૩૦૦ ][ મોક્ષમાર્ગપ્રકાશક
આદિ ગુણસ્થાન સુધી હોય છે તેથી કરણાનુયોગમાં ત્યાં સુધી તેનો સદ્ભાવ કહ્યો. એ જ
પ્રમાણે અન્ય ઠેકાણે જાણવું.
પૂર્વે અનુયોગોના ઉપદેશવિધાનમાં કેટલાંક ઉદાહરણ કહ્યાં છે તે જાણવાં અથવા
પોતાની બુદ્ધિથી સમજી લેવાં.
વળી એક જ અનુયોગમાં વિવક્ષાવશ અનેકરૂપ કથન કરવામાં આવે છે. જેમ કે —
કરણાનુયોગમાં પ્રમાદોનો સાતમા ગુણસ્થાનમાં અભાવ કહ્યો ત્યાં કષાયાદિકને પ્રમાદના ભેદ
કહ્યા; તથા ત્યાં જ કષાયાદિકનો સદ્ભાવ દશમાદિ ગુણસ્થાન સુધી કહ્યો, ત્યાં વિરોધ ન
સમજવો. કારણ કે – અહીં પ્રમાદોમાં તો જે શુભાશુભભાવોના અભિપ્રાયપૂર્વક કષાયાદિક થાય
છે તેનું ગ્રહણ છે, અને સાતમા ગુણસ્થાનમાં એવો અભિપ્રાય દૂર થયો છે તેથી તેનો ત્યાં
અભાવ કહ્યો છે પણ સૂક્ષ્મઆદિ ભાવોની અપેક્ષાએ તેનો જ દશમાઆદિ ગુણસ્થાન સુધી
સદ્ભાવ કહ્યો છે.
વળી ચરણાનુયોગમાં ચોરી, પરસ્ત્રી આદિ સાત વ્યસનનો ત્યાગ પ્રથમ પ્રતિમામાં કહ્યો
ત્યારે ત્યાં જ તેનો ત્યાગ બીજી પ્રતિમામાં પણ કહ્યો, ત્યાં વિરોધ ન સમજવો. કારણ કે સાત
વ્યસનમાં તો એવાં ચોરી આદિ કાર્ય ગ્રહણ કર્યાં છે કે જેથી દંડાદિક પ્રાપ્ત થાય, લોકમાં
ઘણી નિંદા થાય. તથા વ્રતોમાં એવાં ચોરી આદિ ત્યાગ કરવા યોગ્ય કહ્યાં છે કે જે
ગૃહસ્થધર્મથી વિરુદ્ધ હોય વા કિંચિત્ લોકનિંદ્ય હોય, એવો અર્થ સમજવો, એ જ પ્રમાણે અન્ય
ઠેકાણે જાણવું.
વળી નાના ભાવોની સાપેક્ષતાથી એક જ ભાવને અન્ય અન્ય પ્રકારથી નિરૂપણ કરવામાં
આવે છે. જેમ કે – કોઈ ઠેકાણે તો મહાવ્રતાદિકને ચારિત્રના ભેદ કહ્યા ત્યારે કોઈ ઠેકાણે
મહાવ્રતાદિક હોવા છતાં પણ દ્રવ્યલિંગીને અસંયમી કહ્યા, ત્યાં વિરોધ ન સમજવો. કારણ કે –
સમ્યગ્જ્ઞાનસહિત મહાવ્રતાદિક તો ચારિત્ર છે પણ અજ્ઞાનપૂર્વક વ્રતાદિક હોવા છતાં પણ તે
અસંયમી જ છે.
વળી જેમ પાંચ મિથ્યાત્વોમાં પણ વિનય કહ્યો તથા બાર પ્રકારના તપોમાં પણ વિનય
કહ્યો, ત્યાં વિરોધ ન સમજવો. કારણ કે – જે વિનય કરવા યોગ્ય ન હોય તેનો પણ વિનય
કરી ધર્મ માનવો તે તો વિનયમિથ્યાત્વ છે, તથા ધર્મપદ્ધતિથી જે વિનય કરવા યોગ્ય હોય
તેનો યથાયોગ્ય વિનય કરવો તે વિનયતપ છે.
વળી જેમ કોઈ ઠેકાણે તો અભિમાનની નિંદા કરી ત્યારે કોઈ ઠેકાણે પ્રશંસા કરી, ત્યાં
વિરોધ ન સમજવો. કારણ કે – માનકષાયથી પોતાને ઉચ્ચ મનાવવા અર્થે વિનયાદિ ન કરવાં
એવું અભિમાન તો નિંદા જ છે, પણ નિર્લોભપણાથી દીનતા આદિ ન કરવામાં આવે એવું
અભિમાન પ્રશંસા યોગ્ય છે.