આઠમો અધિકાર ][ ૨૯૫
કાં તો આત્માનુભવ કરીએ તો તેથી પોતાનું ભલું થાય.
સમાધાનઃ — પરમેશ્વર તો વીતરાગ છે. ભક્તિ કરવાથી પ્રસન્ન થઈ કાંઈ કરતા નથી
પણ ભક્તિ કરતાં જે મંદકષાય થાય છે તેનું સ્વયં જ ઉત્તમફળ થાય છે, હવે કરણાનુયોગના
અભ્યાસમાં તેનાથી (ભક્તિથી) પણ અધિક મંદકષાય થઈ શકે છે તેથી તેનું ફળ અતિ ઉત્તમ
થાય છે. વળી વ્રત – દાનાદિક તો કષાય ઘટાડવાનાં બાહ્ય નિમિત્ત સાધન છે અને કરણાનુયોગનો
અભ્યાસ કરતાં ત્યાં ઉપયોગ જોડાઈ જાય ત્યારે રાગાદિક દૂર થાય છે તેથી તે
અંતરંગનિમિત્તસાધન છે, માટે તે વિશેષ કાર્યકારી છે; વ્રતાદિક ધારણ કરીને પણ અધ્યયનાદિ
કરીએ છીએ. બીજું, આત્માનુભવ સર્વોત્તમ કાર્ય છે પરંતુ સામાન્ય અનુભવમાં ઉપયોગ ટકતો
નથી અને ઉપયોગ ત્યાં ન ટકે ત્યારે અન્ય વિકલ્પો થાય છે, ત્યાં જો કરણાનુયોગનો અભ્યાસ
હોય તો તે વિચારોમાં ઉપયોગને જોડે.
એ વિચારો વર્તમાન રાગાદિક પણ ઘટાડે છે તથા ભાવી રાગાદિક ઘટાડવાનાં કારણ
છે. માટે અહીં (કરણાનુયોગમાં) ઉપયોગને જોડવો.
જીવ – કર્માદિકના નાના પ્રકારના ભેદ જાણે તેમાં રાગાદિ કરવાનું પ્રયોજન નથી તેથી
રાગાદિક વધતા નથી, અને વીતરાગ થવાનું પ્રયોજન તેમાં ઠામ ઠામ પ્રગટ છે તેથી રાગાદિ
મટાડવાનું એ કારણ છે.
પ્રશ્નઃ — કોઈ કથન તો એમ છે, પરંતુ દ્વીપ{સમુદ્રાદિ અને તેના યોજનાદિનું
તેમાં નિરૂપણ કર્યું છે તેથી શું સિદ્ધિ છે?
ઉત્તરઃ — તેને જાણતાં પણ કાંઈ તેમાં ઇષ્ટ – અનિષ્ટબુદ્ધિ થતી નથી તેથી પૂર્વોક્ત
સિદ્ધિ થાય છે.
પ્રશ્નઃ — જો એમ છે, તો જેનાથી કાંઈ પ્રયોજન નથી એવા પાષાણાદિને પણ
જાણતાં ત્યાં ઇષ્ટ – અનિષ્ટપણું માનતા નથી એટલે તે પણ કાર્યકારી થયું?
ઉત્તરઃ — સરાગી જીવ રાગાદિ પ્રયોજન વિના કોઈને જાણવાનો ઉદ્યમ કરે નહિ; જો
સ્વયમેવ તેનું જાણવું થાય તો અંતરંગ રાગાદિકના અભિપ્રાયવશ ત્યાંથી ઉપયોગને છોડાવવા
જ ઇચ્છે છે. અહીં ઉદ્યમપૂર્વક દ્વીપ – સમુદ્રાદિકને જાણે છે, ત્યાં ઉપયોગ લગાવે છે તેથી
રાગાદિ ઘટતાં એવું કાર્ય થાય છે. વળી પાષાણાદિકમાં જો આ લોકનું કોઈ પ્રયોજન ભાસી
જાય તો રાગાદિક થઈ આવે પણ દ્વીપ – સમુદ્રાદિકમાં આ લોક સંબંધી કોઈ કાર્ય નથી તેથી
તે રાગાદિકનું કારણ નથી.
જો સ્વર્ગાદિકની રચના સાંભળી ત્યાં રાગ થાય તો પરલોક સંબંધી થાય અને તેનું