Moksha Marg Prakashak (Gujarati).

< Previous Page   Next Page >


Page 274 of 370
PDF/HTML Page 302 of 398

 

background image
૨૮૪ ][ મોક્ષમાર્ગપ્રકાશક
એવો ઉપકાર ન થાય તો ત્યાં શ્રીગુરુ શું કરે? તેમણે તો જેવો બન્યો તેવો ઉપકાર જ કર્યો.
એ પ્રમાણે બે પ્રકારથી ઉપદેશ આપીએ છીએ.
હવે, વ્યવહાર ઉપદેશમાં તો બાહ્યક્રિયાઓની જ પ્રધાનતા છે, તેના ઉપદેશથી જીવ
પાપક્રિયા છોડી પુણ્યક્રિયાઓમાં પ્રવર્તે છે તથા ત્યાં ક્રિયા અનુસાર પરિણામ પણ તીવ્રકષાય
છોડી કંઈક મંદકષાયરૂપ થઈ જાય છે, મુખ્યપણે તો એ પ્રમાણે છે છતાં કોઈને ન થાય તો
ન પણ થાય, શ્રીગુરુ તો પરિણામ સુધારવા અર્થે બાહ્યક્રિયાઓને ઉપદેશે છે. વળી નિશ્ચયસહિત
વ્યવહારના ઉપદેશમાં પરિણામોની જ પ્રધાનતા છે, તેના ઉપદેશથી તત્ત્વજ્ઞાનના અભ્યાસવડે વા
વૈરાગ્યભાવનાવડે પરિણામ સુધારે ત્યાં પરિણામો અનુસાર બાહ્યક્રિયા પણ સુધરી જાય છે.
પરિણામ સુધરતાં બાહ્યક્રિયા અવશ્ય સુધરે જ, માટે શ્રીગુરુ મુખ્ય તો પરિણામ સુધારવાનો
ઉપદેશ કરે છે. એ પ્રમાણે બંને પ્રકારના ઉપદેશમાં જ્યાં વ્યવહારનો જ ઉપદેશ હોય ત્યાં
સમ્યગ્દર્શનના અર્થે તો અરહંતદેવ
નિર્ગ્રંથગુરુદયાધર્મને જ માનવા પણ અન્યને ન માનવા,
જીવાદિતત્ત્વોનું જે વ્યવહારસ્વરૂપ કહ્યું છે તેનું શ્રદ્ધાન કરવું. શંકાદિક પચ્ચીસ દોષ ન લગાવવા
તથા નિઃશંકિતાદિ અંગ વા સંવેગાદિ ગુણ પાળવા ઇત્યાદિ ઉપદેશ આપીએ છીએ.
સમ્યગ્જ્ઞાનના અર્થે જૈનમતનાં શાસ્ત્રોનો અભ્યાસ કરવો અને અર્થ
વ્યંજનાદિ અંગોનું સાધન
કરવું, ઇત્યાદિ ઉપદેશ આપીએ છીએ. તથા સમ્યક્ચારિત્રના માટે એકદેશ વા સર્વદેશ હિંસાદિ
પાપોનો ત્યાગ કરવો અને વ્રતાદિ અંગોને પાળવાં, ઇત્યાદિ ઉપદેશ આપીએ છીએ. વળી કોઈ
જીવને વિશેષ ધર્મસાધન ન થતું જાણી એક આખડી આદિનો પણ ઉપદેશ આપીએ છીએ,
જેમ
ભીલને કાગડાનું માંસ છોડાવ્યું. ગોવાળને નમસ્કારમંત્ર જપવાનો ઉપદેશ આપ્યો તથા
ગૃહસ્થને ચૈત્યાલયપૂજાપ્રભાવનાદિ કાર્યોનો ઉપદેશ દે છે. ઇત્યાદિ જેવો જીવ હોય તેને તેવો
ઉપદેશ દે છે.
વળી જ્યાં નિશ્ચયસહિત વ્યવહારનો ઉપદેશ હોય ત્યાં સમ્યગ્દર્શનના અર્થે યથાર્થ
તત્ત્વોનું શ્રદ્ધાન કરાવીએ છીએ, તેનું જે નિશ્ચયસ્વરૂપ છે તે તો ભૂતાર્થ છે તથા વ્યવહારસ્વરૂપ
છે તે ઉપચાર છે, એવા શ્રદ્ધાનસહિત વા સ્વ
પરના ભેદવિજ્ઞાનાદિવડે પરદ્રવ્યમાં રાગાદિ
છોડવાના પ્રયોજન સહિત તે તત્ત્વોનું શ્રદ્ધાન કરવાનો ઉપદેશ આપીએ છીએ, એવા શ્રદ્ધાનથી
અરહંતાદિક વિના અન્ય દેવાદિક જૂઠ ભાસે ત્યારે તેની માન્યતા સ્વયં છૂટી જાય છે તેનું પણ
નિરૂપણ કરીએ છીએ. સમ્યગ્જ્ઞાનના અર્થે સંશયાદિરહિત એ તત્ત્વોને એ જ પ્રકારથી જાણવાનો
ઉપદેશ આપીએ છીએ, તે જાણવાના કારણરૂપ જૈનશાસ્ત્રોનો અભ્યાસ છે તેથી તે પ્રયોજન અર્થે
જૈનશાસ્ત્રોનો પણ અભ્યાસ સ્વયમેવ થાય છે, તેનું નિરૂપણ કરીએ છીએ. તથા સમ્યક્ચારિત્ર
અર્થે રાગાદિક દૂર કરવાનો ઉપદેશ આપીએ છીએ. ત્યાં એકદેશ વા સર્વદેશ તીવ્રરાગાદિકનો
અભાવ થતાં તેના નિમિત્તથી જે એકદેશ વા સર્વદેશ પાપક્રિયા થતી હતી તે છૂટે છે. વળી
મંદરાગથી શ્રાવક
મુનિઓના વ્રતોની પ્રવૃત્તિ થાય છે તથા મંદરાગાદિકનો પણ અભાવ થતાં