૩૦૪ ][ મોક્ષમાર્ગપ્રકાશક
દોષ તેનાથી થતો હોય તો ત્યાં એ દોષ દૂર કરવા માટે એ ઉપદેશને અંગીકાર કરવો પરંતુ
પોતે દોષવાન હોય અને ઉપદેશને ગ્રહણ કરી ગુણવાન પુરુષોને નીચા દર્શાવે તો તેનું બૂરું
જ થાય, સર્વદોષમય હોવા કરતાં તો કિંચિત્ દોષરૂપ હોવું બૂરું નથી, માટે મારાથી તો એ
ભલો છે! વળી અહીં એમ કહ્યું કે — ‘દોષમય જ કેમ ન થયો?’ એ તો તર્ક કર્યો છે, પણ
કાંઈ સર્વદોષમય થવા માટે એ ઉપદેશ નથી. બીજું, એ ગુણવાન પુરુષને કિંચિત્ દોષ થવા
છતાં પણ નિંદા છે તો સર્વદોષરહિત તો સિદ્ધભગવાન છે, નીચલી દશામાં તો કોઈ ગુણ
અને કોઈ દોષ જ હોય.
પ્રશ્નઃ — જો એમ છે તો ‘મુનિલિંગ ધારણ કરી કિંચિત્ પરિગ્રહ રાખે તો તે
પણ નિગોદમાં જાય૧’ એમ ષટ્પાહુડમાં શા માટે કહ્યું છે?
ઉત્તરઃ — ઉચ્ચપદ ધારણ કરી તે પદમાં અસંભવિત નીચું કાર્ય કરે તો પ્રતિજ્ઞા-
ભંગાદિ થવાથી મહાદોષ લાગે છે પણ નીચી પદવીમાં ત્યાં સંભવિત ગુણ--દોષ હોય તો ત્યાં
તેનો દોષ ગ્રહણ કરવો યોગ્ય નથી.
વળી ઉપદેશસિદ્ધાંતરત્નમાળામાં કહ્યું છે કે — ‘આજ્ઞાનુસાર ઉપદેશ આપવાવાળાનો ક્રોધ
પણ ક્ષમાનો ભંડાર છે’૨ હવે એ ઉપદેશ વકતાને ગ્રહણ કરવા યોગ્ય નથી. જો એ ઉપદેશથી
વક્તા ક્રોધ કર્યા કરે તો તેનું બૂરું જ થાય; એ ઉપદેશ તો શ્રોતાઓએ ગ્રહણ કરવા યોગ્ય
છે કે – કદાચિત્ વક્તા ક્રોધ કરીને પણ સત્ય ઉપદેશ આપે તો ત્યાં શ્રોતાએ ગુણ જ માનવો.
એ જ પ્રમાણે અન્ય ઠેકાણે પણ સમજવું.
વળી જેમ કોઈને અતિશીતાંગ રોગ હોય તેના માટે અતિ ઉષ્ણ રસાદિક ઔષધિ કહી
છે, પણ જેને દાહ હોય વા અલ્પશીત હોય તે એ ઔષધિને ગ્રહણ કરે તો દુઃખ જ પામે;
તેમ કોઈને કોઈ કાર્યની અતિમુખ્યતા હોય તેના માટે તેના નિષેધનો અતિ ખેંચપૂર્વક ઉપદેશ
આપ્યો હોય છે, પણ જેને તે કાર્યની મુખ્યતા ન હોય વા અલ્પમુખ્યતા હોય તે એ ઉપદેશને
ગ્રહણ કરે તો તેનું બૂરું જ થાય.
हे चंद्रमः किमिति लांच्छनवान भूस्त्वं,
तद्वान् भवे किमिति तन्मय एव नाभू ।
किंज्योत्स्नयामलमलं तव घोषयन्त्या,
स्वर्भानुबन्ननु तथा सति नाऽसि लक्ष्यः ।।१४०।।
૧.जह, जायरूव, सरिसो तिलतुसमत्तं ण गिहदि हत्तेसु;
जइ लेइ अप्प, बहुचं तत्तो पुण जाइ णिग्गोदम् ।।१८।। (સૂત્રપાહુડ)
૨.रोसोवि खमाकोसो, सुत्तं भासंत जस्सधण्णस्स
उत्सूत्तेण खमाबिय, दोस महामोहआवासो ।