Moksha Marg Prakashak (Gujarati).

< Previous Page   Next Page >


Page 276 of 370
PDF/HTML Page 304 of 398

 

background image
૨૮૬ ][ મોક્ષમાર્ગપ્રકાશક
ઉત્તરઃજેમ રોગ તો શીતાંગ પણ છે તથા જ્વર પણ છે, પરંતુ કોઈને શીતાંગથી
મરણ થતું જાણે તો ત્યાં વૈદ્ય તેને જ્વર થવાનો ઉપાય કરે છે અને જ્વર પણ થયા પછી
તેને જીવવાની આશા થતાં પાછળથી જ્વર મટાડવાનો ઉપાય કરે છે, તેમ કષાય તો બધાય
હેય છે, પરંતુ કોઈ જીવોને કષાયોથી પાપકાર્ય થતાં જાણે, ત્યાં શ્રીગુરુ તેમને પુણ્યકાર્યના
કારણભૂત કષાય થવાનો ઉપાય કરે છે અને પાછળથી તેને સાચી ધર્મબુદ્ધિ થઈ જાણે ત્યારે
એ કષાય મટાડવાનો ઉપાય કરે છે. એવું પ્રયોજન જાણવું.
વળી ચરણાનુયોગમાં જેમ જીવ પાપને છોડી ધર્મમાં જોડાય તેવી અનેક યુક્તિથી વર્ણન
કરીએ છીએ. ત્યાં લૌકિક દ્રષ્ટાંત, યુક્તિ, ઉદાહરણ, ન્યાયપદ્ધતિથી સમજાવીએ છીએ તથા કોઈ
ઠેકાણે અન્યમતનાં પણ ઉદાહરણાદિ આપીએ છીએ. જેમ સૂક્તમુક્તાવલિમાં લક્ષ્મીને
કમળવાસિની કહી તથા સમુદ્રમાં વિષ અને લક્ષ્મી બંને ઊપજે છે એ અપેક્ષાએ તેને વિષની
ભગિની કહી, એ જ પ્રમાણે અન્ય ઠેકાણે પણ કહીએ છીએ. ત્યાં કોઈ ઉદાહરણ જૂઠાં પણ
છે, પરંતુ સાચા પ્રયોજનને પોષે છે તેથી ત્યાં દોષ નથી. કોઈ કહે કે
અહીં જૂઠનો દોષ તો
લાગે છે? તેનું સમાધાનજો જૂઠ પણ છે, પરંતુ જો તે સાચા પ્રયોજનને પોષે છે તો તેને જૂઠ
કહેતા નથી તથા સત્ય પણ છે પરંતુ જો તે જૂઠા પ્રયોજનને પોષે છે તો તે જૂઠ જ છે. એ
પ્રમાણે અલંકારયુક્ત નામાદિકમાં વચનઅપેક્ષાએ સાચ
જૂઠ નથી પણ પ્રયોજનઅપેક્ષાએ સાચ
જૂઠ છે. જેમ તુચ્છશોભાસહિત નગરને ઇંદ્રપુરી સમાન કહીએ છીએ તે જોકે જૂઠ છે પરંતુ
શોભાના પ્રયોજનને પોષે છે માટે જૂઠ નથી. વળી ‘આ નગરમાં છત્રને જ દંડ છે, અન્ય ઠેકાણે
નથી’ એમ કહ્યું, તે જોકે જૂઠ છે, કારણ કે
અન્ય ઠેકાણે પણ દંડ થતો જોવામાં આવે છે,
પરંતુ ત્યાં અન્યાયવાન થોડા છે અને ન્યાયવાન ઘણા છે તથા ન્યાયવાનને દંડ થતો નથી, એવા
પ્રયોજનને પોષે છે માટે તે જૂઠ નથી. વળી બૃહસ્પતિનું નામ ‘સુરગુરુ’ લખ્યું વા મંગળનું નામ
‘કુજ’ લખ્યું, હવે એવાં નામ તો અન્યમત અપેક્ષાએ છે, એનો અક્ષરાર્થ છે તે તો જૂઠો છે
પરંતુ એ નામો તે પદાર્થને પ્રગટ કરે છે માટે તે જૂઠાં નથી. એ પ્રમાણે અન્યમતાદિકનાં
ઉદાહરણાદિ આપીએ છીએ તે જૂઠાં છે પરંતુ અહીં ઉદાહરણાદિનું તો શ્રદ્ધાન કરાવવાનું નથી,
શ્રદ્ધાન તો પ્રયોજનનું કરાવવાનું છે, અને પ્રયોજન સાચું છે તેથી દોષ નથી.
વળી ચરણાનુયોગમાં છદ્મસ્થની બુદ્ધિગોચર સ્થૂળપણાની અપેક્ષાએ લોકપ્રવૃત્તિની
મુખ્યતાસહિત ઉપદેશ આપીએ છીએ, પણ કેવળજ્ઞાનગોચર સૂક્ષ્મપણાની અપેક્ષાએ આપતા
નથી, કારણ કે
તેનું આચરણ થઈ શકતું નથી અને અહીં તો આચરણ કરાવવાનું પ્રયોજન
છે. જેમ અણુવ્રતીને ત્રસહિંસાનો ત્યાગ કહ્યો, હવે આને સ્ત્રીસેવનાદિ કાર્યમાં ત્રસહિંસા થાય
છે, વળી આ જાણે પણ છે કે
જિનવાણીમાં અહીં ત્રસજીવ કહ્યા છે, પરંતુ આને ત્રસજીવ
મારવાનો અભિપ્રાય નથી તથા લોકમાં જેનું નામ ત્રસઘાત છે તેને આ કરતો નથી તેથી એ
અપેક્ષાએ તેને ત્રસહિંસાનો ત્યાગ છે. બીજું, મુનિને સ્થાવરહિંસાનો પણ ત્યાગ કહ્યો, હવે