નવમો અધિકાર ][ ૩૨૩
પ્રશ્નઃ — અહીં વિપરીતાભિનિવેશરહિત શ્રદ્ધાન કરવું કહ્યું તેનું શું પ્રયોજન?
ઉત્તરઃ — અભિનિવેશ નામ અભિપ્રાયનું છે. જેવો તત્ત્વાર્થશ્રદ્ધાનનો અભિપ્રાય છે તેવો
નહિ હોતાં અન્યથા અભિપ્રાય હોય તેનું નામ વિપરીતાભિનિવેશ છે. તત્ત્વાર્થશ્રદ્ધાન કરવાનો
અભિપ્રાય કેવળ તેનો નિશ્ચય કરવો એટલો જ માત્ર નથી પણ ત્યાં અભિપ્રાય એવો છે કે
જીવ – અજીવને ઓળખી પોતાને વા પરને જેમ છે તેમ માનવા, આસ્રવને ઓળખી તેને
હેય માનવો, બંધને ઓળખી તેને અહિત માનવો, સંવરને ઓળખી તેને ઉપાદેય
માનવો, નિર્જરાને ઓળખી તેને હિતનું કારણ માનવું તથા મોક્ષને ઓળખી તેને
પોતાનું પરમહિત માનવું. એ પ્રમાણે તત્ત્વાર્થશ્રદ્ધાનનો અભિપ્રાય છે. તેનાથી ઉલટા
અભિપ્રાયનું નામ વિપરીતાભિનિવેશ છે. સત્ય તત્ત્વાર્થશ્રદ્ધાન થતાં તેનો અભાવ થાય છે માટે
તત્ત્વાર્થશ્રદ્ધાન છે તે વિપરીતાભિનિવેશરહિત છે, એમ અહીં કહ્યું છે.
અથવા કોઈને આભાસમાત્ર તત્ત્વાર્થશ્રદ્ધાન હોય છે, પરંતુ અભિપ્રાયમાંથી વિપરીતપણું
છૂટતું નથી. કોઈ પ્રકારથી પૂર્વોક્ત અભિપ્રાયથી અન્યથા અભિપ્રાય અંતરંગમાં હોય તો તેને
સમ્યગ્દર્શન થાય નહિ, જેમ કે — દ્રવ્યલિંગી મુનિ જિનવચનથી તત્ત્વોની પ્રતીતિ તો કરે છે પરંતુ
શરીરાશ્રિત ક્રિયાઓમાં અહંકાર વા પુણ્યાસ્રવમાં ઉપાદેયપણું આદિ વિપરીત અભિપ્રાયથી તે
મિથ્યાદ્રષ્ટિ જ રહે છે. માટે તત્ત્વાર્થશ્રદ્ધાન વિપરીતાભિનિવેશરહિત છે તે જ સમ્યગ્દર્શન છે.
એ પ્રમાણે વિપરીતાભિનિવેશરહિત જીવાદિતત્ત્વોનું શ્રદ્ધાનપણું એ જ સમ્યગ્દર્શનનું
લક્ષણ છે તથા સમ્યગ્દર્શન લક્ષ્ય છે.
તત્ત્વાર્થસૂત્રમાં પણ એ જ કહ્યું છે યથાઃ —
‘तत्त्वार्थश्रद्धानं सम्यग्दर्शनम्’ (અ. ૧. સૂત્ર ૨)
અર્થાત્ તત્ત્વાર્થોનું શ્રદ્ધાન એ જ સમ્યગ્દર્શન છે.
સર્વાર્થસિદ્ધિ નામની તત્ત્વાર્થસૂત્રની ટીકામાં તત્ત્વાદિક પદોનો અર્થ પ્રગટ લખ્યો છે વા
‘સાત જ તત્ત્વ કેમ કહ્યાં?’ તેનું પ્રયોજન લખ્યું છે તે અનુસાર અહીં કંઈક કથન કર્યું છે,
એમ જાણવું.
વળી પુરુષાર્થસિદ્ધ્યુપાયમાં પણ એમ જ કહ્યું છે, યથા —
जीवाजीवादीनां तत्त्वार्थानां सदैव कर्तव्यम् ।
श्रद्धानं विपरीताभिनिवेशविविक्तमात्मरूपं तत् ।।२२।।
અર્થઃ — વિપરીતાભિનિવેશથી રહિત જીવ – અજીવાદિ તત્ત્વાર્થોનું શ્રદ્ધાન સદાકાળ કરવા