વળી જે મદ મત્સર ભાવપૂર્વક શાસ્ત્ર સાંભળે છે, વાદ અને તર્ક કરવાનો જ જેનો
અભિપ્રાય છે, મહંતતા વા લોભાદિક પ્રયોજન અર્થે જે શાસ્ત્ર સાંભળે છે તથા શાસ્ત્ર તો સાંભળે
છે પણ તે સુહાવતું નથી એવા શ્રોતાઓને તો કેવળ પાપબંધ જ થાય છે. એ પ્રમાણે *શ્રોતાઓનું
સ્વરૂપ જાણવું. આ ઠેકાણે એ જ પ્રમાણે શીખવું – શીખવવું વગેરે જેને હોય તેનું સ્વરૂપ પણ
યથાસંભવ સમજવું.
પ્રથમ અધિકારઃ પીઠબંધ પ્રરૂપક ][ ૧૯
* અહીં પ્રસંગને અનુસરીને શ્રી સુદ્રષ્ટતરંગિણી અનુસાર શ્રોતાઓના જુદા – જુદા પ્રકાર દર્શાવીએ
છીએ.
૧. જે જીવ ઉપદેશ તો સાંભળે, પૂછે, ભણે, યાદ રાખે તથા ઘણા કાળ સુધી બાહ્ય ધર્મક્રિયા
પણ કરે પરંતુ અંતરંગ પાપબુદ્ધિ છોડે નહિ, કુગુરુ – કુધર્મને પૂજવાની – માનવાની શ્રદ્ધા મટે નહિ, ક્રોધ
– માનાદિ કષાય મટે નહિ તથા અંતઃકરણમાં જિનવાણી અત્યંત પ્રેમપૂર્વક રુચે નહિ તેવા શ્રોતા પાષાણ
સમાન જાણવા.
૨. જે દરરોજ શાસ્ત્ર સાંભળે, સાંભળતી વેળા સામાન્ય યાદ રહે પણ પછી ભૂલી જાય પણ
સાંભળેલાં વચન હૃદયમાં ટકે નહિ તે ફૂટ્યા ઘડા જેવા શ્રોતા જાણવા.
૩. જેમ મેંઢો તેને પાલન કરનારને જ માથું મારે તેમ જે શ્રોતા અનેક દ્રષ્ટાંત, યુક્તિ, શિખામણ
અને શાસ્ત્ર – રહસ્ય સમજપૂર્વક સંભળાવનાર મહા ઉપકારી એવા વક્તાનો જ દ્વેષી થાય, અરે તેનો જ
ઘાત તથા બુરું વિચારે તેવા શ્રોતા મેંઢા સમાન જાણવા.
૪. જેમ ઘોડો ઘાસ – દાણો દેવાવાળા રક્ષકને જ મારે, કરડે, બચકાં ભરવા જાય તેમ જે શ્રોતા
જેની પાસેથી ઉપદેશ સાંભળે તેનાથી જ દ્વેષ કરવા લાગી જાય, તેના અવગુણ અવર્ણવાદ બોલવા લાગે
તેવા શ્રોતા ઘોડા સમાન જાણવા.
૫. જેમ ચાળણી સૂક્ષ્મ આટાને તો બહાર કાઢી નાખે કે જે પ્રયોજનરૂપ છે અને અપ્રયોજનરૂપ
ભૂસું – કાંકરા વગેરે સંગ્રહ કરી રાખે તેમ જે શ્રોતા ઉપદેશદાતા વક્તાના કોઈ ગુણને ગ્રહણ ન કરતાં
માત્ર તેના અવગુણને જ ગ્રહણ કરે, શાસ્ત્રમાં દાન વા ચૈત્યાલય – પ્રભાવનાદિ કરવાની વાત આવે તો
આ મૂર્ખ એમ સમજે કે – આ ઉપદેશ મારા ઉપર દેવાય છે, હું ધનવાન છું તેથી આડકતરી રીતે મને
ધન ખર્ચવાનું કહે છે, પણ મારી પાસે ધન ક્યાં છે? તપ સંબંધી વ્યાખ્યાન ચાલતું હોય તો આ એમ
માને કે – હું શરીરે પુષ્ટ છું તેથી આ મને જ કહે છે કે તપ કરો, પણ મારાથી તપ ક્યાં થઈ શકે
એમ છે? દાન, પૂજા અને શીલ – સંયમાદિનો ઉપદેશ ચાલતો હોય ત્યારે આ કાં તો ઊંઘે અથવા વિભ્રમચિત્ત
રાખી સાંભળે નહિ, સભામાં કોઈ કોઈની નિંદા અથવા કલહકથા કરવા લાગે તો તેને ધ્યાનપૂર્વક સાંભળે,
સભામાં ગુણ – દોષની સામાન્ય પ્રકારે વાત ચાલતી હોય તો આ મૂર્ખ એમ સમજે કે આ બધું મારા
ઉપર કહે છે. આવા શ્રોતા સભામાં વ્યાખ્યાન સાંભળવા આવીને પણ કેવળ પાપબંધ જ કરે છે. વક્તાથી
જ દોષભાવ કે દ્વેષભાવ આણે છે પણ વક્તાનો ગુણ તો જરા પણ ગ્રહણ કરતા નથી. આવા શ્રોતા
ચાળણી સમાન જાણવા.
૬. જેમ પવનથી ભરેલી મસક ઉપરથી દેખાય જલ ભરી પણ અંદર તો જરા પણ પાણી