સાતમો અધિકારઃ જૈનમતાનુયાયી મિથ્યાદ્રષ્ટિઓનું સ્વરૂપ ][ ૨૬૭
એવો અભ્યાસ જ મૂળ કારણ છે. દેવાદિકનું તો બાહ્યનિમિત્ત છે. હવે મુખ્યપણે
તો તેના નિમિત્તથી જ સમ્યક્ત્વ થાય છે અને તારતમ્યતાથી પૂર્વ અભ્યાસના સંસ્કારથી
વર્તમાનમાં તેનું નિમિત્ત ન હોય તોપણ સમ્યક્ત્વ થઈ શકે છે. સિદ્ધાંતમાં એવું સૂત્ર છે કે —
‘तन्निसर्गादधिगमाद्वा’ (મોક્ષશાસ્ત્ર અ. ૧, સૂત્ર ૩) અર્થાત્ — એ સમ્યગ્દર્શન નિસર્ગ વા
અધિગમથી થાય છે, ત્યાં દેવાદિ બાહ્યનિમિત્ત વિના થાય તેને તો નિસર્ગથી થયું કહીએ છીએ,
દેવાદિના નિમિત્તથી થાય તેને અધિગમથી થયું કહીએ છીએ.
જુઓ, તત્ત્વવિચારનો મહિમા! તત્ત્વવિચાર રહિત દેવાદિકની પ્રતીતિ કરે,
ઘણાં શાસ્ત્રોનો અભ્યાસ કરે, વ્રતાદિક પાળે, તપશ્ચરણાદિ કરે છતાં તેને તો સમ્યક્ત્વ
થવાનો અધિકાર નથી અને તત્ત્વવિચારવાળો એ વિના પણ સમ્યક્ત્વનો અધિકારી
થાય છે.
વળી કોઈ જીવને તત્ત્વવિચાર થવા પહેલાં કોઈ કારણ પામીને દેવાદિકની પ્રતીતિ થાય,
વા વ્રત – તપ અંગીકાર થાય અને પછી તે તત્ત્વવિચાર કરે, પરંતુ સમ્યક્ત્વનો અધિકારી
તત્ત્વવિચાર થતાં જ થાય છે.
વળી કોઈને તત્ત્વવિચાર થયા પછી તત્ત્વપ્રતીતિ ન થવાથી સમ્યક્ત્વ તો ન થયું અને
વ્યવહારધર્મની પ્રતીતિ – રુચિ થઈ ગઈ તેથી તે દેવાદિકની પ્રતીતિ કરે છે વા વ્રત – તપને
અંગીકાર કરે છે. તથા કોઈને દેવાદિકની પ્રતીતિ અને સમ્યક્ત્વ એકસાથે થાય છે તથા વ્રત –
તપ સમ્યક્ત્વની સાથે પણ હોય અથવા પહેલાં પછી પણ હોય, પરંતુ દેવાદિકની પ્રતીતિનો
તો નિયમ છે. એ વિના સમ્યક્ત્વ થાય નહિ. વ્રતાદિક હોવાનો નિયમ નથી. ઘણા જીવો તો
પહેલાં સમ્યક્ત્વ થાય પછી જ વ્રતાદિક ધારણ કરે છે, કોઈને એકસાથે પણ થઈ જાય છે.
એ પ્રમાણે આ તત્ત્વવિચારવાળો જીવ સમ્યક્ત્વનો અધિકારી છે; પરંતુ તેને સમ્યક્ત્વ થાય જ
એવો નિયમ નથી, કારણ કે – શાસ્ત્રમાં સમ્યક્ત્વ હોવા પહેલાં પાંચ લબ્ધિ હોવી કહી છે.
પાંચ લબ્ધિાઓનું સ્વરુપ
ક્ષયોપશમલબ્ધિ, વિશુદ્ધિલબ્ધિ, દેશનાલબ્ધિ, પ્રાયોગ્યલબ્ધિ અને કરણલબ્ધિ. ત્યાં —
૧. જેના હોવાથી તત્ત્વવિચાર થઈ શકે એવો જ્ઞાનાવરણાદિ કર્મોનો ક્ષયોપશમ થાય
અર્થાત્ ઉદયકાળને પ્રાપ્ત સર્વઘાતી સ્પર્ધકોના નિષેકોના ઉદયનો અભાવ તે ક્ષય, તથા
ભાવીકાળમાં ઉદય આવવા યોગ્ય કર્મોનું સત્તારૂપ રહેવું તે ઉપશમ, એવી દેશઘાતી સ્પર્ધકોના
ઉદયસહિત કર્મોની અવસ્થા તેનું નામ ક્ષયોપશમ છે, તેની જે પ્રાપ્તિ તે ક્ષયોપશમલબ્ધિ છે.
૨. મોહનો મંદ ઉદય આવવાથી મંદકષાયરૂપ ભાવ થાય, કે જ્યાં તત્ત્વવિચાર થઈ
શકે, તે વિશુદ્ધિલબ્ધિ છે.