૨૫૬ ][ મોક્ષમાર્ગપ્રકાશક
ઘડાને માટીનો ઘડો નિરૂપણ કરીએ તે નિશ્ચયનય તથા ઘૃત સંયોગના ઉપચારથી તેને જ ઘૃતનો
ઘડો કહીએ તે વ્યવહારનય છે, એ જ પ્રમાણે અન્ય ઠેકાણે પણ સમજવું.
માટે તું કોઈને નિશ્ચય માને તથા કોઈને વ્યવહાર માને એ ભ્રમ છે.
વળી તારા માનવામાં પણ નિશ્ચય – વ્યવહારને પરસ્પર વિરોધ આવ્યો, જો તું પોતાને
સિદ્ધ સમાન શુદ્ધ માને છે તો વ્રતાદિક શા માટે છે? તથા વ્રતાદિકના સાધનવડે સિદ્ધ થવા
ઇચ્છે છે તો વર્તમાનમાં શુદ્ધ આત્માનો અનુભવ મિથ્યા થયો.
એ પ્રમાણે બંને નયોને પરસ્પર વિરોધ છે, માટે બંને નયોનું ઉપાદેયપણું તો બનતું નથી.
પ્રશ્નઃ — શ્રી સમયસારાદિમાં શુદ્ધ આત્માના અનુભવને નિશ્ચય કહ્યો છે તથા
વ્રત – તપ – સંયમાદિકને વ્યવહાર કહ્યો છે અને અમે પણ એમ જ માનીએ છીએ?
ઉત્તરઃ — શુદ્ધ આત્માનો અનુભવ તે સાચો મોક્ષમાર્ગ છે તેથી તેને નિશ્ચય કહ્યો છે.
હવે અહીં સ્વભાવથી અભિન્ન અને પરભાવથી ભિન્ન એવો શુદ્ધ શબ્દનો અર્થ જાણવો, પણ
સંસારીને સિદ્ધ માનવો એવો ભ્રમરૂપ શુદ્ધ શબ્દનો અર્થ ન જાણવો.
વળી વ્રત – તપાદિ મોક્ષમાર્ગ નથી પણ નિમિત્તાદિની અપેક્ષાએ ઉપચારથી તેને મોક્ષમાર્ગ
કહીએ છીએ તેથી તેને વ્યવહાર કહ્યો; એ પ્રમાણે ભૂતાર્થ – અભૂતાર્થ મોક્ષમાર્ગપણાવડે તેને
નિશ્ચય – વ્યવહાર કહ્યા છે, એમ જ માનવું. પણ એ બંને જ સાચા મોક્ષમાર્ગ છે અને એ
બંનેને ઉપાદેય માનવા એ તો મિથ્યાબુદ્ધિ જ છે.
પ્રશ્નઃ — શ્રદ્ધાન તો નિશ્ચયનું રાખીએ છીએ તથા પ્રવૃત્તિ વ્યવહારરૂપ રાખીએ
છીએ, એ પ્રમાણે એ બંને નયોને અમે અંગીકાર કરીએ છીએ?
ઉત્તરઃ — એમ પણ બનતું નથી, કારણ કે – નિશ્ચયનું નિશ્ચયરૂપ તથા વ્યવહારનું
વ્યવહારરૂપ શ્રદ્ધાન કરવું યોગ્ય છે. પણ એક જ નયનું શ્રદ્ધાન થતાં તો એકાંતમિથ્યાત્વ થાય
છે; વળી પ્રવૃત્તિમાં નયનું પ્રયોજન જ નથી; કારણ કે – પ્રવૃત્તિ તો દ્રવ્યની પરિણતિ છે, ત્યાં
૧જે દ્રવ્યની પરિણતિ હોય તેને તેની જ પ્રરૂપણ કરીએ તે નિશ્ચયનય તથા તેને જ
અન્ય દ્રવ્યની પ્રરૂપીએ તે વ્યવહારનય — એ પ્રમાણે અભિપ્રાયાનુસાર પ્રરૂપણથી તે
પ્રવૃત્તિમાં બંને નય બને છે પણ કાંઈ પ્રવૃત્તિ જ તો નયરૂપ છે નહિ. તેથી એ પ્રમાણે પણ
બંને નયોનું ગ્રહણ માનવું મિથ્યા છે.
પ્રશ્નઃ — તો શું કરીએ?
ઉત્તરઃ — નિશ્ચયનયવડે જે નિરૂપણ કર્યું હોય તેને તો સત્યાર્થ માની તેનું શ્રદ્ધાન
૧. સમયસાર ગા. ૫૬ની ટીકા. ઉપરથી