આઠમો અધિકાર ][ ૨૯૧
તો મળે તથા કોઈ ઠેકાણે ન મળે; જેમ – યથાખ્યાતચારિત્ર થતાં તો બંને અપેક્ષાએ શુદ્ધોપયોગ
છે પરંતુ નીચલી દશામાં દ્રવ્યાનુયોગ અપેક્ષાએ તો કદાચિત્ શુદ્ધોપયોગ હોય છે પણ
કરણાનુયોગ અપેક્ષાએ નિરંતર કષાય અંશના સદ્ભાવથી શુદ્ધોપયોગ નથી. એ જ પ્રમાણે અન્ય
કથન પણ સમજવાં.
વળી દ્રવ્યાનુયોગમાં પરમતમાં કહેલાં તત્ત્વાદિકને અસત્યરૂપ દર્શાવવા માટે તેનો નિષેધ
કરીએ છીએ ત્યાં દ્વેષબુદ્ધિ છે એમ ન સમજવું, પણ તેને અસત્યરૂપ દર્શાવી સત્યશ્રદ્ધાન
કરાવવાનું પ્રયોજન છે એમ જાણવું.
એ પ્રમાણે તથા અન્ય પણ અનેક પ્રકારથી દ્રવ્યાનુયોગમાં વ્યાખ્યાનનું વિધાન કહ્યું છે.
એ પ્રમાણે ચારે અનુયોગના વ્યાખ્યાનનું વિધાન કહ્યું ત્યાં કોઈ ગ્રંથમાં એક અનુયોગની,
કોઈમાં બેની, કોઈમાં ત્રણની તથા કોઈમાં ચારે અનુયોગની પ્રધાનતાસહિત વ્યાખ્યાન હોય છે,
ત્યાં જ્યાં જેમ સંભવે તેમ સમજી લેવું.
હવે એ અનુયોગોમાં કેવી પદ્ધતિની મુખ્યતા હોય છે તે અહીં કહીએ છીએઃ —
✾
ચારે અનુયોગોમાં વ્યાખ્યાનની પદ્ધતિ ✾
પ્રથમાનુયોગમાં તો અલંકારશાસ્ત્રો વા કાવ્યઆદિ શાસ્ત્રોની પદ્ધતિ મુખ્ય છે. કારણ કે
અલંકારાદિથી મન રંજાયમાન થાય છે, સીધી વાત કહેતાં એવો ઉપયોગ જોડાતો નથી કે જેવો
ઉપયોગ અલંકારાદિ યુક્તિસહિત કથનથી જોડાય. બીજું, પરોક્ષ વાતને કંઈક અધિકતાપૂર્વક
નિરૂપણ કરીએ તો તેનું સ્વરૂપ બરાબર ભાસે છે.
કરણાનુયોગમાં ગણિતાદિ શાસ્ત્રોની પદ્ધતિ મુખ્ય છે કારણ કે ત્યાં દ્રવ્ય – ક્ષેત્ર – કાળ –
ભાવના પ્રમાણાદિનું નિરૂપણ કરીએ છીએ, અને ગણિતગ્રંથોની આમ્નાયથી તેનું સુગમપણે
જાણપણું થાય છે.
ચરણાનુયોગમાં સુભાષિત નીતિશાસ્ત્રોની પદ્ધતિ મુખ્ય છે, કારણ કે ત્યાં આચરણ
કરાવવું છે તેથી લોકપ્રવૃત્તિ અનુસાર નીતિમાર્ગ દર્શાવતાં તે આચરણ કરે છે.
તથા દ્રવ્યાનુયોગમાં ન્યાયશાસ્ત્રોની પદ્ધતિ મુખ્ય છે કારણ કે ત્યાં નિર્ણય કરાવવાનું
પ્રયોજન છે, તથા ન્યાયશાસ્ત્રોમાં નિર્ણય કરવાનો માર્ગ દર્શાવ્યો છે.
એ પ્રમાણે એ અનુયોગોમાં મુખ્ય પદ્ધતિ છે, તથા અન્ય પણ અનેક પદ્ધતિસહિત
વ્યાખ્યાન તેમાં હોય છે.
પ્રશ્નઃ — અલંકાર, ગણિત, નીતિ અને ન્યાયનું જ્ઞાન તો પંડિતોને થાય છે,