નવમો અધિકાર ][ ૩૨૧
જેમ કોઈને જ્ઞાન – દર્શનાદિક વા વર્ણાદિકનું તો શ્રદ્ધાન હોય તે ‘આ જાણપણું છે, આ
શ્વેતવર્ણ છે’ ઇત્યાદિ પ્રતીતિ તો હોય પરંતુ જ્ઞાન – દર્શન આત્માનો સ્વભાવ છે અને હું આત્મા
છું, તથા વર્ણાદિક પુદ્ગલનો સ્વભાવ છે અને પુદ્ગલ મારાથી ભિન્ન – જુદો પદાર્થ છે – એ
પ્રમાણે પદાર્થનું શ્રદ્ધાન ન હોય તો ભાવનું શ્રદ્ધાન કાર્યકારી નથી. વળી ‘હું આત્મા છું’ એવું
શ્રદ્ધાન કર્યું પણ આત્માનું સ્વરૂપ જેવું છે તેવું શ્રદ્ધાન ન કર્યું, તો ભાવના શ્રદ્ધાન વિના પદાર્થનું
શ્રદ્ધાન પણ કાર્યકારી નથી. માટે તત્ત્વસહિત અર્થનું શ્રદ્ધાન હોય તે જ કાર્યકારી છે. અથવા
જીવાદિકને તત્ત્વસંજ્ઞા પણ છે અને અર્થસંજ્ઞા પણ છે તેથી ‘तत्त्वमेवार्थस्तत्त्वार्थः’ જે તત્ત્વ છે
તે જ અર્થ છે, તેનું શ્રદ્ધાન તે સમ્યગ્દર્શન છે.
એ અર્થ વડે કોઈ ઠેકાણે તત્ત્વશ્રદ્ધાનને સમ્યગ્દર્શન કહેલ છે, વા કોઈ ઠેકાણે
પદાર્થશ્રદ્ધાનને સમ્યગ્દર્શન કહેલ છે. ત્યાં વિરોધ ન જાણવો.
એ પ્રમાણે ‘તત્ત્વ’ અને ‘અર્થ’ એ બે પદ કહેવાનું પ્રયોજન છે.
તત્ત્વ સાત જ કેમ?
પ્રશ્નઃ — તત્ત્વાર્થ તો અનંત છે અને તે બધાં સામાન્ય અપેક્ષાએ જીવ – અજીવમાં
ગર્ભિત થાય છે માટે બે જ કહેવાં હતાં અથવા અનંત કહેવાં હતાં; આસ્રવાદિ તો જીવ –
અજીવનાં જ વિશેષો છે, તો તેમને જુદાં જુદાં કહેવાનું શું પ્રયોજન?
ઉત્તરઃ — જો અહીં પદાર્થશ્રદ્ધાન કરવાનું જ પ્રયોજન હોત તો સામાન્યપણે વા
વિશેષપણે જેમ સર્વ પદાર્થોનું જાણવું થાય તેમ જ કથન કરત, પણ એ પ્રયોજન તો અહીં
છે નહિ. અહીં તો મોક્ષનું પ્રયોજન છે તેથી જે સામાન્ય વા વિશેષ ભાવોનું શ્રદ્ધાન કરતાં
મોક્ષ થાય તથા જેના શ્રદ્ધાન કર્યા વિના મોક્ષ ન થાય તેનું જ નિરૂપણ અહીં કર્યું.
જીવ – અજીવ એ બે તો ઘણાં દ્રવ્યોની એકજાતિ અપેક્ષાએ સામાન્યરૂપ તત્ત્વ કહ્યાં, એ
બંને જાતિ જાણતાં આત્માને સ્વપરનું શ્રદ્ધાન થાય ત્યારે પરથી ભિન્ન પોતાને જાણી પોતાના
હિતના અર્થે મોક્ષનો ઉપાય કરે તથા પોતાથી ભિન્ન પરને જાણે ત્યારે પરદ્રવ્યથી ઉદાસીન
થઈ રાગાદિક છોડી મોક્ષમાર્ગમાં પ્રવર્તે, તેથી એ બંને જાતિનું શ્રદ્ધાન થતાં જ મોક્ષ થાય;
પણ એ બંને જાતિ જાણ્યા વિના સ્વ – પરનું શ્રદ્ધાન ન થવાથી પર્યાયબુદ્ધિથી તે સાંસારિક
પ્રયોજનનો જ ઉપાય કરે, અને પરદ્રવ્યોમાં રાગ – દ્વેષરૂપ થઈ પ્રવર્તતાં તે મોક્ષમાર્ગમાં કેવી રીતે
પ્રવર્તે? માટે એ બંને જાતિનું શ્રદ્ધાન ન થતાં મોક્ષ પણ ન થાય. એ પ્રમાણે એ બે સામાન્ય
તત્ત્વો તો અવશ્ય શ્રદ્ધાન કરવા યોગ્ય કહ્યાં.
બીજું, આસ્રવાદિ પાંચ તત્ત્વો કહ્યાં તે જીવ – પુદ્ગલના જ પર્યાય છે તેથી એ વિશેષરૂપ
તત્ત્વો છે. એ પાંચ પર્યાયોને જાણતાં મોક્ષનો ઉપાય કરવાનું શ્રદ્ધાન થાય.