Moksha Marg Prakashak (Gujarati).

< Previous Page   Next Page >


Page 280 of 370
PDF/HTML Page 308 of 398

 

background image
૨૯૦ ][ મોક્ષમાર્ગપ્રકાશક
નિર્જરાના કારણરૂપ કહ્યા, ત્યાં ભોગોનું ઉપાદેયપણું ન સમજી લેવું. ત્યાં સમ્યગ્દ્રષ્ટિનું માહાત્મ્ય
બતાવવા માટે જ પ્રગટ તીવ્રબંધનાં કારણ ભોગાદિક પ્રસિદ્ધ હતા તે ભોગાદિક હોવા છતાં
પણ શ્રદ્ધાનશક્તિના બળથી તેને મંદબંધ થવા લાગ્યો તેને ગણ્યો નહિ. અને તે જ બળથી
નિર્જરા વિશેષ થવા લાગી તેથી ઉપચારથી ભોગોને પણ ત્યાં બંધના કારણરૂપ ન કહ્યા પણ
નિર્જરાના કારણરૂપ કહ્યા. વિચાર કરતાં ભોગ જો નિર્જરાનું કારણ હોય તો તેને છોડી
સમ્યગ્દ્રષ્ટિ જીવ, મુનિપદને શામાટે ગ્રહણ કરે? અહીં તો એ કથનનું એટલું જ પ્રયોજન
છે કે
જુઓ સમ્યક્ત્વનું માહાત્મ્ય! કે જેના બળથી ભોગ પણ પોતાના ગુણનું ફળ આપી
શકતા નથી.
એ પ્રમાણે અન્ય કથન પણ હોય તો ત્યાં તેનું યથાર્થપણું સમજી લેવું.
વળી દ્રવ્યાનુયોગમાં પણ ચરણાનુયોગની માફક ગ્રહણ
ત્યાગ કરવાનું પ્રયોજન છે. તેથી
છદ્મસ્થની બુદ્ધિગોચર પરિણામોની અપેક્ષાએ જ ત્યાં કથન કરવામાં આવે છે. એટલું વિશેષ
છે કે
ચરણાનુયોગમાં તો બાહ્યક્રિયાની મુખ્યતાથી વર્ણન કરીએ છીએ. દ્રવ્યાનુયોગમાં
આત્મપરિણામોની મુખ્યતાથી નિરૂપણ કરીએ છીએ, પણ કરણાનુયોગની માફક સૂક્ષ્મવર્ણન
કરતા નથી. તેના ઉદાહરણ
ઉપયોગના શુભ, અશુભ અને શુદ્ધ એ ત્રણ ભેદ કહ્યા છે, તેમાં ધર્માનુરાગરૂપ
પરિણામ એ શુભોપયોગ છે, પાપાનુરાગરૂપ વા દ્વેષરૂપ પરિણામ એ અશુભોપયોગ છે તથા
રાગદ્વેષરહિત પરિણામ એ શુદ્ધોપયોગ છે એમ કહ્યું. હવે, એ કથન છદ્મસ્થના બુદ્ધિગોચર
પરિણામોની અપેક્ષાએ છે પણ કરણાનુયોગમાં કષાયશક્તિની અપેક્ષાએ ગુણસ્થાનાદિમાં જે
સંક્લેશવિશુદ્ધ પરિણામો નિરૂપણ કર્યા છે તે વિવક્ષા અહીં નથી.
કરણાનુયોગમાં તો રાગાદિરહિત શુદ્ધોપયોગ યથાખ્યાતચારિત્ર થતાં જ થાય છે અને
તે મોહનો નાશ થતાં સ્વયં થાય છે, ત્યાં નીચલી અવસ્થાવાળા એ શુદ્ધોપયોગનું સાધન કેવી
રીતે કરે? તથા દ્રવ્યાનુયોગમાં શુદ્ધોપયોગ કરવાનો જ મુખ્ય ઉપદેશ છે માટે ત્યાં છદ્મસ્થ જીવ
જે કાળમાં બુદ્ધિગોચર ભક્તિ આદિ વા હિંસા આદિ કાર્યરૂપ પરિણામોને છોડી
આત્માનુભવનાદિ કાર્યોમાં પ્રવર્તે તે કાળમાં તેને શુદ્ધોપયોગી કહીએ છીએ. જોકે અહીં
કેવળજ્ઞાનગોચર સૂક્ષ્મ રાગાદિક છે તોપણ તેની અહીં વિવક્ષા કહી નથી, પણ પોતાની
બુદ્ધિગોચર રાગાદિક છોડ્યો એ અપેક્ષાએ તેને શુદ્ધોપયોગી કહ્યો છે.
એ જ પ્રમાણે સ્વપર શ્રદ્ધાનાદિ થતાં સમ્યક્ત્વાદિ કહ્યાં તે બુદ્ધિગોચર અપેક્ષાએ
નિરૂપણ છે, સૂક્ષ્મભાવોની અપેક્ષાએ ગુણસ્થાનાદિમાં સમ્યક્ત્વાદિનું નિરૂપણ કરણાનુયોગમાં
હોય છે. એ જ પ્રમાણે અન્ય ઠેકાણે પણ સમજવું.
જો દ્રવ્યાનુયોગના કથનની વિધિ કરણાનુયોગથી મેળવવા જઈએ તો તે કોઈ ઠેકાણે