Moksha Marg Prakashak (Gujarati).

< Previous Page   Next Page >


Page 272 of 370
PDF/HTML Page 300 of 398

 

background image
૨૮૨ ][ મોક્ષમાર્ગપ્રકાશક
દેશસંયમી કહ્યો. એ જ પ્રમાણે અન્ય ઠેકાણે પણ સમજવું.
વળી કોઈ જીવને મનવચનકાયાની ચેષ્ટા થોડી થતી દેખાય છે તોપણ કર્મઆકર્ષણ-
શક્તિની અધિકતાની અપેક્ષાએ તેને ઘણો યોગ કહ્યો તથા કોઈને ઘણી ચેષ્ટા દેખાય છે તોપણ
એ કર્માકર્ષણ શક્તિની હીનતાથી અલ્પયોગ કહ્યો. જેમ કેવળજ્ઞાની ગમનાદિક્રિયારહિત થયા
હોય તોપણ તેમને ઘણો યોગ કહ્યો, ત્યારે બે ઇંદ્રિયાદિ જીવો ગમનાદિક્રિયા કરે છે તોપણ
તેમને અલ્પયોગ કહ્યો. એ જ પ્રમાણે અન્ય ઠેકાણે પણ સમજવું.
વળી કોઈ ઠેકાણે જેની વ્યક્તતા તો કાંઈ ભાસતી નથી તોપણ સૂક્ષ્મશક્તિના સદ્ભાવથી
તેનું ત્યાં અસ્તિત્વ કહ્યું; જેમ મુનિને અબ્રહ્મચાર્ય તો કાંઈ નથી તોપણ નવમા ગુણસ્થાન સુધી
તેમને મૈથુનસંજ્ઞા કહી; અહમિન્દ્રોને દુઃખનું કારણ વ્યક્ત નથી તોપણ તેમને કદાચિત્ અશાતાનો
ઉદય કહ્યો છે; નારકીઓને સુખનું કારણ વ્યક્ત નથી તોપણ કદાચિત્ શાતાનો ઉદય કહ્યો,
એ જ પ્રમાણે અન્ય ઠેકાણે પણ સમજવું.
કરણાનુયોગમાં સમ્યગ્દર્શનજ્ઞાનચારિત્રાદિનું, ધર્મનું નિરૂપણ કર્મપ્રકૃતિઓના ઉપશ-
માદિકની અપેક્ષાસહિત સૂક્ષ્મશક્તિ જેવી હોય તેમ ગુણસ્થાનાદિકમાં નિરૂપણ કરે છે, અથવા
સમ્યગ્દર્શનાદિકના વિષયભૂત જીવાદિકનું નિરૂપણ પણ સૂક્ષ્મભેદાદિસહિત કરે છે, અહીં કોઈ
કરણાનુયોગ અનુસાર સ્વયં ઉદ્યમ કરે તો તેમ થઈ શકે નહિ; કરણાનુયોગમાં તો યથાર્થ પદાર્થ
જણાવવાનું પ્રયોજન મુખ્ય છે, આચરણ કરાવવાની મુખ્યતા નથી. માટે પોતે તો ચરણાનુયોગ
અનુસાર પ્રવર્તે અને તેનાથી જે કાર્ય થવાનું હોય તે સ્વયં જ થાય છે; જેમ પોતે કર્મોનો
ઉપશમાદિ કરવા ઇચ્છે તો કેવી રીતે થાય?
પોતે તો તત્ત્વાદિકનો નિશ્ચય કરવાનો ઉદ્યમ
કરે, તેનાથી ઉપશમાદિકસમ્યક્ત્વ સ્વયં જ થાય છે, એ જ પ્રમાણે અન્ય ઠેકાણે સમજવું.
એક અંતર્મુહૂર્તમાં અગિયારમા ગુણસ્થાનથી પડીને ક્રમથી મિથ્યાદ્રષ્ટિ થઈ વળી પાછો ચઢી
કેવળજ્ઞાન ઉપજાવે છે. હવે એવા સમ્યક્ત્વાદિના સૂક્ષ્મભાવ બુદ્ધિગોચર થતા નથી માટે તેને
કરણાનુયોગ અનુસાર જેમ છે તેમ જાણી તો લે પરંતુ પ્રવૃત્તિ તો બુદ્ધિગોચર જેમ ભલું થાય
તેમ કરે.
વળી કરણાનુયોગમાં પણ કોઈ ઠેકાણે ઉપદેશની મુખ્યતાપૂર્વક વ્યાખ્યાન હોય છે તેને
સર્વથા તેમ જ ન માનવું. જેમ હિંસાદિકના ઉપાયને કુમતિજ્ઞાન કહ્યું છે, અન્ય મતાદિકના
શાસ્ત્રાભ્યાસને કુશ્રુતજ્ઞાન કહ્યું છે, બૂરું દેખાય
ભલું ન દેખાય તેને વિભંગજ્ઞાન કહ્યું છે; હવે
તે તો તેને છોડાવવા માટે ઉપદેશરૂપે એમ કહ્યું છે પણ તારતમ્યથી મિથ્યાદ્રષ્ટિનું બધુંય જ્ઞાન
કુજ્ઞાન છે, સમ્યગ્દ્રષ્ટિનું બધુંય જ્ઞાન સુજ્ઞાન છે. એ જ પ્રમાણે અન્ય ઠેકાણે પણ સમજવું.
વળી કોઈ ઠેકાણે સ્થૂળ કથન કર્યું હોય તેને તારતમ્યરૂપ ન જાણવું; જેમ વ્યાસથી ત્રણગુણી
પરિધિ કહીએ છીએ, પણ સૂક્ષ્મપણાથી ત્રણગુણીથી કંઈક અધિક હોય છે. એમ જ અન્ય ઠેકાણે