर्मोक्षोन्मुखैः कर्मभिः
क्लिश्यतां च परे महाव्रततपोभारेण भग्नाश्चिरम् ।
साक्षान्मोक्ष इदं निरामयपदं संवेद्यमानं स्वयं
ज्ञानं ज्ञानगुणं बिना कथमपि प्राप्तुं क्षमंते न हि ।।१४२।।
અર્થઃ — કોઈ મોક્ષથી પરાઙ્મુખ એવા અતિ દુસ્તર પંચાગ્નિતપનાદિ કાર્યવડે પોતે જ
ક્લેશ કરે છે તો કરો, તથા અન્ય કેટલાક જીવ મહાવ્રત અને તપના ભારથી ઘણા કાળ સુધી
ક્ષીણ થઈને ક્લેશ કરે છે તો કરો, પરંતુ આ સાક્ષાત્ મોક્ષસ્વરૂપ સર્વ રોગરહિતપદ આપોઆપ
અનુભવમાં આવે એવો જ્ઞાનસ્વભાવ તે તો જ્ઞાનગુણવિના અન્ય કોઈપણ પ્રકારથી પામવાને
સમર્થ નથી.
વળી પંચાસ્તિકાયમાં જ્યાં અંતમાં વ્યવહારાભાસવાળાઓનું કથન કર્યું૧ છે, ત્યાં તેર
१. अथ ये तु केवलव्यवहारावलम्बिनस्ते खलु भिन्नसाध्यसाधनभावावलोकनेनाऽनवरतं नितरां
खिद्यमाना मुहुर्मुहुर्धर्मादिश्रद्धानरुपाध्यवसायानुस्यूतचेतसः, प्रभूतश्रुतसंस्काराधिरोपितविचित्रविकल्पजालकल्माषित-
चैतन्य-वृत्तयः, समस्तयतिवृत्तसमुदायरुपतपःप्रवृत्तिरुपकर्मकाण्डोड्डमराचलिताः, कदाचित्किञ्चिद्रोचमानाः,
कदाचि-त्किङ्चिद्विकल्पयन्तः कदाचित्किञ्चिदाचरन्तः, दर्शनाचरणाय कदाचित्प्रशाम्यन्तः कदाचित्संविजमानः,