સાતમો અધિકારઃ જૈનમતાનુયાયી મિથ્યાદ્રષ્ટિઓનું સ્વરૂપ ][ ૨૫૩
શરીરાદિકની અવસ્થાને ભિન્ન ઓળખતો નથી. એ જ પ્રમાણે તે નાના પ્રકારના વ્યવહાર
વિચારોથી પરીષહાદિક સહન કરે છે.
વળી તેણે રાજ્યાદિ વિષયસામગ્રીનો ત્યાગ કર્યો છે તથા ઇષ્ટ ભોજનાદિકનો ત્યાગ
કર્યા કરે છે, તે તો જેમ કોઈ દાહજ્વરવાળો વાયુ થવાના ભયથી શીતળ વસ્તુના સેવનનો
ત્યાગ કરે છે, પરંતુ જ્યાંસુધી તેને શીતળ વસ્તુનું સેવન રુચે છે ત્યાંસુધી તેને દાહનો અભાવ
કહેતા નથી; તેમ રાગસહિત જીવ નરકાદિના ભયથી વિષયસેવનનો ત્યાગ કરે છે, પરંતુ
જ્યાંસુધી તેને વિષયસેવન રુચે છે ત્યાંસુધી તેને રાગનો અભાવ કહેતા નથી. જેમ અમૃતના
આસ્વાદી દેવને અન્ય ભોજન સ્વયં રુચતાં નથી, તેમ જ તેને નિજરસના આસ્વાદથી
વિષયસેવનની અરુચિ થઈ નથી. એ પ્રમાણે ફળાદિકની અપેક્ષાએ પરીષહસહનાદિકને તે સુખનાં
કારણ જાણે છે તથા વિષયસેવનાદિકને દુઃખનાં કારણ જાણે છે.
વળી વર્તમાનમાં પરીષહસહનાદિથી દુઃખ થવું માને છે તથા વિષયસેવનાદિકથી સુખ
માને છે; હવે જેનાથી સુખ – દુઃખ થવું માનવામાં આવે તેમાં ઇષ્ટ – અનિષ્ટબુદ્ધિથી રાગ-દ્વેષરૂપ
અભિપ્રાયનો અભાવ થતો નથી, અને જ્યાં રાગ – દ્વેષ છે ત્યાં ચારિત્ર હોય નહિ, તેથી આ
દ્રવ્યલિંગી વિષયસેવન છોડી તપશ્ચરણાદિક કરે છે તોપણ તે અસંયમી જ છે. સિદ્ધાંતમાં
અસંયત અને દેશસંયત – સમ્યગ્દ્રષ્ટિ કરતાં પણ તેને હીન કહ્યો છે કેમકે તેને તો ચોથું – પાંચમું
ગુણસ્થાન છે ત્યારે આને પહેલું જ ગુણસ્થાન છે.
શંકાઃ — અસંયત – દેશસંયત સમ્યગ્દ્રષ્ટિને કષાયોની પ્રવૃત્તિ વિશેષ છે અને દ્રવ્યલિંગી
મુનિને થોડી છે તેથી અસંયત વા દેશસંયત સમ્યગ્દ્રષ્ટિ તો સોળમા સ્વર્ગ સુધી જ જાય છે,
ત્યારે દ્રવ્યલિંગી મુનિ અંતિમગ્રૈવેયક સુધી જાય છે માટે ભાવલિંગીમુનિથી તો આ દ્રવ્યલિંગીને
હીન કહો, પણ અસંયત – દેશસંયત સમ્યગ્દ્રષ્ટિથી તેને હીન કેમ કહેવાય?
સમાધાનઃ — અસંયત – દેશસંયત સમ્યગ્દ્રષ્ટિને કષાયોની પ્રવૃત્તિ તો છે પરંતુ શ્રદ્ધાનમાં
તેને કોઈપણ કષાય કરવાનો અભિપ્રાય નથીેેેેેે. અને દ્રવ્યલિંગીને શુભકષાય કરવાનો અભિપ્રાય
હોય છે, શ્રદ્ધાનમાં તેને ભલો જાણે છે. માટે શ્રદ્ધાન અપેક્ષાએ અસંયતસમ્યગ્દ્રષ્ટિથી પણ તેને
અધિક કષાય છે.
વળી દ્રવ્યલિંગીને યોગોની પ્રવૃત્તિ શુભરૂપ ઘણી હોય છે, અને અઘાતિકર્મોમાં પુણ્ય –
પાપબંધનો ભેદ શુભ – અશુભયોગોના અનુસારે છે માટે તે અંતિમગ્રૈવેયક સુધી પહોંચે છે પણ
એ કાંઈ કાર્યકારી નથી, કારણ કે – અઘાતિકર્મ કાંઈ આત્મગુણનાં ઘાતક નથી, તેના ઉદયથી
ઊંચા – નીચાં પદ પામે તો તેથી શું થયું? એ તો બાહ્યસંયોગમાત્ર સંસારદશાના સ્વાંગ છે, અને
પોતે તો આત્મા છે માટે આત્મગુણનાં ઘાતક જે ઘાતિકર્મ છે તેનું હીનપણું કાર્યકારી છે.
હવે ઘાતિકર્મોનો બંધ બાહ્યપ્રવૃત્તિ અનુસાર નથી પણ અંતરંગ કષાયશક્તિ અનુસાર