પ્રથમ જિનઆજ્ઞા માનવા પછી જે તત્ત્વશ્રદ્ધાન થયું તે આજ્ઞાસમ્યક્ત્વ છે. (૨) એ જ પ્રમાણે
નિર્ગ્રંથમાર્ગના અવલોકનથી જે તત્ત્વશ્રદ્ધાન થયું હોય તે માર્ગસમ્યક્ત્વ છે. (૩) તીર્થંકરાદિ
ઉત્કૃષ્ટ પુરુષોના પુરાણોના ઉપદેશથી ઉત્પન્ન થયેલા સમ્યગ્જ્ઞાન વડે અર્થાત્ આગમસમુદ્રમાં
પ્રવીણ પુરુષોના ઉપદેશ આદિથી પ્રાપ્તિ થયેલી જે ઉપદેશદ્રષ્ટિ તે ઉપદેશસમ્યક્ત્વ છે.
(૪) મુનિજનોના આચરણવિધાનને પ્રતિપાદન કરતા એવા આચારસૂત્રોને સાંભળી જે શ્રદ્ધાન
કરવું થાય તેને ભલા પ્રકારથી સૂત્રદ્રષ્ટિ કહી છે, અને તે સૂત્રસમ્યક્ત્વ છે. (૫) બીજ જે
ગણિતજ્ઞાનનું કારણ તેના વડે દર્શનમોહના અનુપમ ઉપશમના બળથી દુષ્કર છે જાણવાની ગતિ
જેની એવા પદાર્થોનો સમૂહ તેની થઈ છે ઉપલબ્ધિ અર્થાત્ શ્રદ્ધારૂપ પરિણતિ જેને
સંક્ષેપપણાથી જાણવા વડે જે શ્રદ્ધાન થયું હોય તે ભલી સંક્ષેપદ્રષ્ટિ છે અને તેને સંક્ષેપસમ્યક્ત્વ
જાણવું. (૭) દ્વાદશાંગવાણીને સાંભળી કરેલી જે રુચિ અર્થાત્ શ્રદ્ધાન તેને હે ભવ્ય! તું
વિસ્તારદ્રષ્ટિ જાણ, અને તે વિસ્તારસમ્યક્ત્વ છે. (૮) જૈનશાસ્ત્રોના વચન વિના કોઈ અર્થના
નિમિત્તથી થયેલી જે અર્થદ્રષ્ટિ, તેને અર્થસમ્યક્ત્વ જાણવું. એ આઠ ભેદ તો કારણોની અપેક્ષાએ
કર્યા છે તથા (૯) શ્રુતકેવળી જે તત્ત્વશ્રદ્ધાન છે તેને અવગાઢસમ્યક્ત્વ કહીએ છીએ.
(૧૦) કેવળજ્ઞાનીને જે તત્ત્વશ્રદ્ધાન છે તેને પરમાવગાઢસમ્યક્ત્વ કહીએ છીએ. એ છેલ્લા બે
ભેદ જ્ઞાનના સહકારીપણાની અપેક્ષાએ કર્યા છે.
ત્યાં સર્વ ઠેકાણે સમ્યક્ત્વનું સ્વરૂપ તત્ત્વાર્થશ્રદ્ધાન જ જાણવું.
વળી સમ્યક્ત્વના ત્રણ ભેદ પણ કર્યા છે