Moksha Marg Prakashak (Gujarati).

< Previous Page   Next Page >


Page 328 of 370
PDF/HTML Page 356 of 398

 

background image
૩૩૮ ][ મોક્ષમાર્ગપ્રકાશક
ઉપજે તેને પ્રથમોપશમસમ્યક્ત્વ કહીએ છીએ.
ત્યાં એટલું વિશેષ છે કેઅનાદિમિથ્યાદ્રષ્ટિને તો એક મિથ્યાત્વપ્રકૃતિનો જ ઉપશમ
હોય છે, કારણ કેતેને મિશ્રમોહનીય તથા સમ્યક્ત્વમોહનીયની સત્તા નથી, પણ જ્યારે જીવ
ઉપશમસમ્યક્ત્વને પ્રાપ્ત થાય છે, ત્યારે તે સમ્યક્ત્વના કાળમાં મિથ્યાત્વના પરમાણુઓને મિશ્ર-
મોહનીયરૂપે વા સમ્યક્ત્વમોહનીયરૂપે પરિણમાવે છે, ત્યારે તેને ત્રણ પ્રકૃતિઓની સત્તા થાય
છે, માટે અનાદિ મિથ્યાદ્રષ્ટિને એક મિથ્યાત્વપ્રકૃતિની સત્તા છે, અને તેનો જ ઉપશમ થાય
છે. વળી સાદિમિથ્યાદ્રષ્ટિઓમાં કોઈને ત્રણ પ્રકૃતિઓની સત્તા છે તથા કોઈને એકની જ સત્તા
છે. જેને સમ્યક્ત્વના કાળમાં ત્રણની સત્તા થઈ હતી તે સત્તા જેનામાં હોય તેને તો ત્રણની
સત્તા છે, તથા જેને મિશ્રમોહનીય અને સમ્યક્ત્વમોહનીયની ઉદ્વેલના થઈ ગઈ હોય અર્થાત્
તેના પરમાણુ મિથ્યાત્વરૂપે પરિણમી ગયાં હોય તેને એક મિથ્યાત્વની જ સત્તા છે; માટે
સાદિમિથ્યાદ્રષ્ટિને ત્રણ પ્રકૃતિઓનો વા એક પ્રકૃતિનો ઉપશમ થાય છે.
પ્રશ્નઃઉપશમ એટલે શું?
ઉત્તરઃઅનિવૃત્તિકરણમાં કરેલાં અંતરકરણવિધાનથી સમ્યક્ત્વના કાળમાં જે ઉદય
આવવા યોગ્ય નિષેક હતા તેનો તો અહીં અભાવ કર્યો, અર્થાત્ તેના પરમાણુઓને અન્ય કાળમાં
ઉદય આવવા યોગ્ય નિષેકરૂપ કર્યા; તથા અનિવૃત્તિકરણમાં જ કરેલા ઉપશમવિધાનથી જે તે
કાળમાં ઉદય આવવા યોગ્ય નિષેક હતા તે ઉદીરણારૂપ થઈને આ કાળમાં ઉદયમાં ન આવી
શકે એવા કર્યા.
એ પ્રમાણે જ્યાં સત્તા તો હોય પણ તેનો ઉદય ન હોય તેનું નામ ઉપશમ છે.
એમ આ મિથ્યાત્વથી થયેલું પ્રથમોપશમસમ્યક્ત્વ છે તે ચતુર્થાદિથી માંડી સાતમા
ગુણસ્થાન સુધી હોય છે.
તથા પ્રથમશ્રેણી સન્મુખ થતાં સાતમા ગુણસ્થાનમાં ક્ષયોપશમસમ્યક્ત્વથી જે
ઉપશમસમ્યક્ત્વ થાય તેનું નામ દ્વિતીયોપશમસમ્યક્ત્વ છે. અહીં કરણવડે ત્રણ જ પ્રકૃતિઓનો
ઉપશમ થાય છે. કારણ કે આને ત્રણ પ્રકૃતિઓની જ સત્તા હોય છે. અહીં પણ અંતરકરણ-
વિધાનથી વા ઉપશમવિધાનથી તેના ઉદયનો અભાવ કરે છે એ જ ઉપશમ છે. તે આ
દ્વિતીયોપશમસમ્યક્ત્વ સાતમા આદિથી માંડી અગીયારમા ગુણસ્થાન સુધી હોય છે તથા ત્યાંથી
પડતાં કોઈને છઠ્ઠે, પાંચમે અને ચોથે ગુણસ્થાને પણ રહે છે એમ જાણવું.
એમ ઉપશમસમ્યક્ત્વ બે પ્રકારથી છે. એ સમ્યક્ત્વ વર્તમાનકાળમાં ક્ષાયિકવત્ નિર્મળ
છે; તેને પ્રતિપક્ષીકર્મની સત્તા હોય છે તેથી આ સમ્યક્ત્વ અંતર્મુહૂર્તકાળમાત્ર રહે છે. પછી
દર્શનમોહનો ઉદય આવે છે એમ જાણવું.