Moksha Marg Prakashak (Gujarati).

< Previous Page   Next Page >


Page 260 of 370
PDF/HTML Page 288 of 398

 

background image
૨૭૦ ][ મોક્ષમાર્ગપ્રકાશક
સમયે સમયે અનંતગુણી વિશુદ્ધતા થાય, ૨નવીનબંધની સ્થિતિ એક એક અંતર્મુહૂર્તથી
ઘટતી જાય છે તે સ્થિતિબંધાપસરણ છે. ૩સમયે સમયે પ્રશસ્ત પ્રકૃતિઓનો અનુભાગ
અનંતગુણો વધે, ૪સમયે સમયે અપ્રશસ્ત પ્રકૃતિઓનો અનુભાગબંધ અનંતમા ભાગે થાય
એ પ્રમાણે ચાર આવશ્યક થાય છે.
તે પછી અપૂર્વકરણ થાય છે, તેનો કાળ અધઃકરણના કાળના સંખ્યાતમા ભાગ છે.
તેમાં આ આવશ્યક બીજા થાય છે. (૧) સત્તાભૂત પૂર્વકર્મની સ્થિતિને એક એક અંતર્મુહૂર્તથી
ઘટાડે તેવો સ્થિતિકાંડકઘાત થાય, (૨) તેનાથી અલ્પ એક એક અંતર્મુહૂર્તથી પૂર્વકર્મના
અનુભાગને ઘટાડે તેવો અનુભાગકાંડકઘાત થાય, (૩) ગુણશ્રેણિના કાળમાં ક્રમથી અસંખ્યાત-
ગુણા પ્રમાણસહિત કર્મ, નિર્જરવા યોગ્ય કરે તેવી ગુણશ્રેણિ નિર્જરા થાય, તથા ગુણસંક્રમણ
અહીં થતું નથી પણ અન્યત્ર અપૂર્વકરણ થાય છે ત્યાં થાય છે.
એ પ્રમાણે અપૂર્વકરણ થયા પછી અનિવૃત્તિકરણ થાય છે તેનો કાળ અપૂર્વકરણના પણ
સંખ્યાતમા ભાગ છે, તેમાં પૂર્વોક્ત આવશ્યકસહિત કેટલોક કાળ ગયા પછી અંતરકરણ કરે
છે, જે અનિવૃત્તિકરણના કાળ પછી ઉદય આવવા યોગ્ય એવાં મિથ્યાત્વકર્મનાં મુહૂર્તમાત્ર
નિષેકોનો અભાવ કરે છે; અને તે પરમાણુઓને અન્ય સ્થિતિરૂપ પરિણમાવે છે. (તેને
અંતરકરણ કહેવાય છે.) તે અંતરકરણ પછી ઉપશમકરણ કરે છે, અર્થાત્ અંતઃકરણ વડે
અભાવરૂપ કરેલા નિષેકોના ઉપરના જે મિથ્યાત્વના નિષેક છે તેને ઉદય આવવાને અયોગ્ય
કરે છે, ઇત્યાદિ ક્રિયાવડે અનિવૃત્તિકરણના અંતસમયના અનંતર જે નિષેકોનો અભાવ કર્યો હતો
તેનો ઉદય કાળ આવતાં તે કાળે નિષેકો વિના ઉદય કોનો આવે? તેથી મિથ્યાત્વનો ઉદય ન
હોવાથી પ્રથમોપશમસમ્યક્ત્વની પ્રાપ્તિ થાય છે. અનાદિ મિથ્યાદ્રષ્ટિને સમ્યક્ત્વમોહનીય અને
મિશ્રમોહનીયની સત્તા નથી તેથી તે એક મિથ્યાત્વકર્મનો જ ઉપશમ કરી ઉપશમસમ્યગ્દ્રષ્ટિ થાય
છે, તથા કોઈ જીવ સમ્યક્ત્વ પામી પછી ભ્રષ્ટ થાય છે તેની દશા પણ અનાદિ મિથ્યાદ્રષ્ટિ
જેવી થઈ જાય છે.
પ્રશ્નઃપ્રથમ પરીક્ષાવડે તત્ત્વશ્રદ્ધાન કર્યું હતું છતાં તેનો અભાવ કેવી રીતે થાય?
ઉત્તરઃજેમ કોઈ પુરુષને શિક્ષા આપી. તેની પરીક્ષા વડે તેને ‘આમ જ છે’ એવી
પ્રતીતિ પણ આવી હતી, પછી કોઈ પ્રકારે અન્યથા વિચાર થયો. તેથી એ શિક્ષામાં તેને સંદેહ
થયો કે
‘આમ છે કે આમ છે?’ અથવા ‘ન માલૂમ કેમ હશે?’ અથવા તે શિક્ષાને જૂઠ જાણી
તેનાથી વિપરીતતા થઈ ત્યારે તેને અપ્રતીતિ થઈ અને તેથી તે શિક્ષાની પ્રતીતિનો તેને અભાવ
થયો. અથવા પહેલાં તો અન્યથા પ્રતીતિ હતી જ, વચમાં શિક્ષાના વિચારથી યથાર્થ પ્રતીતિ
૧.किमंतरकरणं णाम ? विवक्खियकम्माणं हेट्ठिमोवरिमट्ठिदीओ मोत्तूण मज्झे अन्तोमुहुत्तमेत्ताणं ट्ठिदीणं परिणाम-
विसेसेण णिसेगाणमभावीकरण मंतरकरणमिदि भण्णदे
।।(जयधवला, अ० प० ९५३)