સાતમો અધિકારઃ જૈનમતાનુયાયી મિથ્યાદ્રષ્ટિઓનું સ્વરૂપ ][ ૨૬૯
અધઃકરણઃ — જ્યાં પહેલાં અને પાછલા સમયોના પરિણામ સમાન હોય તે
અધઃકરણ છે. જેમ કોઈ જીવના પરિણામ તે કરણના પહેલા સમયે અલ્પવિશુદ્ધતા સહિત થયા,
પછી સમયે સમયે અનંતગુણી વિશુદ્ધતાથી વધતા થયા, વળી તેને જેમ બીજા – ત્રીજા આદિ
સમયોમાં પરિણામ થાય તેવા કોઈ અન્ય જીવોને પ્રથમ સમયમાં જ થાય તેને તેનાથી સમયે
સમયે અનંત ગુણી વિશુદ્ધતાવડે વધતા હોય એ પ્રમાણે અધઃપ્રવૃત્તકરણ જાણવું.૧
અપૂર્વકરણઃ — જેમાં પહેલા અને પાછલા સમયોના પરિણામ સમાન ન હોય, અપૂર્વ
જ હોય તે અપૂર્વકરણ છે. જેમકે — તે કરણના પરિણામ જેવા પ્રથમ સમયમાં હોય તેવા કોઈ
પણ જીવને દ્વિતીયાદિ સમયોમાં ન હોય પણ વધતા જ હોય, તથા અહીં અધઃકરણવત્ જે
જીવોને કરણનો પ્રથમ સમય જ હોય તે અનેક જીવોના પરિણામ પરસ્પર સમાન પણ હોય
છે તથા અધિક – હીન વિશુદ્ધતા સહિત પણ હોય છે, પરંતુ અહીં એટલું વિશેષ થયું કે – તેની
ઉત્કૃષ્ટતાથી પણ દ્વિતીયાદિ સમયવાળાના જઘન્ય પરિણામ પણ અનંતગુણી વિશુદ્ધતા સહિત જ
હોય છે. એ જ પ્રમાણે જેને કરણ માંડ્યે દ્વિતીયાદિ સમય થયા હોય, તેને તે સમયવાળાઓના
પરિણામ તો પરસ્પર સમાન વા અસમાન હોય છે, પરંતુ ઉપરના સમયવાળાના પરિણામ તે
સમયે સર્વથા સમાન હોય નહિ પણ અપૂર્વ જ હોય છે. એ ૨અપૂર્વકરણ જાણવું.
અનિવૃત્તિકરણઃ — વળી જેમાં સમાન સમયવર્તી જીવોના પરિણામ સમાન જ હોય,
નિવૃત્તિ અર્થાત્ પરસ્પર ભેદ તેનાથી રહિત હોય છે. જેમ તે કરણના પહેલા સમયમાં સર્વ
જીવોના પરિણામ પરસ્પર સમાન જ હોય છે એ જ પ્રમાણે દ્વિતીયાદિ સમયોમાં પરસ્પર
સમાનતા જાણવી, તથા પ્રથમાદિ સમયવાળાઓથી દ્વિતીયાદિ સમયવાળાઓને અનંતગુણી
વિશુદ્ધતાસહિત હોય છે, એ પ્રમાણે ૩અનિવૃત્તિકરણ જાણવું.
એ પ્રમાણે એ ત્રણ કરણ જાણવાં.
તેમાં પહેલાં અંતર્મુહૂર્ત કાળપર્યંત અધઃકરણ થાય છે ત્યાં ચાર આવશ્યક થાય છે —
૧લબ્ધિસાર ગા૦ ૩૫.
૨.समए समए भिण्णा भावा तम्हा अपुव्वकरणो हु ।। लब्धिसार – ३६ ।।
जम्हा उवरिमभावा हेट्ठिमभावेहिं णत्थि सरिसत्तं ।
तम्हा बिदियं करणं अपुव्वकरणेत्ति णिद्दिट्ठं ।। लब्धि० ।।
करणं परिणामो अप्पुब्बाणि च ताणि करणाणि च अपुव्वकरणाणि, असमाणपरिणामा त्ति जं उत्तं होदि ।।
धवला १ – ९ – ८ – ४ ।।
૩.एगसमए वट्टंताणं जीवाणं परिणामेहि ण विज्जदे णियट्ठी णिव्वत्ती जत्थ ते अणियट्टीपरिणामा । धवला १ –
९ – ८ – ४ ।
एक्कम्हि कालसमये संठाणादीहिं जह णिवट्टंति । ण णिवट्टंति तहा परिणामेहिं मिहो जेहि ।। गो० जीव० ५६ ।।