Moksha Marg Prakashak (Gujarati).

< Previous Page   Next Page >


Page 269 of 370
PDF/HTML Page 297 of 398

 

background image
આઠમો અધિકાર ][ ૨૭૯
ન ડરે, તેનું ભલું કરવા અર્થે એ પ્રમાણે વર્ણન કરીએ છીએ. જૂઠ તો ત્યારે થાય કે જ્યારે
ધર્મના ફળને પાપનું ફળ બતાવે તથા પાપના ફળને ધર્મનું ફળ બતાવે. પણ એમ તો છે જ
નહિ. જેમ દશ પુરુષ મળી કોઈ કાર્ય કરે ત્યાં ઉપચારથી કોઈ એક પુરુષે કર્યું પણ કહીએ
તો ત્યાં દોષ નથી; અથવા જેના પિતાદિકે કોઈ કાર્ય કર્યું હોય તેને એકજાતિ અપેક્ષાએ
ઉપચારથી પુત્રાદિકે કર્યું કહીએ તો ત્યાં દોષ નથી, તેમ ઘણા શુભ વા અશુભ કાર્યોનું એક
ફળ થયું. તેને ઉપચારથી એક શુભ વા અશુભ કાર્યનું ફળ કહીએ તો ત્યાં દોષ નથી; અથવા
કોઈ અન્ય શુભ વા અશુભકાર્યનું ફળ જે થયું હોય, તેને એકજાતિ અપેક્ષાએ ઉપચારથી કોઈ
અન્ય જ શુભ વા અશુભ કાર્યનું ફળ કહીએ તો ત્યાં દોષ નથી. ઉપદેશમાં કોઈ ઠેકાણે વ્યવહાર
વર્ણન છે તથા કોઈ ઠેકાણે નિશ્ચય વર્ણન છે. હવે અહીં ઉપચારરૂપ વ્યવહાર વર્ણન કર્યું છે,
એ પ્રમાણે તેને પ્રમાણ કરે છે પણ તેને તારતમ્ય (સૂક્ષ્મ) ન માની લેવું, તારતમ્યનું તો
કરણાનુયોગમાં નિરૂપણ કર્યું છે ત્યાંથી જાણવું.
વળી પ્રથમાનુયોગમાં ઉપચારરૂપ કોઈ ધર્મઅંગ થતાં ત્યાં સંપૂર્ણ ધર્મ થયો કહીએ
છીએ; જેમ જીવોને શંકાકાંક્ષાદિ ન કરતાં તેને સમ્યક્ત્વ થયું કહીએ છીએ; પણ કોઈ એક
કાર્યમાં શંકાકાંક્ષા ન કરવામાત્રથી તો સમ્યક્ત્વ ન થાય, સમ્યક્ત્વ તો તત્ત્વશ્રદ્ધાન થતાં જ
થાય છે; પરંતુ અહીં નિશ્ચયસમ્યક્ત્વનો તો વ્યવહારસમ્યક્ત્વમાં ઉપચર કર્યો તથા વ્યવહાર-
સમ્યક્ત્વના કોઈ એક અંગમાં સંપૂર્ણ વ્યવહારસમ્યક્ત્વનો ઉપચાર કર્યો; એ પ્રમાણે તેને
ઉપચારથી સમ્યક્ત્વ થયું કહીએ છીએ. વળી જૈનશાસ્ત્રનું કોઈ એક અંગ જાણતાં સમ્યગ્જ્ઞાન
થયું કહીએ છીએ, હવે સમ્યગ્જ્ઞાન તો સંશયાદિરહિત તત્ત્વજ્ઞાન થતાં જ થાય, પરંતુ અહીં
પૂર્વવત્ ઉપચારથી સમ્યગ્જ્ઞાન કહીએ છીએ. તથા કોઈ રૂડું આચરણ થતાં સમ્યક્ચારિત્ર થયું
કહીએ છીએ, ત્યાં જેણે જૈનધર્મ અંગીકાર કર્યો હોય અથવા કોઈ નાની
મોટી પ્રતિજ્ઞા ગ્રહણ
કરી હોય તેને શ્રાવક કહીએ છીએ, હવે શ્રાવક તો પંચમગુણસ્થાનવર્તી થતાં જ થાય છે પરંતુ
પૂર્વવત્ ઉપચારથી તેને શ્રાવક કહ્યો છે. ઉત્તરપુરાણમાં શ્રેણિકને શ્રાવકોત્તમ કહ્યો પણ તે તો
અસંયમી હતો, પરંતુ જૈન હતો માટે કહ્યો. એ પ્રમાણે અન્ય ઠેકાણે પણ સમજવું. વળી કોઈ
સમ્યક્ત્વરહિત મુનિલિંગ ધારણ કરે વા દ્રવ્યથી પણ કોઈ અતિચાર લગાવતો હોય છતાં તેને
પણ અહીં મુનિ કહીએ છીએ, હવે મુનિ તો છઠ્ઠું આદિ ગુણસ્થાનવર્તી થતાં જ થાય છે પરંતુ
પૂર્વવત્ ઉપચારથી તેને મુનિ કહ્યો છે.
સમવસરણસભામાં મુનિઓની સંખ્યા કહી ત્યાં
કાંઈ બધાય શુદ્ધ ભાવલિંગી મુનિ નહોતા પરંતુ મુનિલિંગ ધારવાથી ત્યાં બધાને મુનિ
કહ્યા;
એ જ પ્રમાણે સર્વ ઠેકાણે સમજવું.
વળી પ્રથમાનુયોગમાં કોઈ ધર્મબુદ્ધિથી અનુચિત કાર્ય કરે તેની પણ પ્રશંસા કરવામાં
આવે છે, જેમ વિષ્ણુકુમારે મુનિજનોનો ઉપસર્ગ દૂર કર્યો તે તો ધર્માનુરાગથી કર્યો, પરંતુ
મુનિપદ છોડી આ કાર્ય કરવું યોગ્ય નહોતું, કારણ કે એવું કાર્ય તો ગૃહસ્થધર્મમાં સંભવે