આઠમો અધિકાર ][ ૨૯૯
ત્યાં દ્રવ્યગુણપર્યાયાદિકનું, પ્રમાણનયાદિકનું અને અન્યમતપ્રરૂપિત તત્ત્વાદિકનું નિરાકરણ
કરી જે કથન કર્યું છે તેના અભ્યાસથી વિકલ્પ વિશેષ થાય છે, અને વળી તે ઘણો પ્રયાસ
કરતાં જાણવામાં આવે છે માટે તેનો અભ્યાસ ન કરવો.
સમાધાનઃ — સામાન્ય જાણવા કરતાં વિશેષ જાણવું બળવાન છે. જેમ જેમ વિશેષ
જાણે છે તેમ તેમ વસ્તુસ્વભાવ નિર્મળ ભાસે છે, શ્રદ્ધાન દ્રઢ થાય છે, રાગાદિક ઘટે છે માટે
એ અભ્યાસમાં પ્રવર્તવું યોગ્ય છે.
એ પ્રમાણે દોષ – કલ્પના કરી ચારે અનુયોગના અભ્યાસથી પરાઙ્મુખ થવું યોગ્ય નથી.
✾
વ્યાકરણ – ન્યાયાદિક શાસ્ત્રોની ઉપયોગિતા ✾
વળી વ્યાકરણ – ન્યાયાદિક શાસ્ત્રોનો પણ થોડોઘણો અભ્યાસ કરવો, કારણ કે – એના
જ્ઞાનવિના મહાન શાસ્ત્રોનો અર્થ ભાસે નહિ તથા વસ્તુનું સ્વરૂપ પણ એની પદ્ધતિ જાણતાં જેવું
ભાસે તેવું ભાષાદિકથી ભાસે નહિ, માટે પરંપરા કાર્યકારી જાણી એનો પણ અભ્યાસ કરવો,
પરંતુ એમાં જ ફસાઈ રહેવું નહિ, પણ એનો કંઈક અભ્યાસ કરી પ્રયોજનભૂત શાસ્ત્રોના
અભ્યાસમાં પ્રવર્તવું.
બીજું, વૈદ્યકાદિ શાસ્ત્ર છે તેની સાથે મોક્ષમાર્ગમાં કાંઈ પ્રયોજન જ નથી તેથી કોઈ
વ્યવહારધર્મના અભિપ્રાયથી ખેદરહિતપણે એનો અભ્યાસ બની જાય તો ઉપકારાદિ કરવો પણ
પાપરૂપ પ્રવર્તવું નહિ. તથા જો એનો અભ્યાસ ન થાય તો ભલે ન થાઓ, એથી કાંઈ બગાડ
નથી.
એ પ્રમાણે જિનમતનાં શાસ્ત્રો નિર્દોષ જાણી તેનો ઉપદેશ માનવો.
અપેક્ષાજ્ઞાનના અભાવે આગમમાં દેખાતા પરસ્પર વિરોધાનું નિરાકરણ
હવે શાસ્ત્રોમાં અપેક્ષાદિકને નહિ જાણવાથી પરસ્પર વિરોધ ભાસે છે તેનું નિરાકરણ
કરીએ છીએ —
પ્રથમાદિ અનુયોગોની આમ્નાય અનુસાર જ્યાં જેમ કથન કર્યું હોય ત્યાં તેમ જાણી
લેવું; અન્ય અનુયોગના કથનને અન્ય અનુયોગના કથનથી અન્યથા જાણી ત્યાં સંદેહ ન કરવો.
જેમ કે – કોઈ ઠેકાણે તો નિર્મળ સમ્યગ્દ્રષ્ટિને જ શંકા, કાંક્ષા, વિચિકિત્સાનો અભાવ કહ્યો ત્યારે
કોઈ ઠેકાણે ભયનો આઠમા ગુણસ્થાન સુધી, લોભનો દશમા સુધી અને જુગુપ્સાનો આઠમા
સુધી ઉદય કહ્યો, ત્યાં વિરોધ ન જાણવો. કારણ કે – શ્રદ્ધાપૂર્વક તીવ્ર શંકાદિકનો સમ્યગ્દ્રષ્ટિને
અભાવ થયો છે અથવા મુખ્યપણે સમ્યગ્દ્રષ્ટિ શંકાદિક કરે નહિ એ અપેક્ષાએ ચરણાનુયોગમાં
સમ્યગ્દ્રષ્ટિને શંકાદિકનો અભાવ કહ્યો પણ સૂક્ષ્મશક્તિની અપેક્ષાએ ભયાદિકનો ઉદય આઠમા