Moksha Marg Prakashak (Gujarati).

< Previous Page   Next Page >


Page 277 of 370
PDF/HTML Page 305 of 398

 

background image
આઠમો અધિકાર ][ ૨૮૭
મુનિ, પૃથ્વીજળાદિકમાં ગમનાદિક કરે છે ત્યાં ત્રસનો પણ સર્વથા અભાવ નથી કારણ કે
ત્રસ જીવોની પણ એવી સૂક્ષ્મ અવગાહના હોય છે કે જે દ્રષ્ટિગોચર થતી નથી, તથા તેની
સ્થિતિ પૃથ્વી
જળાદિમાં જ છે એ આ મુનિ જિનવાણીથી જાણે છે વા કોઈ વેળા
અવધિજ્ઞાનાદિ વડે પણ જાણે છે, પરંતુ આને પ્રમાદથી સ્થાવરત્રસહિંસાનો અભિપ્રાય નથી.
લોકમાં ભૂમિ ખોદવી તથા અપ્રાસુક જળથી ક્રિયા કરવી, ઇત્યાદિ પ્રવૃત્તિનું નામ સ્થાવરહિંસા
છે અને સ્થૂળ ત્રસજીવોને પીડવાનું નામ ત્રસહિંસા છે, તેને આ કરતો નથી તેથી મુનિને
હિંસાનો સર્વથા ત્યાગ કહીએ છીએ. તે જ પ્રમાણે અસત્ય, ચોરી, અબ્રહ્મચર્ય અને પરિગ્રહનો
તેમને ત્યાગ કહ્યો છે, પણ કેવળજ્ઞાનમાં જાણવાની અપેક્ષાએ અસત્યવચનયોગ બારમા
ગુણસ્થાન સુધી કહ્યો છે, અદત્તકર્મપરમાણુ આદિ પરદ્રવ્યોનું ગ્રહણ તેરમા ગુણસ્થાન સુધી
છે, વેદનો ઉદય નવમા ગુણસ્થાન સુધી છે, અંતરંગપરિગ્રહ દશમા ગુણસ્થાન સુધી છે, તથા
બાહ્યપરિગ્રહ સમવસરણાદિ કેવળીભગવાનને પણ હોય છે પરંતુ મુનિને પ્રમાદપૂર્વક પાપરૂપ
અભિપ્રાય નથી, લોકપ્રવૃત્તિમાં જે ક્રિયાઓ વડે ‘આ જૂઠું બોલે છે, ચોરી કરે છે, કુશીલ
સેવે છે, તથા પરિગ્રહ રાખે છે’
એવું નામ પામે છે તે ક્રિયાઓ આને નથી, તેથી તેને
અસત્યાદિકનો ત્યાગ કહીએ છીએ. વળી જેમ મુનિને મૂળગુણોમાં પાંચ ઇંદ્રિયોના વિષયોનો
ત્યાગ કહ્યો, પણ ઇંદ્રિયોનું જાણવું તો મટતું નથી તથા જો વિષયોમાં રાગ
દ્વેષ સર્વથા દૂર
થયો હોય તો ત્યાં યથાખ્યાતચારિત્ર થઈ જાય, તે અહીં થયું નથી પરંતુ સ્થૂળપણે વિષય
ઇચ્છાનો અભાવ થયો છે તથા બાહ્ય વિષયસામગ્રી મેળવવાની પ્રવૃત્તિ દૂર થઈ છે તેથી તેને
ઇન્દ્રિયવિષયોનો ત્યાગ કહ્યો. એ જ પ્રમાણે અન્ય ઠેકાણે પણ સમજવું. વળી વ્રતી જીવ ત્યાગ
વા આચરણ કરે છે. તે ચરણાનુયોગની પદ્ધતિ અનુસાર વા લોકપ્રવૃત્તિ અનુસાર ત્યાગ કરે
છે. જેમ કોઈએ ત્રસહિંસાનો ત્યાગ કર્યો છે, ત્યાં ચરણાનુયોગમાં વા લોકમાં જેને ત્રસહિંસા
કહીએ છીએ તેનો તેણે ત્યાગ કર્યો છે પણ કેવળજ્ઞાનવડે જે ત્રસ જીવો દેખાય છે તેની
હિંસાનો ત્યાગ બનતો નથી. અહીં જે ત્રસહિંસાનો ત્યાગ કર્યો ત્યાં એ રૂપ મનનો વિકલ્પ
ન કરવો તે મનથી ત્યાગ છે, વચન ન બોલવાં તે વચનથી ત્યાગ છે તથા કાયાથી ન પ્રવર્તવું
તે કાયાથી ત્યાગ છે. એમ અન્ય પણ ત્યાગ વા ગ્રહણ હોય છે તે એવી પદ્ધતિ સહિત
જ હોય છે એમ જાણવું.
પ્રશ્નઃકરણાનુયોગમાં તો કેવળજ્ઞાનની અપેક્ષાએ તારતમ્ય કથન છે, તો
ત્યાં છઠ્ઠા ગુણસ્થાનવાળાને બાર અવિરતિનો સર્વથા અભાવ કહ્યો તે કેવી રીતે કહ્યો?
ઉત્તરઃઅવિરતિ પણ યોગકષાયમાં ગર્ભિત હતી પરંતુ ત્યાં પણ ચરણાનુયોગની
અપેક્ષાએ ત્યાગનો અભાવ, તેનું જ નામ અવિરતિ કહ્યું છે માટે ત્યાં તેનો અભાવ છે.
મનઅવિરતિનો અભાવ કહ્યો, પણ મુનિને મનના વિકલ્પો તો થાય છે પરંતુ મનની સ્વેચ્છાચારી
પાપરૂપ પ્રવૃત્તિના અભાવથી ત્યાં મનઅવિરતિનો અભાવ કહ્યો.