Moksha Marg Prakashak (Gujarati). Karananuyogama Vyakhyananu Vidhan.

< Previous Page   Next Page >


Page 270 of 370
PDF/HTML Page 298 of 398

 

background image
૨૮૦ ][ મોક્ષમાર્ગપ્રકાશક
છે, હવે ગૃહસ્થધર્મથી તો મુનિધર્મ શ્રેષ્ઠ છે એટલે શ્રેષ્ઠ ધર્મ છોડી નીચો ધર્મ અંગીકાર કર્યો
તે તો અયોગ્ય છે. પરંતુ વાત્સલ્યઅંગની પ્રધાનતાથી અહીં વિષ્ણુકુમારની પ્રશંસા કરી; પણ
એ છળવડે બીજાઓએ શ્રેષ્ઠ ધર્મ છોડી નીચો ધર્મ અંગીકાર કરવો યોગ્ય નથી. વળી જેમ
ગોવાળિયાએ મુનિને અગ્નિવડે તપાવ્યા એ કાર્ય તો તેણે કરુણાથી કર્યું, પરંતુ આવ્યા ઉપસર્ગને
દૂર કરતાં તો સહજ અવસ્થામાં જે શીતાદિકનો પરિષહ થાય છે તેને દૂર કરવાથી ત્યાં રતિ
માની લેવાનું કારણ થાય છે, અને તેમને રતિ તો કરવી નથી માટે ત્યાં તો ઊલટો ઉપસર્ગ
થાય છે એટલા માટે વિવેકી તો ત્યાં શીતાદિકનો ઉપચાર કરતા નથી; પરંતુ ગોવાળિયો
અવિવેકી હતો અને કરુણાવડે તેણે આ કાર્ય કર્યું તેથી તેની અહીં પ્રશંસા કરી, પણ તેથી
છળવડે બીજાઓએ ધર્મપદ્ધતિમાં જે વિરુદ્ધ હોય તે કાર્ય કરવું યોગ્ય નથી. વળી જેમ
વજ્રકરણ રાજા સિંહોદર રાજાને નમ્યો નહિ પણ મુદ્રિકામાં પ્રતિમા રાખી, હવે મોટા મોટા
સમ્યગ્દ્રષ્ટિઓ રાજાદિકને નમન કરે છે તેમાં દોષ નથી, તથા મુદ્રિકામાં પ્રતિમા રાખવાથી
અવિનય થાય
યથાવત્ વિધિથી એવી પ્રતિમા હોય નહિ તેથી એ કાર્યમાં દોષ છે, પરંતુ તેને
એવું જ્ઞાન નહોતું, તેને તો ધર્માનુરાગથી ‘હું બીજાઓને નમું નહિ’ એવી બુદ્ધિ થઈ માટે તેની
પ્રશંસા કરી, પણ એ છળથી બીજાઓએ એવાં કાર્ય કરવાં યોગ્ય નથી. વળી કોઈ પુરુષોએ
પુત્રાદિકની પ્રાપ્તિ અર્થે વા રોગ
કષ્ટાદિક દૂર કરવા અર્થે ચૈત્યાલયપૂજનાદિ કાર્ય કર્યાં,
સ્તોત્રાદિ કર્યાં, વા નમસ્કારમંત્ર સ્મરણ કર્યું; હવે એ પ્રમાણે કરતાં તો નિઃકાંક્ષિતગુણનો
અભાવ થાય છે, નિદાનબંધ નામનું આર્તધ્યાન થાય છે; તથા અંતરંગમાં પાપનું જ પ્રયોજન
છે તેથી પાપનો જ બંધ થાય છે, પરંતુ મોહિત થઈને પણ ઘણા પાપબંધના કારણરૂપ
કુદેવાદિનું તો પૂજનાદિ તેણે ન કર્યું! એટલો જ તેનો ગુણ ગ્રહણ કરી અહીં તેની પ્રશંસા
કરીએ છીએ; પણ એ છળથી બીજાઓએ લૌકિક કાર્યો અર્થે ધર્મસાધન કરવું યોગ્ય નથી.
એ જ પ્રમાણે અન્ય ઠેકાણે પણ સમજવું. એ જ પ્રમાણે પ્રથમાનુયોગમાં અન્ય કથન પણ
હોય તેને યથાસંભવ સમજવાં, પરંતુ ભ્રમરૂપ થવું નહિ.
કરણાનુયોગમાં વ્યાખ્યાનનું વિધાાન
હવે કરણાનુયોગમાં કેવા પ્રકારથી વ્યાખ્યાન છે તે અહીં કહીએ છીએજેમ
કેવળજ્ઞાનવડે જાણ્યું તેમ કરણાનુયોગમાં વ્યાખ્યાન છે, તથા કેવળજ્ઞાનવડે તો ઘણું જાણ્યું પરંતુ
આત્માને કાર્યકારી જીવ
કર્માદિકનું વા ત્રિલોકાદિકનું જ આમાં નિરૂપણ હોય છે, તેનું પણ
સર્વ સ્વરૂપ નિરૂપણ થઈ શકતું નથી માટે જેમ વચનગોચર થાય અને છદ્મસ્થના જ્ઞાનમાં તેનો
કંઈક ભાવ ભાસે, એ પ્રમાણે અહીં સંકોચ પૂર્વક નિરૂપણ કરવામાં આવે છે. અહીં
ઉદાહરણ
જેમ, જીવોના ભાવોની અપેક્ષાએ ગુણસ્થાન કહ્યાં છે પણ તે ભાવ અનંત-
સ્વરૂપસહિત હોવાથી વચનગોચર નથી, તેથી ત્યાં ઘણા ભાવોની એકજાતિ કરી ચૌદ ગુણસ્થાન
કહ્યાં, જીવ જાણવાના અનેક પ્રકાર છે છતાં ત્યાં મુખ્ય ચૌદ માર્ગણાઓનું નિરૂપણ કર્યું;