આઠમો અધિકાર ][ ૩૦૩
તો આ કાર્ય થઈ ગયું.’ એવું જ પ્રયોજન અહીં ગ્રહણ કરવું. એ પ્રમાણે અન્ય ઠેકાણે પણ
સમજવું.
વળી કોઈ ઠેકાણે પ્રમાણાદિક કાંઈ કહ્યા હોય તે જ પ્રમાણાદિ ન માની લેવાં પણ
ત્યાં જે પ્રયોજન હોય તે જાણવું. જેમ જ્ઞાનાર્ણવમાં કહ્યું કે — ‘આ કાળમાં બે – ત્રણ સત્પુરુષ૧
છે; હવે નિયમપૂર્વક કાંઈ એટલા જ નથી પણ અહીં ‘થોડા છે’ એવું પ્રયોજન જાણવું, એ
જ પ્રમાણે અન્ય ઠેકાણે પણ સમજવું.
એ જ પદ્ધતિપૂર્વક તથા અન્ય પણ અનેક પ્રકારથી શબ્દોના અર્થ થાય છે તેને
યથાસંભવ જાણવા પણ વિપરીત અર્થ ન જાણવા.
વળી જે ઉપદેશ થાય તેને યથાર્થપણે ઓળખી પોતાના યોગ્ય જે ઉપદેશ હોય તેને
અંગીકાર કરવો. જેમ વૈદ્યકશાસ્ત્રમાં અનેક ઔષધિ કહી છે. તેને જાણે તો ખરો પણ ગ્રહણ
તો તેનું જ કરે કે જેથી પોતાનો રોગ દૂર થાય. પોતાને શીતનો રોગ હોય તો ઉષ્ણઔષધિનું
જ ગ્રહણ કરે પણ શીતળ ઔષધિનું ગ્રહણ ન કરે, એ બીજાઓને કાર્યકારી છે એમ જાણે;
તેમ જૈનશાસ્ત્રોમાં અનેક ઉપદેશ છે તેને જાણે તો ખરો પણ ગ્રહણ તો તેનું જ કરે કે જેથી
પોતાનો વિકાર દૂર થાય. પોતાને જે વિકાર હોય તેનો નિષેધ કરવાવાળા ઉપદેશને ગ્રહણ કરે
પણ તેને પોષવાવાળા ઉપદેશને ન ગ્રહણ કરે. એ ઉપદેશ અન્યને કાર્યકારી છે એમ જાણે.
અહીં ઉદાહરણ — જેમ શાસ્ત્રમાં કોઈ ઠેકાણે તો નિશ્ચયપોષક ઉપદેશ છે તથા કોઈ
ઠેકાણે વ્યવહારપોષક ઉપદેશ છે, ત્યાં પોતાને જો વ્યવહારની અધિકતા હોય તો નિશ્ચયપોષક
ઉપદેશને ગ્રહણ કરી યથાવત્ પ્રવર્તે તથા જો પોતાને નિશ્ચયની અધિકતા હોય તો વ્યવહારપોષક
ઉપદેશને ગ્રહણ કરી યથાવત્ પ્રવર્તે વળી પહેલાં તો વ્યવહારશ્રદ્ધાનવડે પોતે આત્મજ્ઞાનથી ભ્રષ્ટ
થઈ રહ્યો હતો અને પછી વ્યવહાર ઉપદેશની જ મુખ્યતા કરી આત્મજ્ઞાનનો ઉદ્યમ ન કરે
અથવા પહેલાં તો નિશ્ચયશ્રદ્ધાનવડે વૈરાગ્યભ્રષ્ટ બની સ્વચ્છંદી થઈ રહ્યો હતો, પછી નિશ્ચય
ઉપદેશની જ મુખ્યતા કરી વિષય – કષાયને પોષણ કરે, એમ વિપરીત ઉપદેશને ગ્રહણ કરે તો
તેનું બૂરું જ થાય.
વળી આત્માનુશાસનમાં એમ કહ્યું છે કે ‘તું ગુણવાન થઈ દોષ કેમ લગાવે છે?
દોષવાન થવું હતું તો દોષમય જ કેમ ન થયો?’૨ હવે પોતે તો ગુણવાન હોય પણ કોઈ
१.दुःप्रज्ञाबललुप्तवस्तु निचया विज्ञान शून्याशयाः,
विद्यंते प्रतिमंदिरं निजनिज स्वार्थोद्यता देहिनः ।
२.आनंदामृतसिन्धुशिकरचयैर्निर्वाप्य जन्मज्वरं,
ये मुक्तेर्वदनेन्दु विक्षणपरास्ते सन्ति द्वित्रा यदि ।
(ज्ञानार्णव – ३३)