Moksha Marg Prakashak (Gujarati). Samyagdarshanadikanu Sachu Lakshan.

< Previous Page   Next Page >


Page 310 of 370
PDF/HTML Page 338 of 398

 

background image
૩૨૦ ][ મોક્ષમાર્ગપ્રકાશક
અવ્યાપ્તિ દોષસહિત લક્ષણ છે, કારણ કે એ વડે આત્મા ઓળખતાં અલ્પજ્ઞાની આત્મા ન
ઠરે, એ દોષ આવે. તથા
જે લક્ષ્યમાં હોય જ નહિ એવું લક્ષણ જ્યાં કહેવામાં આવે ત્યાં અસંભવપણું જાણવું;
જેમ આત્માનું લક્ષણ જડપણું કહીએ. એ પ્રત્યક્ષાદિ પ્રમાણથી વિરુદ્ધ છે કારણ કે એ અસંભવ
લક્ષણ છે, કારણ કે એ વડે આત્માને માનતાં પુદ્ગલાદિ આત્મા થઈ જાય અને આત્મા છે
તે અનાત્મા થઈ જાય
એ દોષ આવે.
એ પ્રમાણે જે અતિવ્યાપ્તિ, અવ્યાપ્તિ અને અસંભવિત લક્ષણ હોય તે લક્ષણાભાસ છે,
પરંતુ જે લક્ષણ લક્ષ્યમાં તો સર્વત્ર હોય અને અલક્ષ્યમાં કોઈ પણ ઠેકાણે ન હોય તે જ સાચું
લક્ષણ છે; જેમ કે
આત્માનું સ્વરૂપ (લક્ષણ) ચૈતન્ય. હવે એ લક્ષણ બધાય આત્મામાં તો
હોય છે અને અનાત્મામાં કોઈ પણ ઠેકાણે હોતું નથી માટે એ સાચું લક્ષણ છે. એ વડે આત્મા
માનવાથી આત્મા અને અનાત્માનું યથાર્થજ્ઞાન થાય છે, કોઈ દોષ આવતો નથી. એ પ્રમાણે
લક્ષણનું સ્વરૂપ ઉદાહરણમાત્ર કહ્યું.
સમ્યગ્દર્શનાદિકનું સાચું લક્ષણ
હવે સમ્યગ્દર્શનાદિકનું સાચું લક્ષણ કહીએ છીએઃ
વિપરીતાભિનિવેશરહિત જીવાદિતત્ત્વાર્થશ્રદ્ધાન સમ્યગ્દર્શનનું લક્ષણ છે. જીવ, અજીવ,
આસ્રવ, બંધ, સંવર, નિર્જરા અને મોક્ષ એ સાત તત્ત્વાર્થ છે, એનું જે શ્રદ્ધાન અર્થાત્ ‘આમ
જ છે અન્યથા નથી’ એવો પ્રતીતિભાવ તે તત્ત્વાર્થશ્રદ્ધાન છે તથા વિપરીતાભિનિવેશ જે અન્યથા
અભિપ્રાય તેથી જે રહિત તે સમ્યગ્દર્શન છે.
અહીં વિપરીતાભિનિવેશના નિરાકરણ અર્થે ‘સમ્યક્ ’ પદ કહ્યું છે, કારણ ‘સમ્યક્’ એવો
શબ્દ પ્રશંસાવાચક છે તેથી શ્રદ્ધાનમાં વિપરીતાભિનિવેશનો અભાવ થતાં જ પ્રશંસા સંભવે છે,
એમ જાણવું.
પ્રશ્નઃઅહીં ‘તત્ત્વ અને અર્થ’ એ બે પદ કહ્યાં તેનું શું પ્રયોજન?
ઉત્તરઃ‘તત્’ શબ્દ છે તે ‘યત્’ શબ્દની અપેક્ષા સહિત છે તેથી જેનું પ્રકરણ હોય
તેને ‘તત્’ કહીએ અને જેનો જે ભાવ અર્થાત્ સ્વરૂપ તેને તત્ત્વ જાણવું; કારણ કે ‘तस्यभावस्तत्त्वं’
એવો તત્ત્વ શબ્દનો સમાસ થાય છે, તથા જાણવામાં આવતા એવા જે દ્રવ્ય વા ગુણપર્યાય
છે તેનું નામ અર્થ છે. વળી ‘तत्त्वेन अर्थस्तत्त्वार्थः’ તત્ત્વ કહેતાં પોતાનું સ્વરૂપ, એ વડે સહિત
પદાર્થ તેનું શ્રદ્ધાન, તે સમ્યગ્દર્શન છે. અહીં જો ‘તત્ત્વશ્રદ્ધાન’ જ કહીએ તો જેનો આ ભાવ
(તત્ત્વ) છે તેના શ્રદ્ધાન વિના કેવળ ભાવનું જ શ્રદ્ધાન કાર્યકારી નથી. તથા જો ‘અર્થશ્રદ્ધાન’
જ કહીએ તો ભાવના શ્રદ્ધાન વિના કેવળ પદાર્થશ્રદ્ધાન પણ કાર્યકારી નથી.