✾ મોક્ષમાર્ગપ્રકાશક ગ્રંથની સાર્થકતા ✾
આ સંસારરૂપ અટવીમાં સમસ્ત જીવો કર્મનિમિત્તથી ઉત્પન્ન નાના પ્રકારનાં દુઃખોથી
પીડિત થઈ રહ્યા છે. વળી ત્યાં મિથ્યા – અંધકાર છવાઈ રહ્યો છે, જેથી તેઓ તેમાંથી છૂટવાનો માર્ગ
પણ પામતા નથી, પરંતુ તરફડી તરફડી ત્યાં જ દુઃખને સહન કરે છે. એવા જીવોનું ભલું થવા
અર્થે શ્રી તીર્થંકર કેવળી ભગવાનરૂપ સૂર્યનો ઉદય થયો, જેનાં દિવ્યધ્વનિરૂપ કિરણો વડે મુક્ત
બની જાય પણ નિમિત્ત દૂર થતાં તરત પછી સખત – કઠણ બની જાય તેમ સત્સંગના નિમિત્તમાં તો
જે ધર્મભાવ સહિત થઈ જાય, કોમળ – દયાવાન થાય. વ્રત – સંયમ ધારવો વિચારે, ધર્માત્મા જીવોથી સ્નેહ
કરવો ઇચ્છે તથા તેમની સેવા – ચાકરી કરવા ઇચ્છે, પરંતુ સત્સંગ કે શાસ્ત્રનું નિમિત્ત દૂર થતાં ધર્મરહિત
ક્રૂર પરિણામી બની જાય આવા શ્રોતા માટી સમાન જાણવા.
૫. જેમ ડાંસ આખા શરીરમાં હરેક જગ્યાએ ચટકા ભરી જીવને દુઃખના કારણભૂત થાય છે,
તેમ સભામાં શાસ્ત્રવાંચન – ઉપદેશ ચાલતો હોય ત્યાં અન્ય ધર્માત્મા જીવોથી દ્વેષભાવ કરી તેમને સભા
વચ્ચે પણ વારંવાર અપશબ્દ બોલે. અવિનય કરે તથા સભાને તેમ વક્તાને ખેદ ઉપજાવે આવા શ્રોતા
ડાંસ સમાન જાણવા.
૬. જેમ જળોને દૂધથી ભરેલા આંચળને લગાડવામાં આવે તોપણ તે પોતાના જાતિસ્વભાવને
લીધે દૂધને ગ્રહણ ન કરતાં માત્ર રૂધિર જ ગ્રહણ કરે છે તેમ કોઈ શ્રોતા એવા હોય છે કે – તેમને
ગમે તેટલો રૂડો, કોમળ અને સમ્યગ્ ધર્મોપદેશ કરો પરંતુ એ દુર્બુદ્ધિ માત્ર અવગુણ જ ગ્રહણ કરે.
તેને એવી શ્રદ્ધા છે કે અમે આવો ઉપદેશ તો ઘણોય સાંભળ્યો, કોઈ અમારું શું ભલું કરી શકે એમ
છે, અમારા ભાગ્યમાં હશે તે થશે. આવા પરિણામવાળા શ્રોતા જળો સમાન જાણવા.
એ પ્રમાણે બિલાડા સમાન, બગલા સમાન, પોપટ સમાન, માટી સમાન, ડાંસ સમાન, અને
જળો સમાન મળી છ પ્રકારના મિશ્ર શ્રોતાઓ છે. તેમાં માટી અને પોપટ સમાન શ્રોતા મધ્યમ જાણવા
તથા તે સિવાય ઉપરના આઠ મળી બારે પ્રકારના અધમ શ્રોતા જાણવા.
હવે ગાય, બકરી અને હંસ સમાન ત્રણ પ્રકારના ઉત્તમ શ્રોતાઓ કહે છે.
જેમ ગાય ઘાસ ખાઈને પણ સુંદર દૂધ આપે છે તેમ કોઈને અલ્પ ઉપદેશ આપવા છતાં તેને
બહુ બહુ રુચિપૂર્વક અંગીકાર કરી પોતાનું ભલું કરે તથા એ ઉપદેશથી મને રૂડા તત્ત્વજ્ઞાનની પ્રાપ્તિ
થઈ, અહો! મારું ભાગ્ય! એમ સમજી તે ઉપદેશની તથા ઉપદેશદાતાની વારંવાર પ્રશંસા કરે,
ઉપદેશદાતાનો બહુ બહુ ઉપકાર માને, પોતાને પણ તે ઉપદેશલાભથી ધન્યરૂપ સમજે. આવા શ્રોતા ગાય
સમાન જાણવા.
જેમ બકરી નીચી નમી પોતાનો ચારો ચરે જાય, કોઈથી દ્વેષભાવ ન કરે, જળાશયમાં પાણી
પીવા જાય ત્યાં ઢીંચણભેર નમી ધીરેથી પાણી પીએ પણ જળને બગાડે નહિ, તેમ જે શ્રોતા સભામાં
શાંતિપૂર્વક બેસે, કોઈ આડી વાત કરતો હોય તો તે તરફ લક્ષ પણ ન આપે, પુણ્યકારક કથનને ગ્રહણ
કરે અને પોતાના કામથી જ કામ રાખે આવા શ્રોતા બકરી સમાન જાણવા.
પ્રથમ અધિકારઃ પીઠબંધ પ્રરૂપક ][ ૨૧