✾ કેવાં શાસ્ત્ર વાંચવા – સાંભળવા યોગ્ય છે ✾
જે શાસ્ત્ર મોક્ષમાર્ગનો પ્રકાશ કરે તે જ શાસ્ત્ર વાંચવા – સાંભળવા યોગ્ય છે, કારણ કે
સંસારમાં જીવ નાના પ્રકારના દુઃખોથી પીડિત છે. જો શાસ્ત્રરૂપી દીપક વડે તે મોક્ષમાર્ગને પામે
તો તે મોક્ષમાર્ગમાં પોતે ગમન કરી એ દુઃખોથી મુક્ત થાય. હવે મોક્ષમાર્ગ તો એક
વીતરાગભાવ છે માટે જે શાસ્ત્રોમાં કોઈ પ્રકારે રાગ – દ્વેષ – મોહ ભાવોનો નિષેધ કરી
વીતરાગભાવનું પ્રયોજન પ્રગટ કર્યું હોય તે જ શાસ્ત્રો વાંચવા – સાંભળવા યોગ્ય છે,
પણ જે શાસ્ત્રોમાં શ્રૃંગાર – ભોગ – કુતૂહલાદિ પોષી રાગભાવનું તથા હિંસા યુદ્ધાદિક પોષી દ્વેષભાવનું
વા અતત્ત્વ – શ્રદ્ધાન પોષી મોહભાવનું પ્રયોજન પ્રગટ કર્યું હોય તે શાસ્ત્ર નથી પણ શસ્ત્ર છે. કારણ
જે રાગ – દ્વેષ – મોહ ભાવવડે જીવ અનાદિથી દુઃખી થયો તેની વાસના તો જીવને વગર શિખવાડે
પણ હતી જ અને વળી આ શાસ્ત્રો વડે તેનું જ પોષણ કર્યું તથા ભલું થવાની તેમણે શું શિક્ષા
આપી? માત્ર જીવના સ્વભાવનો ઘાત જ કર્યો. એટલા માટે એવાં શાસ્ત્રો વાંચવા – સાંભળવા યોગ્ય
નથી. અહીં વાંચવા – સાંભળવા પ્રમાણે જોડવાં, શીખવાં, શિખવાડવાં, લખવાં અને લખાવવાં આદિ
કાર્ય પણ ઉપલક્ષણથી જાણી લેવાં. એ પ્રમાણે સાક્ષાત્ વા પરમ્પરા વડે એક વીતરાગભાવને
પોષણ કરે એવાં શાસ્ત્ર જ અભ્યાસ કરવા યોગ્ય છે.
✾ વકતાનું સ્વરુપ ✾
પ્રથમ તો જૈન શ્રદ્ધાનમાં દ્રઢ હોય, કારણ જો પોતે અશ્રદ્ધાળુ હોય તો અન્યને શ્રદ્ધાળુ
કેવી રીતે કરે? શ્રોતા તો પોતાનાથી પણ હીન બુદ્ધિના ધારક છે. તેમને કોઈ સમ્યગ્ યુક્તિ
વડે તે શ્રદ્ધાળુ કેવી રીતે કરે? અને શ્રદ્ધાન જ સર્વ ધર્મનું મૂલ છે. વળી વિદ્યાભ્યાસ કરવાથી
જેને શાસ્ત્ર વાંચવા યોગ્ય બુદ્ધિ પ્રગટ થઈ હોય, કારણ એવી શક્તિ વિના તે વક્તાપણાનો
અધિકારી કેમ થાય? વળી સમ્યગ્જ્ઞાનવડે સર્વ પ્રકારના વ્યવહાર – નિશ્ચયાદિરૂપ વ્યાખ્યાનનો
અભિપ્રાય જે પિછાનતો હોય, કારણ કે જો એમ ન હોય તો કોઈ ઠેકાણે અન્ય પ્રયોજનપૂર્વક
વ્યાખ્યાન હોય તેનું અન્ય પ્રયોજન પ્રગટ કરી વિપરીત પ્રવૃત્તિ કરાવે. વળી જેને જિનઆજ્ઞા ભંગ
કરવાનો ઘણો ભય હોય, કારણ કે જો એવો ન હોય તો કોઈ અભિપ્રાય વિચારી સૂત્રવિરુદ્ધ
ઉપદેશ આપી જીવોનું બૂરું કરે. કહ્યું છે કેઃ —
बहुगुणाविज्जाणिलयो असुत्तभासी तहावि मुत्तव्वो ।
जह वरमणिजुत्तो वि हु विग्घयरो विसहरो लोए ।।
અર્થઃ — જે પુરુષ ઘણા ક્ષમાદિક ગુણો તથા વ્યાકરણાદિ વિદ્યાનું સ્થાન છે
છતાં જો તે ઉત્સૂત્રભાષી છે તો છોડવો યોગ્ય જ છે. જેમ ઉત્કૃષ્ટ મણિસહિત સર્પ
છે તે લોકમાં વિઘ્નનો જ કરવાવાળો છે.
પ્રથમ અધિકારઃ પીઠબંધ પ્રરૂપક ][ ૧૫