નવમો અધિકાર ][ ૩૩૯
એ પ્રમાણે ઉપશમસમ્યક્ત્વનું સ્વરૂપ કહ્યું.
તથા જ્યાં દર્શનમોહની ત્રણ પ્રકૃતિઓમાં સમ્યક્ત્વમોહનીયનો ઉદય હોય, અન્ય બેનો
ઉદય ન હોય, ત્યાં ક્ષયોપશમસમ્યક્ત્વ હોય છે. ઉપશમસમ્યક્ત્વનો કાળ પૂર્ણ થતાં આ
સમ્યક્ત્વ હોય છે અથવા સાદિમિથ્યાદ્રષ્ટિને મિથ્યાત્વગુણસ્થાનથી વા મિશ્ર ગુણસ્થાનથી પણ
આની પ્રાપ્તિ થાય છે.
પ્રશ્નઃ — ક્ષયોપશમ એટલે શું?
ઉત્તરઃ — દર્શનમોહનીયની ત્રણ પ્રકૃતિઓમાં જે મિથ્યાત્વનો અનુભાગ છે તેના
અનંતમા ભાગે મિશ્રમોહનીયનો છે, તેના અનંતમા ભાગે સમ્યક્ત્વમોહનીયનો અનુભાગ છે,
તેમાં સમ્યક્ત્વમોહનીયપ્રકૃતિ દેશઘાતિ છે, તેનો ઉદય હોવા છતાં પણ સમ્યક્ત્વનો ઘાત થતો
નથી, કિંચિત્ મલિનતા કરે પણ મૂળથી ઘાત ન કરી શકે, તેનું જ નામ દેશઘાતિ છે.
હવે જ્યાં મિથ્યાત્વ વા સમ્યક્મિથ્યાત્વના વર્તમાનકાળમાં ઉદય આવવા યોગ્ય નિષેકોનો
ઉદય થયા વિના જ નિર્જરા થાય એ તો ક્ષય જાણવો તથા તેના ભાવિકાળમાં ઉદય આવવા
યોગ્ય નિષેકોની સત્તા હોય તે જ ઉપશમ છે અને સમ્યક્ત્વમોહનીયનો ઉદય વર્તે છે, એવી
દશા જ્યાં હોય તે ક્ષયોપશમ છે; તેથી સમળતત્ત્વાર્થશ્રદ્ધાન હોય તે ક્ષયોપશમસમ્યક્ત્વ છે.
અહીં જે મળ લાગે છે તેનું તારતમ્ય સ્વરૂપ તો કેવળજ્ઞાની જાણે છે. ઉદાહરણ
દર્શાવવા અર્થે ચલ, મલિન અને અગાઢપણું કહ્યું છે. ત્યાં વ્યવહારમાત્ર દેવાદિકની પ્રતીતિ તો
હોય પરંતુ અરહંતદેવાદિમાં ‘આ મારા છે, આ અન્યના છે’ — ઇત્યાદિ ભાવ તે ચલપણું છે,
શંકાદિ મળ લાગે તે મલિનપણું છે તથા આ ‘શાંતિનાથ શાંતિના કર્તા છે’ ઇત્યાદિ ભાવ તે
અગાઢપણું છે. એવા ઉદાહરણ વ્યવહારમાત્રમાં દર્શાવ્યાં છે, પરંતુ નિયમરૂપ નથી. ક્ષયોપશમ-
સમ્યક્ત્વમાં જે નિયમરૂપ કોઈ મળ લાગે છે તે તો કેવળજ્ઞાની જાણે છે, આટલું સમજવું
કે – તેને તત્ત્વાર્થશ્રદ્ધાનમાં કોઈ પ્રકારથી સમળપણું હોય છે તેથી એ સમ્યક્ત્વ નિર્મળ નથી. આ
ક્ષયોપશમસમ્યક્ત્વનો એક જ પ્રકાર છે, એમાં કોઈ ભેદ નથી.
વિશેષ એટલું છે કે — ક્ષાયિક સમ્યક્ત્વની સન્મુખ થતાં અંતર્મુહૂર્તકાળમાત્ર જ્યાં
મિથ્યાત્વપ્રકૃતિનો ક્ષય કરે છે ત્યાં બે જ પ્રકૃતિઓની સત્તા રહે છે, પછી મિશ્રમોહનીયનો
પણ ક્ષય કરે છે ત્યાં એક સમ્યક્ત્વમોહનીયની જ સત્તા રહે છે, ત્યારપછી સમ્યક્ત્વ-
મોહનીયની કાંડકઘાતાદિક્રિયા કરતો નથી ત્યાં એ કૃતકૃત્ય વેદકસમ્યગ્દ્રષ્ટિ નામ પામે છે,
— એમ જાણવું.
એ ક્ષયોપશમસમ્યક્ત્વનું જ નામ વેદકસમ્યક્ત્વ છે. જ્યાં મિથ્યાત્વમિશ્રમોહનીયની
મુખ્યતાથી કહીએ ત્યાં ક્ષયોપશમ નામ પામે છે તથા જ્યાં સમ્યક્ત્વમોહનીયની મુખ્યતાથી