સાતમો અધિકારઃ જૈનમતાનુયાયી મિથ્યાદ્રષ્ટિઓનું સ્વરૂપ ][ ૨૪૯
તથા શ્રી પ્રવચનસારમાં પણ આત્મજ્ઞાનશૂન્ય સંયમભાવ અકાર્યકારી કહ્યો છે.
વળી એ જ ગ્રંથોમાં વા અન્ય પરમાત્મપ્રકાશાદિ શાસ્ત્રોમાં એ પ્રયોજન અર્થે ઠામ ઠામ
નિરૂપણ છે.
માટે પહેલાં તત્ત્વજ્ઞાન થયા પછી જ આચરણ કાર્યકારી છે.
અહીં કોઈ એમ જાણે કે – એ બાહ્યથી તો અણુવ્રત મહાવ્રતાદિ સાધે છે? પણ જ્યાં
અંતરંગપરિણામ નથી વા સ્વર્ગાદિની વાંચ્છાથી સાધે છે એવી સાધના કરતાં તો પાપબંધ થાય;
દ્રવ્યલિંગી મુનિ અંતિમ ગ્રૈવેયક સુધી જાય છે તથા પંચપરાવર્તનોમાં એકત્રીસ સાગર સુધીની
દેવાયુની પ્રાપ્તિ અનંતવાર થવી લખી છે, હવે એવાં ઉચ્ચપદ તો ત્યારે જ પામે કે જ્યારે અંતરંગ
પરિણામપૂર્વક મહાવ્રત પાળે, મહામંદકષાયી હોય, આ લોક – પરલોકના ભોગાદિની ઇચ્છારહિત
હોય, તથા કેવળ ધર્મબુદ્ધિથી મોક્ષાભિલાષી બની સાધન સાધે. એટલા માટે દ્રવ્યલિંગીને સ્થૂલ
અન્યથાપણું તો છે નહિ, પણ સૂક્ષ્મ અન્યથાપણું છે તે સમ્યગ્દ્રષ્ટિને ભાસે છે.
હવે તેને ધર્મસાધન કેવાં છે તથા તેમાં અન્યથાપણું કેવી રીતે છે.
તે અહીં કહીએ છીએઃ —
✾ દ્રવ્યલિંગીના ધાર્મસાધાનમાં અન્યથાપણું ✾
પ્રથમ તો સંસારમાં નરકાદિકનાં દુઃખ જાણી તથા સ્વર્ગાદિમાં પણ જન્મ – મરણાદિનાં
દુઃખ જાણી સંસારથી ઉદાસ થઈ તે મોક્ષને ઇચ્છે છે. હવે એ દુઃખોને તો બધાય દુઃખ જાણે
છે, પણ ઇંદ્ર – અહમિંદ્રાદિક વિષયાનુરાગથી ઇન્દ્રિયજનિત સુખ ભોગવે છે તેને પણ દુઃખ જાણી
નિરાકુળ સુખઅવસ્થાને ઓળખીને જે મોક્ષને ચાહે છે તે જ સમ્યગ્દ્રષ્ટિ જાણવો.
વળી વિષયસુખાદિનાં ફળ નરકાદિક છે, શરીર અશુચિમય અને વિનાશીક છે, પોષણ
કરવા યોગ્ય નથી, તથા કુટુંબાદિક સ્વાર્થનાં સગાં છે, ઇત્યાદિ પરદ્રવ્યોનો દોષ વિચારી તેનો
તો ત્યાગ કરે છે; તથા વ્રતાદિનું ફળ સ્વર્ગ – મોક્ષ છે, તપશ્ચરણાદિ પવિત્ર અવિનાશી ફળના
આપનાર છે. એ વડે શરીર શોષવા યોગ્ય છે તથા દેવ – ગુરુ – શાસ્ત્રાદિ હિતકારી છે. ઇત્યાદિ
છે તેઓ જ્ઞાનદર્શનચારિત્રગર્ભિત જ્ઞાનચેતનાને કોઈપણ કાળમાં પામતા નથી. તેઓ માત્ર ઘણા પુણ્યાચરણના
ભારથી ગર્ભિત ચિત્તવૃત્તિને જ ધારી રહ્યા છે. એવા જે કેવલ માત્ર વ્યવહારાવલંબી મિથ્યાદ્રષ્ટિ જેવા
સ્વર્ગલોકાદિક ક્લેશપ્રાપ્તિની પરંપરાને અનુભવ કરતા થકા પોતાની શુદ્ધ પરમકળાના અભાવથી દીર્ઘર્કાળ
સુધી માત્ર સંસારપરિભ્રમણ કરતા રહેશે યથાઃ —
चरणकरणप्पहाणा ससमयपरमत्थमुक्कवावारा
चरणकरणस्स सारं णिच्छयसुद्धं ण जाणंति ।
(શ્રી પંચાસ્તિકાય ગાથા-૧૭૨ની વ્યાખ્યામાંથી.) સંગ્રાહક – અનુવાદક.