૨૬૮ ][ મોક્ષમાર્ગપ્રકાશક
૩. શ્રી જિનેન્દ્રદેવદ્વારા ઉપદેશેલા તત્ત્વનું ધારણ થવું, તેનો વિચાર થવો તે દેશનાલબ્ધિ
છે. નર્કાદિકમાં જ્યાં ઉપદેશનું નિમિત્ત ન હોય ત્યાં તે પૂર્વસંસ્કારથી થાય છે.
૪. કર્મોની પૂર્વસત્તા ઘટી અને અંતઃકોડાકોડીસાગર પ્રમાણ રહી જાય તથા નવીનબંધ
પણ અંતઃકોડાકોડીસાગર પ્રમાણે સંખ્યાતમા ભાગમાત્ર થાય, તે પણ એ લબ્ધિકાળથી માંડીને
ક્રમથી ઘટતો જ જાય અને કેટલીક પાપપ્રકૃતિઓનો બંધ ક્રમથી મટતો જાય; ઇત્યાદિ યોગ્ય
અવસ્થા થવી તેનું નામ પ્રાયોગ્યલબ્ધિ છે.
એ ચારે લબ્ધિ ભવ્ય તથા અભવ્ય બંનેને હોય છે. એ ચાર લબ્ધિઓ થયા પછી
સમ્યક્ત્વ થાય તો થાય અને ન થાય તો ન પણ થાય એમ શ્રી *લબ્ધિસાર ગાથા ૩ માં
કહ્યું છે, માટે એ તત્ત્વવિચારવાળાને સમ્યક્ત્વ હોવાનો નિયમ નથી. જેમ કોઈને હિતશિક્ષા
આપી, તેને જાણી તે વિચાર કરે કે આ શિક્ષા આપી તે કેવી રીતે છે? પછી વિચાર કરતાં
તેને ‘આમ જ છે’ એવી તે શિક્ષાની પ્રતીતિ થઈ જાય, અથવા અન્યથા વિચાર થાય, વા
અન્ય વિચારમાં લાગી તે શિક્ષાનો નિર્ધાર ન કરે તો તેને પ્રતીતિ ન પણ થાય; તેમ શ્રીગુરુએ
તત્ત્વોપદેશ આપ્યો તેને જાણી વિચાર કરે કે – આ ઉપદેશ આપ્યો તે કેવી રીતે છે? પછી વિચાર
કરતાં તેને ‘આમ જ છે’ એવી શિક્ષાની પ્રતીતિ થઈ જાય, અથવા અન્યથા વિચાર થાય, અથવા
અન્ય વિચારમાં લાગી તે ઉપદેશનો નિર્ધાર ન કરે તો પ્રતીતિ ન પણ થાય. પણ તેનો ઉદ્યમ
તો માત્ર તત્ત્વવિચાર કરવાનો જ છે.
૫. પાંચમી કરણલબ્ધિ થતાં સમ્યક્ત્વ અવશ્ય થાય જ એવો નિયમ છે. પણ તે તો
જેને પૂર્વે કહેલી ચાર લબ્ધિઓ થઈ હોય અને અંતર્મુહૂર્ત પછી જેને સમ્યક્ત્વ થવાનું હોય
તે જ જીવને કરણલબ્ધિ થાય છે.
એ કરણલબ્ધિવાળા જીવને બુદ્ધિપૂર્વક તો એટલો જ ઉદ્યમ હોય છે કે – તે
તત્ત્વવિચારમાં ઉપયોગને તદ્રૂપ થઈ લગાવે તેથી સમયે સમયે તેના પરિણામ નિર્મળ થતા
જાય છે. જેમ કોઈને શિક્ષાનો વિચાર એવો નિર્મળ થવા લાગ્યો કે જેથી તેને શિક્ષાની પ્રતીતિ
તુરત જ થઈ જશે, તેમ તત્ત્વ ઉપદેશનો વિચાર એવો નિર્મળ થવા લાગ્યો કે જેથી તેને તેનું
તુરત જ શ્રદ્ધાન થઈ જાય, વળી એ પરિણામોનું તારતમ્ય કેવળજ્ઞાનવડે દેખ્યું તેનું
કરણાનુયોગમાં નિરૂપણ કર્યું છે.
એ કરણલબ્ધિના ત્રણ ભેદ છે — અધઃકરણ, અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ; તેનું
વિશેષ વ્યાખ્યાન તો શ્રી લબ્ધિસાર શાસ્ત્રમાં કર્યું છે ત્યાંથી જાણવું, અહીં સંક્ષેપમાં કહીએ
છીએ —
ત્રિકાળવર્તી સર્વ કરણલબ્ધિવાળા જીવોના પરિણામોની અપેક્ષાએ એ ત્રણ નામ છે, તેમાં
કરણનામ તો પરિણામનું છે.