આઠમો અધિકાર ][ ૨૯૩
પ્રશ્નઃ — જો એમ છે તો ગણધરાદિ પુરુષોએ તેની શા માટે રચના કરી?
ઉત્તરઃ — પૂર્વોક્ત કિંચિત્ પ્રયોજન જાણી તેની રચના કરી છે. જેમ ઘણો ધનવાન
કોઈ વેળા અલ્પકાર્યકારી વસ્તુનો પણ સંચય કરે છે પણ જો અલ્પ ધનવાન એ વસ્તુનો સંચય
કરે તો ધન તો ત્યાં જ ખર્ચાઈ જાય, પછી તે ઘણી કાર્યકારી વસ્તુનો સંગ્રહ શા વડે કરે?
તેમ ઘણા બુદ્ધિમાન ગણધરાદિક કોઈ પ્રકારે અલ્પકાર્યકારી વૈદ્યકાદિ શાસ્ત્રોનો પણ સંચય કરે
છે પણ જો અલ્પબુદ્ધિમાન તેના અભ્યાસમાં જોડાય તો બુદ્ધિ તો ત્યાં લાગી જાય, પછી ઉત્કૃષ્ટ
કાર્યકારી શાસ્ત્રોનો અભ્યાસ તે કેવી રીતે કરે?
વળી જેમ મંદરાગી તો પુરાણાદિમાં શ્રૃંગારાદિનું નિરૂપણ કરે તોપણ તે વિકારી થતો
નથી, પણ જો તીવ્રરાગી એ પ્રમાણે શ્રૃંગારાદિ નિરૂપણ કરે તો તે પાપ જ બાંધે; તેમ મંદરાગી
ગણધરાદિ છે તેઓ વૈદ્યકાદિ શાસ્ત્રોનું નિરૂપણ કરે તોપણ તેઓ વિકારી થતા નથી પણ જો
તીવ્રરાગી તેના અભ્યાસમાં લાગી જાય તો તે રાગાદિક વધારી પાપકર્મને બાંધશે એમ સમજવું.
એ પ્રમાણે જૈનમતના ઉપદેશનું સ્વરૂપ જાણવું.
હવે તેમાં કોઈ દોષકલ્પના કરે છે તેનું નિરાકરણ કરીએ છીએઃ —
✾
પ્રથમાનુયોગમાં દોષકલ્પનાનું નિરાકરણ ✾
કેટલાક જીવ કહે છે કે — પ્રથમાનુયોગમાં શ્રૃંગારાદિ વા સંગ્રામાદિનું ઘણું કથન કરે
છે તેના નિમિત્તથી રાગાદિક વધી જાય, માટે એવું કથન કરવું ઠીક નથી; વા એવું કથન
સાંભળવું નહિ.
તેને કહીએ છીએ કે કથા કહેવી હોય ત્યારે તો બધીય અવસ્થાનું કથન કરવું જોઈએ,
વળી જે અલંકારાદિ વડે વધારીને કથન કરે છે તે તો પંડિતોનાં વચન યુક્તિસહિત જ નીકળે.
પ્રશ્નઃ — સંબંધ મેળવવા માટે સામાન્ય કથન કરવું હતું પણ વધારીને કથન
શામાટે કર્યું?
ઉત્તરઃ — પરોક્ષ કથનને વધારીને કહ્યા વિના તેનું સ્વરૂપ ભાસે નહિ કે – ‘પહેલાં તો
આવા આવા ભોગ – સંગ્રામાદિ કર્યા પણ પછી સર્વનો ત્યાગ કરી મુનિ થયા,’ ઇત્યાદિ ચમત્કાર
તો ત્યારે જ ભાસે કે જ્યારે વધારીને કથન કરવામાં આવે.
તું કહે છે કે — ‘એના નિમિત્તથી રાગાદિક વધી જાય છે,’ પણ જેમ કોઈ ચૈત્યાલય
બનાવે છે ત્યાં તેનું પ્રયોજન તો ધર્મકાર્ય કરાવવાનું છે, છતાં કોઈ પાપી ત્યાં પાપકર્મ કરે
તો ત્યાં ચૈત્યાલય બનાવવાવાળાનો તો દોષ નથી; તેમ શ્રીગુરુએ પુરાણાદિમાં શ્રૃંગારાદિનું વર્ણન