૨૯૮ ][ મોક્ષમાર્ગપ્રકાશક
પછી વ્રત હોય છે, અને તે સમ્યક્ત્વ તો સ્વ – પરનું શ્રદ્ધાન થતાં થાય છે તથા
તે શ્રદ્ધાન દ્રવ્યાનુયોગનો અભ્યાસ કરવાથી થાય છે. માટે પ્રથમ દ્રવ્યાનુયોગ અનુસાર
શ્રદ્ધાનવડે સમ્યગ્દ્રષ્ટિ થાય અને ત્યારપછી ચરણાનુયોગ અનુસાર વ્રતાદિક ધારણ કરી વ્રતી
થાય. એ પ્રમાણે મુખ્યપણે તો નીચલી દશામાં જ દ્રવ્યાનુયોગ કાર્યકારી છે તથા ગૌણપણે જેને
મોક્ષમાર્ગની પ્રાપ્તિ થતી ન જણાય તેને પહેલાં કોઈ વ્રતાદિકનો ઉપદેશ આપવામાં આવે છે,
માટે ઉચ્ચદશાવાળાને અધ્યાત્મનો અભ્યાસ કરવા યોગ્ય છે. એમ જાણી નીચલી દશાવાળાઓએ
ત્યાંથી પરાઙ્મુખ થવું યોગ્ય નથી.
શંકાઃ — ઊંચા ઉપદેશનું સ્વરૂપ નીચલી દશાવાળાને ભાસે નહિ.
સમાધાનઃ — અન્ય તો અનેક પ્રકારની ચતુરાઈ જાણે છે અને અહીં મૂર્ખપણું પ્રગટ
કરે છે તે યોગ્ય નથી. અભ્યાસ કરવાથી સ્વરૂપ બરાબર ભાસે છે, તથા પોતાની બુદ્ધિ અનુસાર
થોડુંઘણું ભાસે છે, પરંતુ સર્વથા નિરુદ્યમી થવાનું પોષણ કરીએ એ તો જિનમાર્ગના દ્વેષી થવા
જેવું છે.
શંકાઃ — આ કાળ નિકૃષ્ટ (હલકો) છે માટે ઉત્કૃષ્ટ અધ્યાત્મના ઉપદેશની
મુખ્યતા ન કરવી.
સમાધાનઃ — આ કાળ સાક્ષાત્ મોક્ષ નહિ થવાની અપેક્ષાએ નિકૃષ્ટ છે પણ
આત્માનુભવનાદિક સમ્યક્ત્વાદિક હોવાની આ કાળમાં મના નથી, માટે આત્માનુભવનાદિ અર્થે
દ્રવ્યાનુયોગનો અભ્યાસ અવશ્ય કરવો.
ષટ્પાહુડમાં (મોક્ષપાહુડમાં) કહ્યું છે કે —
अज्ज वि तिरयणसुद्धा अप्पा झाणावि लहइ इंदत्तं ।
लोचंतियदेवत्तं तत्थ चुआ णिव्वुदिं जंति ।।७७।।
અર્થઃ — આજ પણ ત્રિરત્નવડે શુદ્ધ જીવ આત્માને ધ્યાવી સ્વર્ગલોકમાં વા લૌકાંતિકમાં
દેવપણું પ્રાપ્ત કરે છે, અને ત્યાંથી ચવી (મનુષ્ય થઈ) મોક્ષ જાય છે, તથા*.....માટે આ
કાળમાં પણ દ્રવ્યાનુયોગનો ઉપદેશ મુખ્ય જરૂરનો છે.
શંકાઃ — દ્રવ્યાનુયોગમાં અધ્યાત્મશાસ્ત્રો છે ત્યાં સ્વપરભેદવિજ્ઞાનાદિકનો ઉપદેશ
આપ્યો છે એ તો કાર્યકારી પણ ઘણો છે તથા સમજવામાં પણ જલદી આવે છે, પરંતુ
* તથા.....અહીં ૩ – ૪ લીટી જેટલી જગ્યા મૂળ પ્રતિમાં ખાલી રાખેલ છે, તેથી જણાય છે
કે પંડિતજી ત્યાં કાંઈક બીજું પણ લખવા ઇચ્છતા હતા, પણ લખી શક્યા નથી.