Moksha Marg Prakashak (Gujarati).

< Previous Page   Next Page >


Page 330 of 370
PDF/HTML Page 358 of 398

 

background image
૩૪૦ ][ મોક્ષમાર્ગપ્રકાશક
કહીએ ત્યાં વેદક નામ પામે છે પણ એ કહેવામાત્ર બે નામ છે, સ્વરૂપમાં ભેદ નથી. તથા
આ ક્ષયોપશમસમ્યક્ત્વ ચોથાથી સાતમા ગુણસ્થાન સુધી હોય છે.
એ પ્રમાણે ક્ષયોપશમસમ્યક્ત્વનું સ્વરૂપ કહ્યું.
વળી એ ત્રણે પ્રકૃતિઓના સર્વ નિષેકોનો સર્વથા નાશ થતાં જે અત્યંત નિર્મળ તત્ત્વાર્થ -
શ્રદ્ધાન થાય તે ક્ષાયિકસમ્યક્ત્વ છે. તે ચતુર્થાદિ ચાર ગુણસ્થાનોમાં કોઈ ઠેકાણે ક્ષયોપશમ-
સમ્યગ્દ્રષ્ટિને તેની પ્રાપ્તિ થાય છે.
કેવી રીતે થાય છે તે અહીં કહીએ છીએપ્રથમ ત્રણ કરણવડે મિથ્યાત્વના
પરમાણુઓને મિશ્રમોહનીયરૂપે વા સમ્યક્ત્વમોહનીયરૂપે પરિણમાવે અથવા તેની નિર્જરા કરે,
એ પ્રમાણે મિથ્યાત્વની સત્તાનો નાશ કરે, તથા મિશ્રમોહનીયના પરમાણુઓને સમ્યક્ત્વ-
મોહનીયરૂપે પરિણમાવે વા તેની નિર્જરા કરે,
એ પ્રમાણે મિશ્રમોહનીયનો નાશ કરે. વળી
સમ્યક્ત્વમોહનીયના નિષેકો ઉદયમાં આવી ખરી જાય, જો તેની સ્થિતિ આદિ ઘણી હોય તો
તેને સ્થિતિકાંડકાદિકવડે ઘટાડે, જ્યારે અંતર્મુહૂર્ત સ્થિતિ રહે ત્યારે તે કૃતકૃત્ય વેદકસમ્યગ્દ્રષ્ટિ
થાય છે, અને અનુક્રમથી એ નિષેકોનો નાશ કરી ક્ષાયિકસમ્યગ્દ્રષ્ટિ થાય છે.
પ્રતિપક્ષીકર્મના અભાવથી આ સમ્યક્ત્વ નિર્મળ છે વા મિથ્યાત્વરૂપી રંજનાના અભાવથી
વીતરાગ છે. વળી એનો નાશ થતો નથી પણ જ્યારથી ઉત્પન્ન થાય ત્યારથી સિદ્ધઅવસ્થા સુધી
તેનો સદ્ભાવ રહે છે.
એ પ્રમાણે ક્ષાયિકસમ્યક્ત્વનું સ્વરૂપ કહ્યું.
એ પ્રમાણે સમ્યક્ત્વના ત્રણ ભેદો છે.
વળી અનંતાનુબંધી કષાયની સમ્યક્ત્વ થતાં બે અવસ્થાઓ થાય છેકાં તો અપ્રશસ્ત
ઉપશમ થાય છે અગર વિસંયોજન થાય છે.
ત્યાં જે કરણવડે ઉપશમવિધાનથી ઉપશમ થાય છે તેનું નામ પ્રશસ્ત ઉપશમ છે તથા
ઉદયનો અભાવ તેનું નામ અપ્રશસ્ત ઉપશમ છે.
હવે અનંતાનુબંધીનો પ્રશસ્ત ઉપશમ તો થાય જ નહિ પણ મોહનીયની અન્ય
પ્રકૃતિઓનો થાય છે. અનંતાનુબંધીનો અપ્રશસ્ત ઉપશમ થાય છે.
વળી જે ત્રણ કરણવડે અનંતાનુબંધીના પરમાણુઓને અન્ય ચારિત્રમોહનીયની પ્રકૃતિરૂપ
પરિણમાવી તેની સત્તાનો નાશ કરવામાં આવે તેનું નામ વિસંયોજન છે.
તેમાં પ્રથમોપશમસમ્યક્ત્વમાં તો અનંતાનુબંધીનો અપ્રશસ્ત ઉપશમ જ છે તથા
દ્વિતીયોપશમસમ્યક્ત્વની પ્રાપ્તિ તો પ્રથમ અનંતાનુબંધીની વિસંયોજના થયા પછી જ થાય એવો