વડે ઉપદેશ આપે છે તે પોતાનું અને અન્ય જીવોનું બૂરું કરે છે.
એ પ્રમાણે વક્તાનું સ્વરૂપ કહ્યું.
✾ શ્રોતાનું સ્વરુપ ✾
હવે શ્રોતાનું સ્વરૂપ કહે છેઃ — ભલું થવા યોગ્ય છે તેથી જે જીવને એવો વિચાર આવે
છે કે — હું કોણ છું? ક્યાંથી આવી અહીં જન્મ ધર્યો છે? મરીને ક્યાં જઈશ? મારું સ્વરૂપ
શું છે? આ ચારિત્ર કેવું બની રહ્યું છે? મને જે આ ભાવો થાય છે તેનું ફળ શું આવશે?
તથા આ જીવ દુઃખી થઈ રહ્યો છે તો એ દુઃખ દૂર થવાનો ઉપાય શું છે? મારે આટલી વાતનો
નિર્ણય કરી જેથી કંઈક મારું હિત થાય એ જ કરવું. એવા વિચારથી કોઈ જીવ ઉદ્યમવંત થયો
છે. વળી એ કાર્યની સિદ્ધિ શાસ્ત્ર સાંભળવાથી થતી જાણી અતિ પ્રીતિપૂર્વક શાસ્ત્ર સાંભળે છે.
કાંઈ પૂછવું હોય તો પૂછે છે. વળી ગુરુએ કહેલા અર્થને પોતાના અંતરંગમાં વારંવાર વિચારે
છે અને પોતાના વિચારથી સત્ય અને અર્થનો નિશ્ચય કરી કર્તવ્ય હોય તેમાં ઉદ્યમી થાય છે.
એ પ્રમાણે તો નવીન શ્રોતાનું સ્વરૂપ જાણવું.
વળી જે જૈનધર્મનો દ્રઢ શ્રદ્ધાળુ છે, નાના (અનેક) પ્રકારનાં શાસ્ત્ર સાંભળવાથી જેની બુદ્ધિ
નિર્મળ થઈ છે, વ્યવહાર – નિશ્ચયાદિકનું સ્વરૂપ યથાર્થપણે જાણી સાંભળેલા અર્થને યથાવત્ નિશ્ચય
જાણી અવધારે છે, પ્રશ્ન ઊપજે તો અતિ વિનયવાન થઈ પ્રશ્ન કરે છે અથવા પરસ્પર અનેક
પ્રશ્નોત્તરવડે વસ્તુનો નિર્ણય કરે છે, શાસ્ત્રાભ્યાસમાં અતિ આસક્ત છે તથા ધર્મબુદ્ધિપૂર્વક નિંદ્ય
કાર્યોનો ત્યાગી થયો છે; એવા જીવો શાસ્ત્રના શ્રોતા જોઈએ.
વળી શ્રોતાનાં વિશેષ લક્ષણો આ પ્રમાણે પણ છે. જેને કંઈક વ્યાકરણ – ન્યાયાદિકનું વા
મહાન જૈનશાસ્ત્રોનું જ્ઞાન હોય તો શ્રોતાપણું વિશેષ શોભે. વળી એવો હોવા છતાં પણ જો તેને
આત્મજ્ઞાન ન હોય તો ઉપદેશનો મર્મ સમજી શકે નહિ. માટે આત્મજ્ઞાનવડે જે સ્વરૂપનો
આસ્વાદી થયો છે તે જૈનધર્મના રહસ્યનો શ્રોતા છે. વળી જે અતિશયવંત બુદ્ધિવડે વા અવધિ
– મનઃપર્યયજ્ઞાન વડે સંયુક્ત હોય તે મહાન શ્રોતા જાણવો. એ પ્રમાણે શ્રોતાના વિશેષ ગુણો
છે. અને એવા જૈનશાસ્ત્રના શ્રોતા જોઈએ.
વળી શાસ્ત્ર સાંભળવાથી અમારું ભલું થશે એવી બુદ્ધિવડે જે શાસ્ત્ર સાંભળે છે પણ
જ્ઞાનની મંદતાથી વિશેષ સમજી શકતા નથી તેને પુણ્યબંધ થાય છે, પરંતુ પોતાનું વિશેષ કાર્ય
સિદ્ધ થતું નથી.
વળી કુળપ્રવૃત્તિપૂર્વક વા સહજ યોગ બની આવતાં શાસ્ત્ર સાંભળે છે. વા સાંભળવા છતાં
કંઈ અવધારણ કરતા નથી તેને પરિણામ અનુસાર કોઈ વેળા પુણ્યબંધ થાય છે તથા કોઈ વેળા
પાપબંધ થાય છે.
૧૮ ][ મોક્ષમાર્ગપ્રકાશક