સાતમો અધિકારઃ જૈનમતાનુયાયી મિથ્યાદ્રષ્ટિઓનું સ્વરૂપ ][ ૨૫૭
અંગીકાર કરવું તથા વ્યવહારનયવડે જે નિરૂપણ કર્યું હોય તેને અસત્યાર્થ માની તેનું શ્રદ્ધાન
છોડવું. શ્રી સમયસાર – કળશમાં પણ એ જ કહ્યું છે કે —
सर्वत्राध्यवसानमेवमखिलं त्याज्यं यदुक्तं जिनै –
स्तन्मन्ये व्यवहार एव निखिलोऽप्यन्याश्रयस्त्याजितः ।
सम्यग्निश्चयमेकमेव तदमी निष्कंपमाक्रम्य किं
शुद्धज्ञानघने महिम्नि न निजे बध्नंति संतो धृतिम् ।।१७३।।
અર્થઃ — જેથી બધાય હિંસાદિ વા અહિંસાદિમાં અધ્યવસાય છે તે બધા જ છોડવા —
એવું શ્રી જિનદેવે કહ્યું છે; તેથી હું એમ માનું છું કે – જે પરાશ્રિત વ્યવહાર છે તે સઘળો
જ છોડાવ્યો છે તો સત્પુરુષ એક પરમ નિશ્ચયને જ ભલા પ્રકારે નિષ્કમ્પપણે અંગીકાર કરી
શુદ્ધ જ્ઞાનઘનરૂપ નિજ મહિમામાં સ્થિતિ કેમ કરતા નથી?
ભાવાર્થઃ — અહીં વ્યવહારનો તો ત્યાગ કરાવ્યો છે; માટે નિશ્ચયને અંગીકાર કરી
નિજમહિમારૂપ પ્રવર્તવું યુક્ત છે.
વળી ષટ્પાહુડમાં પણ કહ્યું છે કે —
जो सुत्तो ववहारे सो जोई जग्गए सकज्जम्मि;
जो जग्गदि ववहारे सो सुत्तो अप्पणो कज्जे ।।३१।। (મોક્ષપાહુડ)
અર્થઃ — જે વ્યવહારમાં સૂતા છે તે યોગી પોતાના કાર્યમાં જાગે છે તથા જે
વ્યવહારમાં જાગે છે તે પોતાના કાર્યમાં સૂતા છે.
માટે વ્યવહારનયનું શ્રદ્ધાન છોડી નિશ્ચયનયનું શ્રદ્ધાન કરવું યોગ્ય છે.
વ્યવહારનય સ્વદ્રવ્ય – પરદ્રવ્યને વા તેના ભાવોને વા કારણ – કાર્યાદિને કોઈના
કોઈમાં મેળવી નિરૂપણ કરે છે માટે એવા જ શ્રદ્ધાનથી મિથ્યાત્વ છે તેથી તેનો
ત્યાગ કરવો, વળી નિશ્ચયનય તેને જ યથાવત્ નિરૂપણ કરે છે તથા કોઈને કોઈમાં મેળવતો
નથી, તેથી એવા જ શ્રદ્ધાનથી સમ્યક્ત્વ થાય છે માટે તેનું શ્રદ્ધાન કરવું.
પ્રશ્નઃ — જો એમ છે તો જિનમાર્ગમાં બંને નયોનું ગ્રહણ કરવું કહ્યું છે તેનું
શું કારણ?
ઉત્તરઃ — જિનમાર્ગમાં કોઈ ઠેકાણે તો નિશ્ચયનયની મુખ્યતાસહિત વ્યાખ્યાન
છે તેને તો ‘‘સત્યાર્થ એમ જ છે’’ એમ જાણવું. તથા કોઈ ઠેકાણે વ્યવહારનયની
મુખ્યતાસહિત વ્યાખ્યાન છે તેને ‘‘એમ નથી પણ નિમિત્તાદિની અપેક્ષાએ આ