૨૯૬ ][ મોક્ષમાર્ગપ્રકાશક
કારણ પુણ્યને જાણે એટલે તે પાપને છોડી પુણ્યમાં પ્રવર્તે એટલો જ લાભ થાય, વળી
દ્વીપાદિકને જાણતાં યથાવત્ રચના ભાસે ત્યારે અન્યમતાદિકનું કહ્યું જૂઠ ભાસતાં તે સત્ય
શ્રદ્ધાની થાય અને એ યથાવત્ રચના જાણવાથી ભ્રમ મટી ઉપયોગની નિર્મળતા થાય છે માટે
આ (કરણાનુયોગનો) અભ્યાસ કાર્યકારી છે.
પ્રશ્નઃ — કરણાનુયોગમાં ઘણી કઠણતા હોવાથી તેના અભ્યાસમાં ખેદ થાય છે.
ઉત્તરઃ — જો વસ્તુને શીઘ્ર જાણવામાં આવે તો ત્યાં ઉપયોગમાં ઉલઝતો નથી તથા
જાણેલી વસ્તુને વારંવાર જાણવાનો ઉત્સાહ પણ થાય નહિ એટલે ઉપયોગ પાપકાર્યોમાં લાગી
જાય છે, માટે પોતાની બુદ્ધિ અનુસાર જેનો અભ્યાસ થતો જણાય તેનો કઠણતા છતાં પણ
અભ્યાસ કરવો, તથા જેનો અભ્યાસ થઈ જ શકે નહિ તેનો તો કેવી રીતે કરે?
વળી તું કહે છે કે ‘અહીં ખેદ થાય છે’ પણ પ્રમાદી રહેવામાં તો ધર્મ છે નહિ!
પ્રમાદથી સુખશીલિયા રહેવામાં આવે તો પાપ થાય છે માટે ધર્મ અર્થે તો ઉદ્યમ કરવો જ
યોગ્ય છે.
એમ વિચારી કરણાનુયોગમાં અભ્યાસ કરવો યોગ્ય છે.
✾ ચરણાનુયોગમાં દોષ – કલ્પનાનું નિરાકરણ ✾
કેટલાક જીવ કહે છે કે — ‘ચરણાનુયોગમાં બાહ્ય વ્રતાદિ સાધનનો ઉપદેશ છે એટલે
તેનાથી કાંઈ સિદ્ધિ નથી, પોતાના પરિણામ નિર્મળ જોઈએ પછી બાહ્ય તો ઇચ્છાનુસાર પ્રવર્તો,
એમ વિચારી તે આ ઉપદેશથી પરાઙ્મુખ રહે છે.
તેને કહીએ છીએ કે — આત્મપરિણામોને અને બાહ્યપ્રવૃત્તિને નિમિત્ત – નૈમિત્તિક સંબંધ
છે, કારણ કે છદ્મસ્થ જીવને પરિણામપૂર્વક ક્રિયા થાય છે, તથા કોઈ વેળા પરિણામ વિના
કોઈ ક્રિયા થાય છે તો તે પરવશતાથી થાય છે, પણ જ્યાં સ્વવશથી ઉદ્યમપૂર્વક કાર્ય કરવામાં
આવે અને ‘પરિણામ એ રૂપ નથી’ એમ કહે તો તે ભ્રમ છે. અથવા બાહ્યપદાર્થોનો આશ્રય
પામીને પરિણામ થઈ શકે છે માટે પરિણામ મટાડવા અર્થે બાહ્યવસ્તુનો નિષેધ શ્રી
સમયસારાદિમાં કહ્યો છે. માટે રાગાદિભાવ ઘટતાં અનુક્રમે બાહ્ય એવા શ્રાવક – મુનિધર્મ હોય
છે, અથવા એ પ્રમાણે શ્રાવક – મુનિધર્મ અંગીકાર કરતાં પાંચમા – છઠ્ઠા આદિ ગુણસ્થાનોમાં
રાગાદિ ઘટવારૂપ પરિણામોની પ્રાપ્તિ થાય છે એવું નિરૂપણ ચરણાનુયોગમાં કર્યું છે.
વળી જો બાહ્યસંયમથી કાંઈ પણ સિદ્ધિ ન હોય તો સર્વાર્થસિદ્ધિવાસી દેવો સમ્યગ્દ્રષ્ટિ
અને ઘણા જ્ઞાની છે તેમને તો ચોથું ગુણસ્થાન છે ત્યારે ગૃહસ્થ શ્રાવક – મનુષ્યોને પાંચમું
ગુણસ્થાન હોય છે તેનું કારણ શું? તથા શ્રી તીર્થંકરાદિ ગૃહસ્થપદ છોડી શામાટે સંયમ ગ્રહણ