એ પ્રમાણે શાસ્ત્રનું તથા વક્તા – શ્રોતાનું સ્વરૂપ કહ્યું. ત્યાં ઉચિત શાસ્ત્રને ઉચિત વક્તા
થઈ વાંચવું તથા ઉચિત શ્રોતા થઈ સાંભળવું યોગ્ય છે. હવે આ મોક્ષમાર્ગ પ્રકાશક શાસ્ત્રની રચના
કરી છે તેની સાર્થકતા દર્શાવીએ છીએ.
૨૦ ][ મોક્ષમાર્ગપ્રકાશક
નથી, તેમ જે શ્રોતા અંતરંગ ધર્મ ઇચ્છાથી રહિત છે, ક્રોધાદિ કષાયપૂર્ણ છે, શુદ્ધ ધર્મના નિંદક છે,
ધર્માત્મા તથા વક્તાના પણ નિંદક છે, શુદ્ધ તત્ત્વજ્ઞાન, અધ્યાત્મતત્ત્વગર્ભિત ચર્ચા જેને ગમતી જ નથી
ઉલટા તેના પણ દ્વેષી રહ્યા કરે છે. અને બાહ્ય વેષધારી કુદેવ – કુગુરુના પ્રશંસક છે આવા શ્રોતા મસક
સમાન જાણવા.
૭. જેમ સર્પને સુંદર દૂધપાન કરાવવા છતાં તેનું અંતે મહા દુઃખદાયી વિષ જ થાય છે. તેમ
જેને અમૃત સમાન જિનવચન સંભળાવવા છતાં તે સાંભળીને પણ જે કેવળ પાપબંધ જ કરે છે. તેઓ
માત્ર વક્તાનું બૂરું જ ચિંતવ્યા કરે છે. આવા ધર્મદ્વેષી શ્રોતા સર્પ સમાન જાણવા.
૮. જેમ પાડો સુંદર જળાશયમાં પાણી પીવા જાય ત્યાં પાણી તો થોડું પીવે પણ અંદર
ઝાડો – પેશાબાદિ કરી તે જળાશયની અંદર પડી તેને ડહોળી નાંખી બધા જળને ખરાબ કરી મૂકે,
પાછળ કોઈને પીવા યોગ્ય પણ રાખે નહિ અને પોતાનું તથા પરનું અંગ મલિન કરી નાખે; તેમ
સભામાં ચાર અનુયોગ સંબંધી સુંદર તત્ત્વચર્ચા ચાલતી હોય, મહામંગલકારી જિનવાણીનું કથન થઈ
રહ્યું હોય ત્યાં કોઈ ભોળો, મંદજ્ઞાની – કષાયી મનુષ્ય કોઈ એવો પ્રશ્ન કરે – કોઈ એવી છલ ભરી વાત
ચલાવી દે કે જેથી આગમના કથનનો વિરોધ થાય, અન્ય સર્વ શ્રોતાઓનાં ચિત્ત ઉદ્વેગમય બની જાય.
આવા શ્રોતા પાડા સમાન જાણવા.
એ પ્રમાણે પાષાણ સમાન, ફૂટેલા ઘડા સમાન, મેંઢા સમાન, ઘોડા સમાન, ચાળણી સમાન,
મસક સમાન, સર્પ સમાન અને પાડા સમાન આઠ પ્રકારના શ્રોતાઓ મહા અશુભ જાણવા.
હવે છ પ્રકારના મિશ્ર શ્રોતાઓનું સ્વરૂપ કહીએ છીએ.
૧. જેમ કોઈ ધર્મઉદ્યોતકારી ધર્મોપદેશ થતો હોય ત્યાં પોતાનાથી તો બને નહિ, પરંતુ
ઉપદેશદાતાનો જ ઘાત વિચારે. આવા શ્રોતા બિલાડા સમાન જાણવા.
૨. જેમ બગલો ઉપરથી ઉજ્જ્વળ દેખાય પણ અંતરંગમાં મલિન પરિણામી રહ્યા કરે તેમ
કોઈ જીવ બહારથી તો વિનય સહિત નિર્મળ વચન બોલે, શરીર ઉપર ભભૂતાદિ લગાવી તનને મલિન
દેખાડે, જાણે કે મને શરીરાદિ ઉપર રાગ જ નથી, ધર્મી જેવો દેખાય, સુંદર સાધુવેશ ધારણ કરે પણ
અંતરમાં મહાકષાયી, દ્વેષી, રૌદ્ર પરિણામી હોય, તે પોતાના દિલમાં ધર્મનો ઘાત કરવો વિચારે પણ
ધર્મસેવન ન ઇચ્છે. આવા શ્રોતા બગલા સમાન જાણવા.
૩. જેમ પોપટને બોલાવીએ તેમ બોલે. શિખવાડીએ તેમ શીખે, પણ તેનો ભાવ સમજે નહિ,
તેમ કેટલાક શ્રોતા જિનપ્રવચનનો સ્વાધ્યાય તો કરે, સાંભળે, શીખે પણ તેનો પરમાર્થરૂપ ભાવ ન સમજે.
આવા શ્રોતા પોપટરૂપ જાણવા.
૪. જેમ માટી પાણીના નિમિત્તથી નરમ થઈ જાય તથા અગ્નિના નિમિત્તથી જેમ લાખ નરમ