Moksha Marg Prakashak (Gujarati). Samyaktvana Vibhinna Lakshanono Mel.

< Previous Page   Next Page >


Page 318 of 370
PDF/HTML Page 346 of 398

 

background image
૩૨૮ ][ મોક્ષમાર્ગપ્રકાશક
સમ્યક્ત્વના વિભિન્ન લક્ષણોનો મેળ
પ્રશ્નઃઅહીં સાતેય તત્ત્વોના શ્રદ્ધાનનો નિયમ કહો છો પણ તે બનતો નથી,
કારણ કેકોઈ ઠેકાણે પરથી ભિન્ન પોતાના શ્રદ્ધાનને જ સમ્યક્ત્વ કહે છે. શ્રી
સમયસાર કળશમાં ‘एकत्वे नियतस्य’ ઇત્યાદિ કળશ છે, તેમાં એમ કહ્યું છે કે
આત્માનું પરદ્રવ્યથી ભિન્ન અવલોકન તે જ નિયમથી સમ્યગ્દર્શન છે. તેથી નવ તત્ત્વની
સંતતિને છોડી અમારે તો આ એક આત્મા જ પ્રાપ્ત થાઓ.
વળી કોઈ ઠેકાણે એક આત્માના નિશ્ચયને જ સમ્યક્ત્વ કહે છે. શ્રી પુરુષાર્થ-
સિદ્ધ્યિુપાયમાં ‘दर्शनमात्मविनिश्चितिः’ એવું પદ છે તેનો પણ એવો જ અર્થ છે, માટે જીવ
અજીવનું જ વા કેવળ જીવનું જ શ્રદ્ધાન થતાં સમ્યક્ત્વ હોય છે. જો સાત તત્ત્વોના શ્રદ્ધાનનો
નિયમ હોય તો આમ શા માટે લખત?
ઉત્તરઃપરથી ભિન્ન જે પોતાનું શ્રદ્ધાન હોય છે તે આસ્રવાદિ શ્રદ્ધાનથી રહિત
હોય છે કે સહિત હોય છે? જો રહિત હોય છે તો મોક્ષના શ્રદ્ધાન વિના તે કયા પ્રયોજન
અર્થે આવો ઉપાય કરે છે? સંવર
નિર્જરાના શ્રદ્ધાન વિના રાગાદિ રહિત થઈ સ્વરૂપમાં
ઉપયોગ લગાવવાનો ઉદ્યમ તે શા માટે રાખે છે? આસ્રવબંધના શ્રદ્ધાન વિના તે પૂર્વઅવસ્થાને
શા માટે છોડે છે? માટે આસ્રવાદિના શ્રદ્ધાનરહિત સ્વપરનું શ્રદ્ધાન કરવું સંભવતું નથી; અને
જો આસ્રવાદિકના શ્રદ્ધાનસહિત છે તો ત્યાં સ્વયં સાતે તત્ત્વોના શ્રદ્ધાનનો નિયમ થયો. વળી
કેવળ આત્માનો નિશ્ચય છે ત્યાં પણ પરનું પરરૂપ શ્રદ્ધાન થયા વિના આત્માનું શ્રદ્ધાન થાય
નહિ? માટે અજીવનું શ્રદ્ધાન થતાં જ જીવનું શ્રદ્ધાન થાય છે; અને પ્રથમ કહ્યા પ્રમાણે
આસ્રવાદિકનું શ્રદ્ધાન પણ ત્યાં અવશ્ય હોય જ છે તેથી અહીં પણ સાતે તત્ત્વોના જ શ્રદ્ધાનનો
નિયમ જાણવો.
બીજું આસ્રવાદિના શ્રદ્ધાન વિના સ્વપરનું શ્રદ્ધાન વા કેવળ આત્માનું શ્રદ્ધાન સાચું
હોતું નથી કારણ કેઆત્મા દ્રવ્ય છે તે તો શુદ્ધઅશુદ્ધપર્યાય સહિત છે. જેમ તંતુના અવલોકન
વિના પટનું અવલોકન ન થાય તેમ શુદ્ધઅશુદ્ધપર્યાય ઓળખ્યા વિના આત્મદ્રવ્યનું શ્રદ્ધાન ન
થાય. તે શુદ્ધઅશુદ્ધ અવસ્થાની ઓળખાણ આસ્રવાદિની ઓળખાણથી થાય છે. આસ્રવાદિના
૧.एकत्वे नियतस्य शुद्धनयतो व्याप्तुर्यदस्यात्मनः
पूर्णज्ञानघनस्य दर्शनमिह द्रव्यान्तरेभ्यः पृथक्
सम्यक्दर्शनमेतदेव नियमादात्मा च तावानचं
तन्मुक्त्वा नवतत्वसन्ततिमिमामात्मायमेकोऽस्तु नः
।। (સમયસાર કળશ૬)
૨.दर्शनमात्मविनिश्चितिरात्मपरिज्ञानमिष्यते बोधः
स्थितिरात्मनि चारित्रं कुत एतेभ्यो भवति बन्धः
। (પુરુષાર્થસિદ્ધિ૨૧૬)