આઠમો અધિકાર ][ ૩૦૧
વળી જેમ કોઈ ઠેકાણે ચતુરાઈની નિંદા કરી ત્યારે કોઈ ઠેકાણે પ્રશંસા કરી, ત્યાં વિરોધ
ન સમજવો. કારણ કે – માયાકષાયથી કોઈને ઠગવા અર્થે ચતુરાઈ કરવામાં આવે તે તો નિંદ્ય
જ છે પણ વિવેકપૂર્વક યથાસંભવ કાર્ય કરવામાં જે ચતુરાઈ છે તે પ્રશંસા યોગ્ય જ છે. એ
જ પ્રમાણે અન્ય ઠેકાણે પણ સમજવું.
વળી એક જ ભાવની તેનાથી ઉત્કૃષ્ટભાવની અપેક્ષાએ કોઈ ઠેકાણે નિંદા કરી હોય
તથા કોઈ ઠેકાણે તેનાથી હીનભાવની અપેક્ષાએ પ્રશંસા કરી હોય ત્યાં વિરોધ ન સમજવો,
જેમ કે કોઈ શુભક્રિયાની જ્યાં નિંદા કરી હોય ત્યાં તો તેનાથી ઉચ્ચ શુભક્રિયા વા શુદ્ધભાવની
અપેક્ષા છે એમ સમજવું. તથા જ્યાં પ્રશંસા કરી હોય ત્યાં તેનાથી નીચી ક્રિયા વા
અશુભક્રિયાની અપેક્ષા સમજવી. એ જ પ્રમાણે અન્ય ઠેકાણે પણ જાણવું.
બીજું, એ જ પ્રમાણે ઉચ્ચ જીવની અપેક્ષાએ કોઈ જીવની નિંદા કરી હોય ત્યાં તેની
સર્વથા નિંદા છે એમ ન જાણવું તથા કોઈની નીચા જીવોની અપેક્ષાએ પ્રશંસા કરી હોય ત્યાં
સર્વથા પ્રશંસા ન જાણવી, પણ યથાસંભવ તેના ગુણદોષ જાણી લેવા.
એ જ પ્રમાણે અન્ય વ્યાખ્યાન જે અપેક્ષાસહિત કર્યું હોય તે અપેક્ષાએ તેનો અર્થ
સમજવો.
વળી શાસ્ત્રમાં એક જ શબ્દનો કોઈ ઠેકાણે તો કોઈ અર્થ થાય છે તથા કોઈ ઠેકાણે
કોઈ અર્થ થાય છે, ત્યાં પ્રકરણ ઓળખી તેનો સંભવિત અર્થ સમજવો. જેમ કે – મોક્ષમાર્ગમાં
‘સમ્યગ્દર્શન’ શબ્દ કહ્યો ત્યાં ‘દર્શન’ શબ્દનો અર્થ શ્રદ્ધાન છે, ઉપયોગ વર્ણનમાં ‘દર્શન’
શબ્દનો અર્થ વસ્તુનું સામાન્ય સ્વરૂપગ્રહણમાત્ર છે, તથા ઇંદ્રિય વર્ણનમાં ‘દર્શન’ શબ્દનો અર્થ
નેત્રવડે દેખવામાત્ર છે. વળી સૂક્ષ્મ અને બાદરનો અર્થ – વસ્તુઓના પ્રમાણાદિક કથનમાં સૂક્ષ્મ
પ્રમાણસહિત હોય તેનું નામ સૂક્ષ્મ તથા સ્થૂળ પ્રમાણસહિત હોય તેનું નામ બાદર, એવો અર્થ
થાય છે; પુદ્ગલ સ્કંધાદિકના કથનમાં ઇંદ્રિયગમ્ય ન હોય તે સૂક્ષ્મ તથા ઇંદ્રિયગમ્ય હોય તે
બાદર, એવો અર્થ થાય છે; જીવાદિકના કથનમાં ૠદ્ધિ આદિના નિમિત્ત વિના સ્વયં રોકાય
નહિ તેનું નામ સૂક્ષ્મ તથા રોકાય તેનું નામ બાદર. એવો અર્થ થાય છે; વસ્ત્રાદિકના કથનમાં
પાતળાપણાનું નામ સૂક્ષ્મ તથા જાડાપણાનું નામ બાદર, એવો અર્થ થાય છે.
વળી પ્રત્યક્ષ શબ્દનો અર્થ લોકવ્યવહારમાં તો ઇંદ્રિયોવડે જાણવાનું નામ પ્રત્યક્ષ છે.
પ્રમાણ ભેદોમાં સ્પષ્ટ વ્યવહારપ્રતિભાસનું નામ પ્રત્યક્ષ છે તથા આત્માનુભવનાદિમાં પોતાનામાં
જે અવસ્થા થાય તેનું નામ પ્રત્યક્ષ છે. વળી મિથ્યાદ્રષ્ટિને અજ્ઞાન કહ્યું ત્યાં તેનામાં સર્વથા
જ્ઞાનનો અભાવ ન જાણવો પણ સમ્યગ્જ્ઞાનના અભાવથી તેને અજ્ઞાન કહ્યું છે, ઉદીરણા શબ્દનો
અર્થ – દેવાદિકને જ્યાં ઉદીરણા ન કહી ત્યાં તો અન્ય નિમિત્તથી મરણ થાય તેનું નામ ઉદીરણા
છે, તથા દશ કરણોના કથનમાં ઉદીરણાકરણ દેવાયુને પણ કહ્યું ત્યાં ઉપરના નિષેકોનું દ્રવ્ય