નવમો અધિકાર ][ ૩૩૩
પરંતુ પ્રતીતિપણે સ્વને સ્વ – રૂપ શ્રદ્ધાન કરતો નથી. તથા અરહંતદેવાદિક વિના અન્ય
કુદેવાદિકોને માનતો નથી, પરંતુ તેના સ્વરૂપને યથાર્થ ઓળખી શ્રદ્ધાન કરતો નથી. એ પ્રમાણે
એ લક્ષણાભાસો મિથ્યાદ્રષ્ટિને હોય છે, તેમાં કોઈ હોય કોઈ ન હોય, ત્યાં તેને ભિન્નપણું
પણ સંભવે છે.
બીજું એ લક્ષણાભાસોમાં એટલું વિશેષ છે કે – પહેલાં તો દેવાદિકનું શ્રદ્ધાન થાય, પછી
તત્ત્વોનો વિચાર થાય, પછી સ્વ – પરનું ચિંતવન કરે અને પછી કેવળ આત્માને ચિંતવે; એ
અનુક્રમથી જો સાધન કરે તો પરંપરા સાચા મોક્ષમાર્ગને પામી કોઈ જીવ સિદ્ધપદને પણ પ્રાપ્ત
કરી લે, તથા એ અનુક્રમનું ઉલ્લંઘન કરીને જેને દેવાદિકની માન્યતાનું તો કાંઈ ઠેકાણું નથી
તથા બુદ્ધિની તીવ્રતાથી તત્ત્વવિચારાદિમાં પ્રવર્તે છે અને તેથી પોતાને જ્ઞાની માને છે અથવા
તત્ત્વવિચારમાં પણ ઉપયોગ લગાવતો નથી, પોતાને સ્વ – પરનો ભેદવિજ્ઞાની થયો વિચારે છે,
અથવા સ્વ – પરનો પણ યથાર્થ નિર્ણય કરતો નથી છતાં પોતાને આત્મજ્ઞાની માને છે, પણ એ
બધી ચતુરાઈની વાતો છે, માનાદિ કષાયનાં સાધન છે; કાંઈ પણ કાર્યકારી નથી. માટે જે
જીવ પોતાનું ભલું કરવા ઇચ્છે તેણે તો જ્યાંસુધી સાચા સમ્યગ્દર્શનની પ્રાપ્તિ ન થાય ત્યાંસુધી
એને પણ અનુક્રમથી જ અંગીકાર કરવાં.
એ જ અહીં કહીએ છીએ — પ્રથમ આજ્ઞાદિવડે વા કોઈ પરીક્ષાવડે કુદેવાદિની માન્યતા
છોડી અરહંતદેવાદિકનું શ્રદ્ધાન કરવું, કારણ કે – એનું શ્રદ્ધાન થતાં ગૃહીતમિથ્યાત્વનો તો અભાવ
થાય છે તથા મોક્ષમાર્ગમાં વિઘ્ન કરવાવાળા કુદેવાદિકનું નિમિત્ત દૂર થાય છે અને મોક્ષમાર્ગને
સહાયક અરહંત દેવાદિકનું નિમિત્ત મળે છે માટે પ્રથમ દેવાદિકનું શ્રદ્ધાન કરવું. પછી
જિનમતમાં કહેલાં જીવાદિતત્ત્વોનો વિચાર કરવો, તેનાં નામ – લક્ષણાદિ શીખવાં, કારણ કે – એના
અભ્યાસથી તત્ત્વશ્રદ્ધાનની પ્રાપ્તિ થાય છે. પછી સ્વ – પરનું ભિન્નપણું જેથી ભાસે તેવા વિચારો
કર્યા કરવાં, કારણ કે – એ અભ્યાસથી ભેદવિજ્ઞાન થાય છે. ત્યાર પછી એક સ્વમાં સ્વપણું
માનવા અર્થે સ્વરૂપનો વિચાર કર્યા કરવો. કારણ કે – એ અભ્યાસથી આત્માનુભવની પ્રાપ્તિ
થાય છે.
એ પ્રમાણે અનુક્રમથી તેને અંગીકાર કરી પછી તેમાંથી જ કોઈ વેળા દેવાદિના
વિચારમાં, કોઈ વેળા તત્ત્વવિચારમાં, કોઈ વેળા સ્વ – પરના વિચારમાં તથા કોઈ વેળા
આત્મવિચારમાં ઉપયોગને લગાવવો. એ પ્રમાણે અભ્યાસથી દર્શનમોહ મંદ થતો જાય છે, અને
કદાચિત્ સત્ય સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય છે, પરંતુ થાય જ એવો નિયમ તો નથી; કોઈ જીવને
કોઈ પ્રબળ વિપરીત કારણ વચ્ચે આવી જાય તો સમ્યગ્દર્શનની પ્રાપ્તિ ન પણ થાય, પરંતુ
મુખ્યપણે ઘણા જીવોને તો એ અનુક્રમથી કાર્યસિદ્ધિ થાય છે. માટે તેને એ જ પ્રમાણે અંગીકાર
કરવાં. જેમ – પુત્રનો અર્થી વિવાહાદિ કારણોને તો મેળવે, તેમાં ઘણા પુરુષોને પુત્રની પ્રાપ્તિ થાય
જ, છતાં કોઈને ન થાય તો ન પણ થાય, પરંતુ તેણે તો ઉપાય કરવો; તેમ સમ્યક્ત્વનો અર્થી