સાતમો અધિકારઃ જૈનમતાનુયાયી મિથ્યાદ્રષ્ટિઓનું સ્વરૂપ ][ ૨૫૧
અર્થઃ — જે જીવ મિથ્યાઅંધકારથી વ્યાપ્ત બની પોતાને પર્યાયાશ્રિત ક્રિયાનો કર્તા માને
છે તે જીવ મોક્ષાભિલાષી હોવા છતાં જેમ અન્યમતી સામાન્ય મનુષ્યોનો મોક્ષ થતો નથી તેમ
તેને મોક્ષ થતો નથી; કારણ કેેેેેે – કર્તાપણાના શ્રદ્ધાનની (બંનેમાં) સમાનતા છે.
વળી એ રીતે પોતે કર્તા બની શ્રાવકધર્મ વા મુનિધર્મની ક્રિયામાં નિરંતર મન – વચન –
કાયની પ્રવૃત્તિ રાખે છે, જેમ તે ક્રિયાઓમાં ભંગ ન થાય તેમ પ્રવર્તે છે, પણ એવા ભાવ
તો સરાગ છે, અને ચારિત્ર તો વીતરાગભાવરૂપ છે, માટે એવા સાધનને મોક્ષમાર્ગ માનવો
એ મિથ્યાબુદ્ધિ છે.
પ્રશ્નઃ – ત્યારે સરાગ અને વીતરાગ ભેદથી બે પ્રકારે ચારિત્ર કહ્યું છે, તે કેવી રીતે?
ઉત્તરઃ — જેમ ચાવલ બે પ્રકારે છે – એક તો ફોતરાં રહિત અને બીજા ફોતરાં સહિત.
હવે ત્યાં એમ જાણવું કે – ફોતરાં છે તે ચાવલનું સ્વરૂપ નથી પણ ચાવલમાં દોષ છે. હવે
કોઈ ડાહ્યો માણસ ફોતરાં સહિત ચાવલનો સંગ્રહ કરતો હતો, તેને જોઈ કોઈ ભોળો મનુષ્ય
ફોતરાંને જ ચાવલ માની સંગ્રહ કરે તો તે નિરર્થક ખેદખિન્ન જ થાય; તેમ ચારિત્ર બે પ્રકારથી
છે — એક તો સરાગ છે તથા એક વીતરાગ છે, ત્યાં એમ જાણવું કે – રાગ છે તે ચારિત્રનું
સ્વરૂપ નથી પણ ચારિત્રમાં દોષ છે. હવે કેટલાક જ્ઞાની પ્રશસ્ત રાગસહિત ચારિત્ર ધારે છે
તેને દેખી કોઈ અજ્ઞાની પ્રશસ્ત રાગને જ ચારિત્ર માની સંગ્રહ કરે તો તે નિરર્થક ખેદખિન્ન
જ થાય.
શંકાઃ — પાપક્રિયા કરતાં તીવ્રરાગાદિક થતા હતા, હવે આ ક્રિયાઓ કરતાં મંદરાગ
થયો, તેથી જેટલા અંશ રાગભાવ ઘટ્યો તેટલા અંશ તો ચારિત્ર કહો, તથા જેટલા અંશ રાગ
રહ્યો છે તેટલા અંશ રાગ કહો! એ પ્રમાણે તેને સરાગચારિત્ર સંભવે છે.
સમાધાનઃ — જો તત્ત્વજ્ઞાનપૂર્વક એ પ્રમાણે હોય તો તો જેમ કહો છો તેમ જ છે,
પરંતુ તત્ત્વજ્ઞાન વિના ઉત્કૃષ્ટ આચરણ હોવા છતાં પણ અસંયમ નામ જ પામે છે, કારણ
કે – રાગભાવ કરવાનો અભિપ્રાય મટતો નથી એ જ અહીં દર્શાવીએ છીએ —
✾ દ્રવ્યલિંગીના અભિપ્રાયનું અયથાર્થપણું ✾
દ્રવ્યલિંગી મુનિ રાજ્યાદિક છોડી નિર્ગ્રંથ થાય છે, અઠ્ઠાવીસ મૂળગુણોને પાળે છે, ઉગ્ર
ઉગ્ર અનશનાદિ ઘણું તપ કરે છે, ક્ષુધાદિક બાવીસ પરિષહોને સહન કરે છે, શરીરના ખંડખંડ
થતાં પણ વ્યગ્ર થતો નથી, વ્રતભંગનાં અનેક કારણો મળે તોપણ દ્રઢ રહે છે, કોઈથી ક્રોધ
કરતો નથી, એવા સાધનનું માન કરતો નથી, એવા સાધનમાં તેને કોઈ કપટ પણ નથી, તથા
એ સાધનવડે આ લોક – પરલોકના વિષયસુખને તે ઇચ્છતો પણ નથી, એવી તેની દશા થઈ
છે. જો એવી દશા ન હોય તો તે ગ્રૈવેયક સુધી કેવી રીતે પહોંચે? છતાં તેને શાસ્ત્રમાં