Moksha Marg Prakashak (Gujarati).

< Previous Page   Next Page >


Page 248 of 370
PDF/HTML Page 276 of 398

 

background image
૨૫૮ ][ મોક્ષમાર્ગપ્રકાશક
ઉપચાર કર્યો છે’’ એમ જાણવું, અને એ પ્રમાણે જાણવાનું નામ જ બંને નયોનું
ગ્રહણ છે. પણ બંને નયોના વ્યાખ્યાનને સમાન સત્યાર્થ જાણી ‘‘આ પ્રમાણે પણ
છે તથા આ પ્રમાણે પણ છે’’ એવા ભ્રમરૂપ પ્રવર્તવાથી તો બંને નયો ગ્રહણ કરવા
કહ્યા નથી.
પ્રશ્નઃજો વ્યવહારનય અસત્યાર્થ છે તો જિનમાર્ગમાં તેનો ઉપદેશ શામાટે
આપ્યો? એક નિશ્ચયનયનું જ નિરૂપણ કરવું હતું?
ઉત્તરઃએવો જ તર્ક શ્રી સમયસારમાં કર્યો છે ત્યાં આ ઉત્તર આપ્યો છે કે
जह णवि सक्कमणज्जो अणज्जभासं विणा उ गाहेदुं
तह ववहारेण विणा परमत्थुवदेसणमसक्कं ।।।।
અર્થઃજેમ અનાર્યમલેચ્છને મલેચ્છભાષા વિના અર્થ ગ્રહણ કરાવવા કોઈ સમર્થ
નથી, તેમ વ્યવહાર વિના પરમાર્થનો ઉપદેશ અશક્ય છ તેથી વ્યવહારનો ઉપદેશ છે.
વળી એ જ સૂત્રની વ્યાખ્યામાં એમ કહ્યું છે કેएवं मलेच्छभाषास्थानीयत्वेन परमार्थ-
प्रतिपादकत्वादुपन्यसनीयोऽथ च ब्राह्मणो न म्लेच्छितव्य इति वचनाद्वयवहारनयो नानुसर्त्तव्यः।
એ પ્રમાણે નિશ્ચયને અંગીકાર કરવા માટે વ્યવહારવડે ઉપદેશ આપીએ છીએ પણ
વ્યવહારનય છે તે અંગીકાર કરવા યોગ્ય નથી.
પ્રશ્નઃવ્યવહાર વિના, નિશ્ચયનો ઉપદેશ ન હોઈ શકે તો વ્યવહારનયને કેમ
અંગીકાર ન કરવો?
ઉત્તરઃનિશ્ચયનયથી તો આત્મા પરદ્રવ્યથી ભિન્ન અને સ્વભાવોથી
અભિન્ન સ્વયંસિદ્ધ વસ્તુ છે; તેને જે ન ઓળખતો હોય તેને એમ જ કહ્યા કરીએ તો
તે સમજે નહિ ત્યારે તેને સમજાવવા વ્યવહારનયથી શરીરાદિક પરદ્રવ્યોની સાપેક્ષતાવડે નર,
નારકી, પૃથ્વીકાયાદિરૂપ જીવના ભેદ કર્યા, એટલે મનુષ્ય જીવ છે, નારકી જીવ છે ઇત્યાદિ
પ્રકારસહિત તેને જીવની ઓળખાણ થઈ.
અથવા અભેદવસ્તુમાં ભેદ ઉપજાવી જ્ઞાનદર્શનાદિ ગુણપર્યાયરૂપ જીવના ભેદ કર્યા,
ત્યારે આ જાણવાવાળો જીવ છે, દેખવાવાળો જીવ છે, ઇત્યાદિ પ્રકારસહિત તેને જીવની
ઓળખાણ થઈ.
વળી નિશ્ચયથી વીતરાગભાવ મોક્ષમાર્ગ છે, તેને જે ન ઓળખે તેને એમ જ કહ્યા
કરીએ તો તે સમજે નહિ, ત્યારે તેને સમજાવવા વ્યવહારનયથી, તત્ત્વશ્રદ્ધાનજ્ઞાનપૂર્વક