૨૯૪ ][ મોક્ષમાર્ગપ્રકાશક
કર્યું ત્યાં તેમનું પ્રયોજન રાગાદિક કરાવવાનું તો નથી પણ ધર્મમાં લગાવવાનું છે; છતાં કોઈ
પાપી ધર્મ ન કરે અને રાગાદિક જ વધારે તો તેમાં શ્રીગુરુનો શો દોષ?
પ્રશ્નઃ — જે રાગાદિકનાં નિમિત્ત હોય તે કથન જ કરવાં નહોતાં?
ઉત્તરઃ — સરાગી જીવોનું મન કેવળ વૈરાગ્યકથનમાં જોડાય નહિ, તેથી જેમ બાળકને
પતાસાના આશ્રયે ઔષધ આપીએ છીએ તેમ સરાગીને ભોગાદિકથનના આશ્રયે ધર્મમાં રુચિ
કરાવીએ છીએ.
પ્રશ્નઃ — જો એમ છે, તો વૈરાગી પુરુષોએ તો એવા ગ્રંથોનો અભ્યાસ કરવો
યોગ્ય નથી?
ઉત્તરઃ — જેના અંતરંગમાં રાગભાવ નથી તેને તો શ્રૃંગારાદિ કથન સાંભળવા છતાં
પણ રાગાદિભાવ ઊપજતા જ નથી; એ તો જાણે છે કે – આ પ્રમાણે જ અહીં કથન કરવાની
પદ્ધતિ છે.
પ્રશ્નઃ — તો જેને શ્રૃંગારાદિ કથન સાંભળતાં રાગાદિભાવ થઈ આવે છે, તેણે
તો એવા કથન સાંભળવાં યોગ્ય નથી?
ઉત્તરઃ — જ્યાં ધર્મનું જ પ્રયોજન છે તથા જ્યાં – ત્યાં ધર્મને જ પોષણ કરવામાં
આવ્યો છે એવાં જૈનપુરાણાદિકોમાં પ્રસંગોપાત્ શ્રૃંગારાદિકનું કથન કર્યું હોય તેને સાંભળતાં પણ
જે ઘણો રાગી થયો તો તે અન્ય ક્યા ઠેકાણે વિરાગી થશે? તે તો પુરાણ સાંભળવાં છોડીને
અન્ય પણ એવાં જ કાર્ય કરશે કે જ્યાં ઘણા રાગાદિ થાય? માટે તેને પણ પુરાણ સાંભળતાં
થોડીઘણી ધર્મબુદ્ધિ થાય તો થાય? બીજાં કાર્યોથી તો આ કાર્ય ભલું જ છે.
પ્રશ્નઃ — પ્રથમાનુયોગમાં તો અન્ય જીવોની કથાઓ છે તો તેથી પોતાનું
પ્રયોજન શું સધાય છે?
ઉત્તરઃ — જેમ કામી પુરુષોની કથા સાંભળતાં પોતાને પણ કામ્યપ્રેમ વધે છે તેમ
ધર્માત્મા પુરુષોની કથા સાંભળતાં પોતાને પણ ધર્મમાં વિશેષ પ્રીતિ થાય છે. માટે
પ્રથમાનુયોગનો અભ્યાસ કરવો યોગ્ય છે.
✾ કરણાનુયોગમાં દોષકલ્પનાનું નિરાકરણ ✾
કેટલાક જીવ કહે છે કે — કરણાનુયોગમાં ગુણસ્થાનનું, માર્ગણાદિકનું, કર્મપ્રકૃતિઓનું વા
ત્રિલોકાદિનું કથન કર્યું છે, હવે તેને જાણી લીધું કે આ ‘આમ છે અને આ આમ છે.’ પણ
તેમાં પોતાનું કાર્ય શું સિદ્ધ થયું? કાં તો ભક્તિ કરીએ, કાં તો વ્રત – દાનાદિ કરીએ અગર