નવમો અધિકાર ][ ૩૩૫
અથવા તત્ત્વાર્થશ્રદ્ધાન લક્ષણમાં તો દેવાદિનું શ્રદ્ધાન વા સ્વ – પરનું શ્રદ્ધાન વા
આત્મશ્રદ્ધાન ગર્ભિત હોય છે તે તો તુચ્છબુદ્ધિવાનને પણ ભાસે છે, પણ અન્ય લક્ષણોમાં
તત્ત્વાર્થશ્રદ્ધાનનું ગર્ભિતપણું છે તે વિશેષ બુદ્ધિવાન હોય તેને જ ભાસે છે, પણ તુચ્છબુદ્ધિવાનને
ભાસતું નથી, માટે તત્ત્વાર્થશ્રદ્ધાનલક્ષણને મુખ્ય કર્યું છે.
અથવા મિથ્યાદ્રષ્ટિને એ આભાસમાત્ર હોય છે; ત્યાં તત્ત્વાર્થોનો વિચાર તો
વિપરીતાભિનિવેશ દૂર કરવામાં શીઘ્ર કારણરૂપ થાય છે પણ અન્ય લક્ષણો શીઘ્ર કારણરૂપ થતાં
નથી વા વિપરીતાભિનિવેશનાં પણ કારણ થઈ જાય છે.
તેથી અહીં સર્વપ્રકારથી પ્રસિદ્ધ જાણી વિપરીતાભિનિવેશરહિત જીવાદિતત્ત્વાર્થોનું શ્રદ્ધાન
તે જ સમ્યક્ત્વનું લક્ષણ છે એવો નિર્દેશ કર્યો. એ પ્રમાણે લક્ષણનિર્દેશનું નિરૂપણ કર્યું.
એવું લક્ષણ જે આત્માના સ્વભાવમાં હોય તે જ સમ્યગ્દ્રષ્ટિ જાણવો.
✾ સમ્યક્ત્વના ભેદ ✾
હવે એ સમ્યક્ત્વના ભેદ દર્શાવીએ છીએ.
પ્રથમ નિશ્ચય અને વ્યવહારનો ભેદ બતાવીએ છીએ – વિપરીતાભિનિવેશરહિત શ્રદ્ધાનરૂપ
આત્માના પરિણામ તે તો નિશ્ચયસમ્યક્ત્વ છે, કારણ કે એ સત્યાર્થ સમ્યક્ત્વનું સ્વરૂપ છે અને
સત્યાર્થનું નામ જ નિશ્ચય છે, તથા એ વિપરીતાભિનિવેશરહિત શ્રદ્ધાનને કારણભૂત શ્રદ્ધાન તે
વ્યવહારસમ્યક્ત્વ છે, કારણ કે — અહીં કારણમાં કાર્યનો ઉપચાર કર્યો છે, અને ઉપચારનું નામ
જ વ્યવહાર છે.
ત્યાં સમ્યગ્દ્રષ્ટિ જીવને દેવ – ગુરુ – ધર્માદિકનું સાચું શ્રદ્ધાન છે, તેના જ નિમિત્તથી તેના
શ્રદ્ધાનમાં વિપરીતાભિનિવેશનો અભાવ છે. અહીં વિપરીતાભિનિવેશરહિત શ્રદ્ધાન તે તો નિશ્ચય-
સમ્યક્ત્વ છે તથા દેવ – ગુરુ – ધર્માદિનું શ્રદ્ધાન તે વ્યવહારસમ્યક્ત્વ છે.
એ પ્રમાણે એક જ કાળમાં બંને સમ્યક્ત્વ હોય છે.
તથા મિથ્યાદ્રષ્ટિ જીવને દેવ – ગુરુ – ધર્માદિકનું શ્રદ્ધાન આભાસમાત્ર હોય છે અને તેના
શ્રદ્ધાનમાં વિપરીતાભિનિવેશનો અભાવ હોતો નથી, માટે તે નિશ્ચયસમ્યક્ત્વ તો છે નહિ તથા
વ્યવહારસમ્યક્ત્વ પણ આભાસમાત્ર છે, કારણ કે તેને દેવ – ગુરુ – ધર્માદિનું શ્રદ્ધાન છે
તે વિપરીતાભિનિવેશના અભાવને સાક્ષાત્ કારણ થયું નહિ અને કારણ થયા વિના તેમાં
ઉપચાર પણ સંભવતો નથી. માટે સાક્ષાત્ કારણની અપેક્ષાએ તેને વ્યવહાર સમ્યક્ત્વ પણ
સંભવતું નથી.
અથવા તેને દેવ – ગુરુ – ધર્માદિકનું શ્રદ્ધાન નિયમરૂપ હોય છે તે વિપરીતાભિનિવેશરહિત