૨૬૬ ][ મોક્ષમાર્ગપ્રકાશક
તથા જે જ્ઞેયતત્ત્વ છે તેની પણ પરીક્ષા થઈ શકે તો કરે; નહિ તો તે અનુમાન કરે કે –
જેણે હેય – ઉપાદેયતત્ત્વ જ અન્યથા નથી કહ્યાં તે જ્ઞેયતત્ત્વ અન્યથા શા માટે કહે? જેમ કોઈ
પ્રયોજનરૂપ કાર્યોમાં પણ જૂઠ ન બોલે તે અપ્રયોજનરૂપ જૂઠ શા માટે બોલે? માટે જ્ઞેયતત્ત્વોનું
સ્વરૂપ પરીક્ષાવડે વા આજ્ઞાવડે પણ જાણવું, છતાં તેનો યથાર્થ ભાવ ન ભાસે તોપણ દોષ નથી.
એટલા જ માટે જૈનશાસ્ત્રમાં જ્યાં તત્ત્વાદિકનું નિરૂપણ કર્યું છે ત્યાં તો હેતુ – યુક્તિ
આદિવડે જેમ તેને અનુમાનાદિવડે પ્રતીતિ થાય તેમ કથન કર્યું. તથા ત્રિલોક, ગુણસ્થાન, માર્ગણા
અને પુરાણાદિનું કથન આજ્ઞાનુસાર કર્યું એટલા માટે હેય – ઉપાદેય તત્ત્વોની પરીક્ષા કરવી
યોગ્ય છે.
ત્યાં જીવાદિ દ્રવ્યો વા તત્ત્વોને તથા સ્વ – પરને પીછાણવાં, ત્યાગવાયોગ્ય મિથ્યાત્વ-
રાગાદિક તથા ગ્રહણ કરવા યોગ્ય સમ્યગ્દર્શનાદિકનું સ્વરૂપ પીછાણવું તથા નિમિત્ત –
નૈમિત્તિકાદિકને જેમ છે તેમ પીછાણવાં, ઇત્યાદિ જેને જાણવાથી મોક્ષમાર્ગમાં પ્રવૃત્તિ થાય છે
તેને અવશ્ય જાણવાં, તેની તો પરીક્ષા કરવી, સામાન્યપણે કોઈ હેતુ – યુક્તિવડે તેને જાણવાં,
પ્રમાણ – નયોવડે જાણવાં, વા નિર્દેશ – સ્વામિત્વાદિવડે વા સત્ – સંખ્યાદિવડે તેના વિશેષો જાણવા,
અર્થાત્ જેવી બુદ્ધિ હોય અને જેવું નિમિત્ત બને તે પ્રમાણે તેને સામાન્ય – વિશેષરૂપ ઓળખવા.
તથા એ જાણવાના ઉપકારી ગુણસ્થાન – માર્ગણાદિક, પુરાણાદિક વા વ્રતાદિક ક્રિયાદિકનું પણ
જાણવું યોગ્ય છે. ત્યાં જેની પરીક્ષા થઈ શકે તેની પરીક્ષા કરવી, ન થઈ શકે તેનું આજ્ઞાનુસાર
જાણપણું કરવું.
એ પ્રમાણે તેને જાણવા અર્થે કોઈ વખત પોતે જ વિચાર કરે છે, કોઈ વખત શાસ્ત્ર
વાંચે છે, કોઈ વખત સાંભળે છે, કોઈ વખત અભ્યાસ કરે છે તથા કોઈ વખત પ્રશ્નોત્તર
કરે છે, ઇત્યાદિરૂપ પ્રવર્તે છે, પોતાનું કાર્ય કરવાનો તેને ઘણો હર્ષ છે તેથી અંતરંગ પ્રીતિથી
તેનું સાધન કરે છે. એ પ્રમાણે સાધન કરતાં જ્યાંસુધી સાચું તત્ત્વજ્ઞાન ન થાય,
૧. ‘આ આમ જ છે’ એવી પ્રતીતિસહિત જીવાદિતત્ત્વોનું સ્વરૂપ પોતાને ન ભાસે,
૨. જેવી પર્યાયમાં અહંબુદ્ધિ છે તેવી કેવળ આત્મામાં અહંબુદ્ધિ ન થાય, ૩. અને
હિત – અહિતરૂપ પોતાના ભાવો છે, તેને ન ઓળખે ત્યાંસુધી તે સમ્યક્ત્વસન્મુખ –
મિથ્યાદ્રષ્ટિ છે. આવો જીવ થોડા જ કાળમાં સમ્યક્ત્વને પ્રાપ્ત થશે. આ જ ભવમાં
વા અન્ય પર્યાયમાં સમ્યક્ત્વને પામશે.
આ ભવમાં અભ્યાસવડે પરલોકમાં તિર્યંચાદિ ગતિમાં પણ જાય તો ત્યાં આ સંસ્કારના
બળથી દેવ – ગુરુ – શાસ્ત્રના નિમિત્ત વિના પણ તેને સમ્યક્ત્વ થઈ જાય છે. કારણ કે – એના
અભ્યાસના બળથી મિથ્યાકર્મનો અનુભાગ (રસ) ઓછો થાય છે. જ્યાં તેનો ઉદય ન થાય
ત્યાં જ સમ્યક્ત્વ થઈ જાય છે.